
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યની રાજ્ય કારોબારી બેઠક ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને યોજાઈ.

ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી ખાતે મળેલ રાજ્ય કારોબારી બેઠકમાં કેબિનેટ શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય સંગઠન મંત્રી,સંગઠનના પદાઘીકારીના હાજરીમાં શૈક્ષિક મહાસંઘ વલસાડના નવ નિયુક્ત અધ્યક્ષ તરીકે અજીતસિંહ ઠાકોર, મુખ્ય શિક્ષક સુકેશ પ્રાથમિક શાળા તા.પારડી, વલસાડ જિલ્લા મહામંત્રી તરીકે રામુભાઈ જે.પટેલ, મુખ્ય શિક્ષક પાણભરીયા પ્રાથમિક શાળા વાજવડ તા.કપરાડા,વલસાડ જિલ્લા સંગઠન મંત્રી તરીકે કિરણભાઈ ડી.પટેલ ઉપ શિક્ષક વાવર પ્રાથમિક શાળા તા.કપરાડાની આગામી ત્રણ વર્ષ માટે જાહેરાત કરવામાં આવી.

આ જાહેરાતને રાજ્ય કારોબારીમાં હાજર રહેલ શિક્ષણ મંત્રીશ્રી, રાજ્ય સંગઠનના હોદ્દેદારો તેમજ હોદ્દેદારો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી. સભામાં હાજર તમામ સભ્યોએ તાળીઓના ગડગડાટથી સમર્થન જાહેર કર્યુ હતું.
શૈક્ષિક મહાસંઘ વલસાડના નવ નિયુક્ત અધ્યક્ષ તરીકે અજીતસિંહ ઠાકોર, મુખ્ય શિક્ષક સુકેશ પ્રાથમિક શાળા તા.પારડી, વલસાડની વરણી થતાં સમગ્ર વલસાડ જિલ્લામાં શિક્ષકોમાં આનંદની લાગણીઓ જોવા મળી છે.
શૈક્ષિક મહાસંઘ વલસાડની ટીમ દ્વારા શિક્ષકોની સમસ્યાઓ હલ કરી છે. કેટલીક લાંબા સમયથી સમસ્યાઓ પણ શૈક્ષિક મહાસંઘ દ્વારા હલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે. શિક્ષણ ચાલતો ભ્રષ્ટાચાર અને મહિલા શિક્ષિકા ઓનું શોષણ પણ બંધ થયુ હોવનું પણ જાણવા મળે છે.
Ad..













