વાંચો તમારું 20 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

On: September 19, 2024 9:57 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મેષ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થઈ શકવાથી આપને આનંદ રહે. રાજકીય-સરકારી કામમાં સાનુકૂળતા રહે.

વૃષભ : આપના કામમાં પ્રતિકૂળતા અનુભવાય. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી આપનું કામ કરવું. વાદ-વિવાદથી સંભાળવું.

મિથુન : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પુત્ર-પૌત્રાદિક્ના પ્રશ્ને ચિંતા-પરેશાની ઘટે.

કર્ક : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ધીરે ધીરે કામનો ઉકેલ આવવાથી રાહત રહે. સામાજિક-વ્યવહારિક કામ રહે.

સિંહ : આપને નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચાકર વર્ગ આપને મદદરૂપ થવાની કોશિષ કરે.

કન્યા : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેનીનો અનુભવ થયા કરે. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં.

તુલા : રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. આપના કામકાજમાં અન્યનો સહકાર મળી રહે. આનંદ અનુભવાય.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય.

ધન : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ-ફાયદો મળી રહે.

મકર : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. કામમાં ઉતાવળ કરવી નહીં. માતૃપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય.

કુંભ : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.

મીન : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ-ફાયદો જણાય. કામનો ઉકેલ આવે.

આ પણ વાંચો

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

કિલ્લાપારડીથી નાનાપોંઢા ઈન્ટરસિટી બસ સેવાનો શુભારંભ, હવે દર દોઢ કલાકે એસટી બસ દોડશે

https://sambhavsandesh.in/15039

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!