5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની (Teacher’s Day) ઉજવણી કરવામાં આવે છે. શિક્ષકો માટે આદર અને સન્માનનો દિવસ છે.

On: September 4, 2024 10:22 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ દેશના તમામ શિક્ષકોના યોગદાનનું સન્માન અને આભાર માનવાનો છે.

શિક્ષકો આપણા જીવનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ આપણને શિક્ષણ દ્વારા જ્ઞાન આપે છે અને આપણા ચારિત્ર્યનું નિર્માણ કરવામાં મદદ કરે છે. તેઓ આપણા માર્ગદર્શક છે અને આપણને સાચા માર્ગ પર ચાલવા માટ પ્રેરણા આપે છે.

શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની (Teacher’s Day) ઉજવણી કરવામાં આવે છે. દેશના શિક્ષકો માટે આદર અને સન્માનનો દિવસ છે.

શિક્ષકનું કામ તો પેઢીઓના ઘડતરનું છે. આવી ઉત્તમ સમાજ સેવાનો લાભ બીજા કોઇ ક્ષેત્રમાં કામ કરનારને ભાગ્યેજ મળતો હશે.

સ્નેહલ પટેલ : તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત વલસાડ જીલ્લાના શ્રેષ્ઠ ઈનોવેટિવ શિક્ષક તરીકે ત્રણ વાર પસંદગી (બે વાર રાજ્ય કક્ષા અમદાવાદ અને ભરૂચ અને એક વાર ઝોન કક્ષા ડાંગ ) વિદ્યાવાહક તરીકે શિક્ષણ મંત્રીશ્રી દ્વારા અમદાવાદ મુકામે સન્માનિત જય જીવન ચેરીટેબલ દ્વારા પાવાગઢ મુકામે શ્રેષ્ઠ સારસ્વત ભાવવંદના સન્માન (ખાસ પર્યાવરણ જાગૃતિ અભિયાન માટે)
લાયન્સ ક્લબ ભીલાડ દ્વારા સન્માનિત Ict SRG તરીકે પસંદગી જિ.શિ.તાલીમ ભવન વલસાડ ના અંક ઓજસ માં ટેકનીકલ ટીમ તરીકે કામગીરી કોળી સમાજ વલસાડ દ્વારા સન્માનિત જાયન્ટ્સ ગૃપ ઓફ કલોલ દ્વારા ગાંધીનગર મુકામે ગુજરાત ગૌરવ સન્માન ૨૦૨૪(શિક્ષણ સાથે સમાજ સેવા) ૧૫ મી ઓગષ્ટ ૨૦૨૪ ના રોજ મામલતદાર સાહેબશ્રી દ્વારા વિશિષ્ટ કામગીરી બદલ સન્માન કુસુમ ફાઉન્ડેશન ના સંસ્થાપક અને સરોધી કા મહારાજા યુવા ગૃપ અને શ્રી શિવા શક્તિ મિત્ર મંડળ ના સેક્રેટરી તરીકે સેવા

આર્થિક સહયોગ અને સામાજિક કામગીરી :-

♦હર ઘર શિક્ષણ અને શિક્ષણ એજ શ્રેષ્ઠ કલ્યાણ સુત્રને સાર્થક કરવા માતા કે પિતા વિનાના હજારો બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ (અંદાજીત રકમ ૧૦ લાખ )

♦૧૨ સાયન્સમાં અભ્યાસ માટે ભદેલી ગામની પિતા વિનાની દીકરીને 5000 ટ્યુશન ફી સહાય અને હમણા એન્જીનીયરીંગ કરવા ખર્ચ તેમજ MBBS અભ્યાસ માટે ઓઝર ગામના દીકરાને 5000 શિક્ષણ ફી સહાય.
→ 4 વિધવા માતા માટે ઘર અને વૃદ્ધ દંપત્તિને ઘર માટે રેતી,ઈંટ અને સિમેન્ટ સહાય

♦મેડીકલ ફ્રી કેમ્પ અને દર વર્ષે મહાશિવરાત્રી પર છેલ્લા પાંચ વર્ષ થી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
લોકડાઉનમા નિરાધાર બાળકોને અનાજ કિટ વિતરણ કાર્યક્રમમા કિટ આપેલ છે.પ્રા.શાળાને મંડળ દ્વારા 13000 દાન કરેલ છે.
♦ ગામના બે યુવાનોના અકસ્માતે ફાળો એકત્ર કરી 48000 અને 15000 જેટલી રકમની સહાય.
♦ બોરપાડા પ્રા શાળાના બાળકો ડીજીટલ શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ માટે સ્માર્ટ ટીવી ભેટમાં આપી.
દર મહીને વિધવા માતાઓને રાશન સહાય (અત્યાર સુધી ૧૫૦ કીટ) માતા કે પિતા વિનાના બાળકોને સ્કુલ સૂઝ અને સેન્ડલ વિતરણ દિવાળીના તહેવારે ફટાકડા અને નવા કપડા વિતરણ મકર સંક્રાતિ નિમિત્તે બાળકોને પતંગ અને તલ લાડુ વિતરણ કોરોના દરમિયાન એકના એક દિકરાનું અવસાન થતા વિધવા માતાને રોકડ ૧૫,૦૦૦/- સહાય અને દર મહીને રાશન સહાય અન્ય બે યુવાનો કોરોનામાં અવશાન થતા એમના નાના બાળકોને ૪૨,૦૦૦/- સહાય પુર રાહત કામગીરી.

વિશેષ:કપરાડાઆદિવાસી પરિવાર નાં ત્રણ બાળકો સાથે રહેતા દાદીને મકાન બનાવી આપવામાં આવ્યું એ પણ સ્નેહલ પટેલ નિમિત્ત બન્યાં છે.

જાણીતા કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઇ દ્વારા
જરૂરિયાત મંદ પરિવાર માટે મકાન બનાવી આપવામા આ સેવાના વિધાનને અનુસરતા ખજૂરભાઇએ જે
જે આદિવાસી પરિવાર નાં ત્રણ બાળકો સાથે રહેતા દાદીને મકાન બનાવી આપવામાં આવ્યું એ પણ સ્નેહલ પટેલ નિમિત્ત બન્યાં છે.

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!