
રાજયમાં દ્વિતીય ક્રમાંક મેળવનાર ગરીબ ઘરની દીકરી કુ. જીયા ગુલાબભાઇ ચૌધરીનું પી.એન.સી. પબ્લિક સ્કૂલ સન્માન સમારોહ નાનાપોઢામાં રાખવામાં આવ્યો હતો.

કપરાડા તાલુકાના માંડવા ની પી.એન.સી. પબ્લિક સ્કૂલ સન્માન કુ. જીયા ગુલાબભાઇ ચૌધરીનું સન્માન કાર્યક્રમ શરૂઆત દીપ પ્રાગટ્ય જીતુભાઇ એચ.ચૌધરી પૂર્વ મંત્રી કપરાડા ધારાસભ્ય ,ગુલાબભાઇ રાઉત જિ.પં.સદસ્ય વલસાડ, ડી.બી.વસાવા જિ.પ્રા.શિ. અધિકારી વલસાડ, અલ્કેશભાઇ પટેલ જિલ્લા રમત વિ. અધિકારી વલસાડ, સતિષભાઇ પટેલ સાઇ ધામ પંચલાઇ અન્ય મહેમાન ઉપસ્થિત રહયા હતા.

જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે કપરાડા વિસ્તારના દરેક બાળકોમાં અનેક શુપ્તશક્તિ ઓ અંદર અલગ અલગ ટેલેન્ટ છે. દરેક શિક્ષકે તેને ઓળખીને બાળકોને મદતરૂપ થાયતો આપણા વિસ્તાર માંથી એક જીયા તો છે પણ એવી બીજી 10 જીયા નીકળશે તે દરેક વાલીઓએ પણ ધ્યાન આપવું જરૂરી છે.આજની પરિસ્થિતિ માં મોબાઈલ આપવા કરતાં તેને ગ્રાઉન્ડ પર લઇ જવુંજરૂરી છે.સવારે 5 વાગે ઊઠીને દૌડવા જોઈએ. હાલમાં કપરાડા મોટું મેદાન નથી ટૂંક સમયમાં રમતગમત મેદાન માટે વ્યવસ્થા કરવામાં આવશે.

જિલ્લા શિક્ષણ અધિકારીને ડી બી વસાવે જણાવ્યુ કે શિક્ષણ સાથે શારીરિક પરિશ્રમ , રમત,ખેલ,કસરત, યોગા કરવાથી શરીર નિરોગી રહે. દરેક વિદ્યાર્થી હોય કે કોઈ વ્યક્તિ સવારે જલ્દી ઉઠીય તો આપણું મગજ એક્ટિવ રહે. અને દરરોજ 2 કલાક વાંચન કરવાથી તણાવ મુક્ત જીવન જીવી શકે. બાળકો માટે આજ ઉંમર છે,કે જે રમતા પણ થાય અને શિક્ષણ પણ મેળવે એ જરૂરી છે. ગુજરાત રાજ્ય ખેલ મહાકુંભ 2.0 હેઠળ યોજાયેલ દોડ સ્પર્ધામાં રાજ્યમાં દ્વિતિય ક્રમાંક મેળવનાર જીયા ચોધરીનું કપરાડાના નાનાપોંઢા દૂધ ઉત્પાદક સહકારી મંડળ હોલ ખાતે પી. એન. સી. પબ્લિક સ્કૂલ માંડવા દ્વારા સન્માન સમારોહ રાખવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહી દીકરીને સન્માનિત કરી આશીર્વાદ આપ્યા અને વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી.

ઉલ્લેખનીય છેકે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ 2.0 રાજ્યમાં દ્વિતીય ક્રમાંક મેળવીને કપરાડા અને વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.કોચ હનુમાન મુંડેના માર્ગદર્શન મેળવી જીવનના સંઘર્ષ થી સફળતા પ્રાપ્ત કરી કરી છે.
Ad..











