જિગરા’ ફિલ્મ મહેશ ભટ્ટની 1993ની ‘ગુમરાહ’થી પ્રેરિત છે, આલિયા ભટ્ટ ‘દ્રશ્યમ’માં અજયના કેરેક્ટર સમાન મેન્ટલ એક્શન કરતી જોવા મળશે

On: September 20, 2024 8:38 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આ દશેરા પર આલિયા ભટ્ટ પોતાના કૅરયરની પહેલી એક્શન ઝોનરની ફિલ્મ ‘જિગરા’ લઈને આવી રહી છે. ત્યારે, સૂત્રોએ જણાવ્યું કે, બદલાથી વધારે આ રેસ્ક્યુ મિશન અને જેલ બ્રેક વાળી ફિલ્મ છે.મોટાભાગની ફિલ્મોમાં બહેન ગુંડાઓ વચ્ચે ફસાય છે અને ભાઈ બચાવવા આવે છે પરંતુ અહીં મામલો અલગ છે. આ મુશ્કેલીમાં એક ભાઈ છે, જેને બચાવવા બહેન દેશની સરહદો પાર કરે છે. વાસન બાલા આ ફિલ્મના ડાયરેક્ટર છે. વાસન ૫૨ જૂની ફિલ્મો અને તેના કેરેક્ટરની જબરી અસર રહી છે. જે તેની સિનેમેટોગ્રાફીમાં પણ છલકાય છે.જેમ કે રાજકુમાર રાવ સાથેની તેની અગાઉની ફિલ્મ ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’ આ ટાઈટલ 1971માં આવેલી ‘કારવાં’ના ગીત ૫૨થી લેવામાં આવ્યું હતું.‘જિગરા’નો સંબંધ પણ આમ જ મહેશ ભટ્ટની એક જૂની ફિલ્મ સાથે છે,જેને ક્યારેક કરણ જોહરના પિતા યશ જોહરે ધર્મા પ્રોડક્શન માટે બનાવી હતી.દેબાશીષ ઈગબમ સાથે મળીને વાસન બાલાએ આનો સ્ક્રીનપ્લે લખ્યો છે.

યશ જોહ૨વાળી ફિલ્મનું નામ ‘ગુમરાહ’ હતું. તેમાં સંજય દત્ત, શ્રીદેવી અને અનુપમ ખેર લીડ રોલમાં
હતાં. ત્યારે, સંજયનું કેરેક્ટર જાપાનની જેલમાંથી શ્રીદેવીને પાછી લાવે છે. અહીં વાસને તેને પોતાની
રીતે અપડેટ કરી છે. અહીં આલિયાનું કેરેક્ટર પોતાના ભાઈને છોડાવા સાઉથ ઈસ્ટ એશિયા જાય છે. વાસને આનો સ્ક્રીનપ્લે દેબાશીષ ઈરેંગમ સાથે મળીને લખ્યો છે, જે સોની ટીવી પર ફેમસ સીરિયલ ‘સીઆઈડી’, ‘આહટ’, ‘અદાલત’ જેવી સીરિયલ લાંબા સમય સુધી લખતા રહ્યાં છે.’

