ભાજપના કલાબેન ડેલકરની સામે કોંગ્રેસે અજીત માહલાને મેદાને ઉતાર્યા….

On: April 6, 2024 8:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • અજીતભાઈ માહલા પૂર્વ સાંસદના દીકરા છે.
  • દાદરા નગર હવેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત
  • ભાજપના કલાબેન ડેલકરની સામે કોંગ્રેસે અજીત માહલાને મેદાને ઉતાર્યા, શિક્ષક તરીકે રાજીનામું આપી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા
નગર હવેલી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર
તરીકે અજીતભાઈ માહલાના નામની જાહેરાત
કરવામાં આવી છે.અજીતભાઈ માહલા વ્યવસાયે શિક્ષક છે. ઘણા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકરો તથા શિક્ષકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં દાદરા નગર હવેલીના આદિવાસી વિસ્તારના સ્થાનિક લોકોના પ્રશ્નોનો આવાજ બનીને આદિવાસી સમાજના પ્રશ્નોનો હલ કરશે. અજીતભાઈ માહલા પૂર્વ સાંસદના દીકરા છે. લોકસભાની ચૂંટણી લડવા માટે શિક્ષક તરીકેથી રાજીનામુ મૂકીને ચૂંટણીના જંગમાં ઉતર્યા છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

error: Content is protected !!