
મેષ : આપના અગત્યના કમનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. મિલન-મુલાકાત થઈ શકે.
વૃષભ : કોર્ટ-કચેરીના કામમાં, રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
મિથુન : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક થાય. સંતાનના સાથ-સહકારથી કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામ થાય.
કર્ક : દિવસના પ્રારંભથી આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. સગા-સંબંધી-મિત્રવર્ગ-ઘર-પરિવારના કામ રહે.
સિંહ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. આનંદ રહે.
કન્યા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.
તુલા : આપના કામની સાથે અન્ય કામકાજમાં વ્યસ્ત રહેવાનું થાય. મહત્વના કામકાજનો ઉકેલ આવતાં આનંદ અનુભવો.
વૃશ્ચિક : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગ-મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
ધન : આપની બુધ્ધિ-અનુભવ-આવડત-મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
મકર : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય. નહીં. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
કુંભ : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર વર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહો.
મીન : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારી કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. બેંકના, વીમા કંપનીના કામ થઈ શકે.
Ad..