સમગ્ર ફિલ્મ 75 દિવસમાં મુંબઈથી દક્ષિણ એશિયાઈ દેશોમાં શૂટ કરવામાં આવી હતી, આલિયાએ 60 દિવસની તારીખો આપી હતી.વાસને મૂળભૂત રીતે ભાઈ-બહેનના સંબંધોની વાર્તાને ‘જિગરા’નો આકાર આપ્યો છે. આખી ફિલ્મ 75 દિવસ સુધી શૂટ કરવામાં આવી હતી. આલિયાએ તેના માટે, 60 દિવસની ડેટ્સ
આપી હતી. આ ફિલ્મ મુંબઈથી દક્ષિણ એશિયાઈ દેશોની સફર કરે છે. જો કે, મેકર્સે કોઈ ચોક્કસ દેશના નામનો ઉપયોગ કર્યો નથી.જો કે ત્યાંના રહેવાસીઓની કદકાઠી અને નૈન નક્શ જે પ્રમાણે હોય છે,તે પ્રમાણેના કલાકારોની પસંદગી ભારતમાં રહેતા ઈમિગ્રન્ટ્સમાંથી કરવામાં આવી હતી. તેઓ ભારતીય છે પરંતુ, તેમના પૂર્વજો તે દેશના હતાં. હાલમાં મેકર્સે તે દેશોના નામ જાહેર કર્યા નથી.’વેધંગરૈનાનું કાસ્ટિંગ આલિયાની ફિલ્મ સાથે જોડાયાના 6 મહિના બાદથયુંહતું.આ ફિલ્મ માટે સૌથી પહેલાં આલિયાને કાસ્ટ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘આલિયાને વાર્તા ગમી તેથી તે પ્રોડ્યુસર તરીકે તેમાં જોડાવવા રાજી થઈ ગઈ.6 મહિના પછી વેદાંગનું કાસ્ટિંગ કરાયું. આલિયાના ભાઈ તરીકે, એક કલાકારની શોધ કરવામાં આવી રહી હતી જે, આલિયાના કદ-કાઠી સાથે મેચ થઈ શકતો હોય. તે દિવસોમાં,મેકર્સને ઇન્ડસ્ટ્રીમાં વેદાંગ રૈના વિશે ઘણી ચર્ચાઓ સાંભળવા મળી હતી. યોગાનુયોગ તે જ સમયગાળામાં આવેલી વેદાંગની ફિલ્મ ‘આર્ચીઝ’માં તેના કામની પણ ખૂબ પ્રશંસા થઈ હતી.આથી ‘જિગરા’માં પણ વેદાંગનું કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. અલબત્ત, વેદાંગ સિવાય,આલિયાના ઓપોઝિટ તરીકે કેટલાક સ્ટારકિડ્સ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,પરંતુ વેદાંગના નામ પર જ અંતિમ મહોર લગાવવામાં આવી હતી.’

આલિયાનું કેરેક્ટર સાઉથ ઈસ્ટ એશિયાની પોલીસ સાથે સંતાકૂકડીની રમત રમતું જોવા મળશે વેદાંગની આ બીજી ફિલ્મ છે. તેણે આ ફિલ્મમાં ગીત પણ ગાયું છે. વેદાંગે ટીઝરમાં ‘એક હજારો મેં પ્યારી બેહના હૈ’ ગીતને અવાજ આપ્યો છે. આલિયાએ પણ ફિલ્મમાં ગીત ગાયું છે. અહીં ચોક્કસપણે જેલ બ્રેક પ્લોટ છે. આલિયાનું કેરેક્ટર બીજા દેશમાં જાય છે અને ખતરનાક દુશ્મનોનો સામનો કરે છે.પરંતુ વાસને એક્શનને હવા હવાઈ જેવું નથી બનવા દીધુ.અહીં ફિઝિકલ એક્શનના બદલે આલિયાનું કેરેક્ટર માનસિક
એક્શન કરશે.જેમ કે ‘દ્રશ્યમ’માં અજયના કેરેક્ટરની વાત હતી જે તેની શાતિર બુદ્ધિથી સામે વાળાઓનો નાશ કરે છે.‘દ્રશ્યમ’માં પણ કાયદા સાથે સંતાકૂકડી હતી. અહીં પણ આમ જ કેટ એન્ડ માઉસ ચેઝ વાળી ગેમ આલિયાના કેરેક્ટર અને સાફથ ઈસ્ટ એશિયાની પોલીસ વચ્ચે જોવા મળશે.’

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વેલેન્ટાઈન ડે : પ્રેમનો અર્થ ફક્ત રોમાંચ નહીં, પરંતુ ત્યાગ અને સમર્પણ

विश्व आत्महत्या निवारण दिवस पर, आइए हम अपने जीवन और दूसरों के जीवन को प्रेम, सेवा और मुस्कान से भर दें।- आसिषभाई व्यास

વલસાડ જિલ્લામાં કિશોર વયના વિદ્યાર્થીઓનાં આપઘાતનો સંકટ: જવાબદાર કોણ ?

પ્રફુલભાઈ શુક્લની કેનેડા કથાયાત્રા સંપન્ન: વિદેશી ધરતી પર સનાતન ધર્મના જયઘોષ સાથે સમગ્ર યાત્રા સમાપ્ત !

આજના યુવાનોમાં ઊંડાવી પડતી સામાજિક સમસ્યાઓ: આપઘાત જેવી ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં એક વિચારોનું વિશ્લેષણ

રેઇનબો વોરિયર્સ ધરમપુરના સ્થાપના દિવસે 55મો રક્તદાન કેમ્પ યોજાયો: 61 યુનિટ રક્તસંગ્રહ સાથે સમાજસેવાનો અનોખો ઉદ્દેશ સાકાર !

error: Content is protected !!