પરીક્ષાની તૈયારી વખતે અઘરા વિષય યાદ રાખવામાં તકલીફ પડતી હોય તો આટલું કરજો !

On: December 15, 2024 9:03 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પરીક્ષાની વાત આવે એટલે દરેક ઉમેદવારને કોઈને કોઈ અઘરા વિષયની ડર સતાવવા લાગે છે. તેમાં પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સમયે તો કોઈપણ વિષયના અભ્યાસમાં કચાશ રાખી નથી શકાતી. એવા સમયે અઘરા વિષયનો અભ્યાસક્રમ મોઢે કરવા તમારે એક ચોક્કસ પદ્ધતિનું પાલન કરવું પડે છે. પદ્ધતિસર અભ્યાસનો એક અન્ય ફાયદો એ પણ કે તમને વસ્તુ બરાબ૨ યાદ રહી જાય છે અને તે જીવનભર કામ લાગે છે. માટે જ્યારે પણ પરીક્ષાની તૈયારી વખતે કોઈ વિષય અઘરો લાગે તો આટલું કરજો…
વિષયનો હેતુ સમજો અને માળખુ તૈયાર કરો
દુનિયાના દરેક વિષયને કોઈ હેતુ સાથે તૈયાર કરવામાં આવ્યો છે. માટે સૌપ્રથમ એ વિષય શું કરવા મહત્વપૂર્ણ છે તે સમજવાનો પ્રયાસ કરો. હેતુ સમજવાથી તમને પ્રેરણા અને દિશા મળે છે માટે જ કોઈપણ કાર્યનો હેતુ સમજાય જાય એટલે તેમાં સફળતાની શક્યતા પણ વધી જાય છે. એકવાર હેતુ સમજાવા લાગે એટલે એ વિષયના અભ્યાસનું એક માળખું તૈયાર કરી લો. જેમાં એ વિષયના કેટલા ટોપિક છે, તેના કેટલા સબ ટોપિક છે વગેરેનો એક નકશો તૈયાર કરી લેવો જોઈયે. જેથી કરીને તમે જ્યારે વાંચવા બેસો ત્યારે એ અઘરા વિષય પર તમારે કેટલું કામ કરવું પડે એમ છે તેનો ચોક્કસ અંદાજો લગાડી શકાય.
વિષયને વિભાજીત કરી વાંચવાનું રાખો અને વિષયના મૂળભૂત સિદ્ધાંતોને સમજો
કોઈપણ અભ્યાસક્રમને ખૂબ મોટો ગણવાની ભૂલ ક્યારેય ન કરવી.તેના કરતાં એ અભ્યાસક્રમને નાના ટુકડાઓમાં વિભાજીત કરી નાખો.આવુ કરવાથી એક તો તમારા મગજને નિરાંત લાગશે અને તમારી માથે એકસાથે ઘણું બધુ વાંચવાનો બોજો નહિ આવે. અભ્યાસ દરમિયાન વિષયના મૂળભૂત સિદ્ધાંતને સમજો અતિ આવશ્યક હોય છે. ઉદાહરણ તરીકે, બીજગણિત એ કેલ્ક્યુલસની કરોડરજ્જુ છે માટે પાછળથી પરીક્ષાની તૈયારીમાં સંઘર્ષ ટાળવા માટે પહેલા તેને સંપૂર્ણપણે યાદ કરી
લો. કોઈપણ વિષયના મૂળભૂત સિદ્ધાંત સામાન્ય જીવનમાં પણ કામ લાગે છે અને તેનાથી ઘણો ફાયદો પણ થાય છે. માટે તેને યાદ કરવામાં વધુ મહેનત કરવાનું રાખો.
શક્ય હોય એટલા વિઝ્યુઅલ ટૂલ્સનો ઉપયોગ કરો

વિઝ્યુઅલ ટૂલ્સ એટલે કે રેખાચિત્રો, નકશા, વિડિયો, ફોટો વગેરે જેવી વસ્તુઓ જેને જોઈને સ૨ળતાથી યાદ રાખી શકાય. આકૃતિઓ ફ્લોચાર્ટ અને ગ્રાફ જેવા વિઝ્યુઅલ ટૂલ્સ કોઈપણ અઘરા વિષયોને સરળ બનાવવા માટેનો સૌથી સારો રસ્તો છે. દાખલા તરીકે, પાચન તંત્રનો ફ્લોચાર્ટ દોરેલો હોય તો તે લાંબા લખાણની સરખામણીએ પ્રક્રિયાઓના ક્રમને
સમજવું સરળ બનાવે છે. હવે તો આ બધું વિઝ્યુઅલ ટૂલ્સ થકી સમજવા માટે યુટ્યુબની સુવિધા પણ ઉપલબ્ધ છે. યુટ્યુબ અને ઘણી શૈક્ષણિક વેબસાઇટ્સ અઘરા વિષય સમજવા એનિમેશન અને વિડિયોની સુવિધા આપે છે. જેમ નજરે નિહાળેલો કોઈપણ ઘટનાક્રમ સરખી રીતે યાદ રહી જાય છે, તેમ જ જોઈએ શીખેલી બાબત લાંબા ગાળા સુધી યાદ રાખી શકાય છે.
વિષયને વાસ્તવિક ઉદાહરણ સાથે જોડવાનો પ્રયાસ કરો
ભણતરમાં જેટલી વાસ્તવિકતાનો અનુભવ થશે એટલી જ વાંચવાની મજા આવશે. માટે તમે જે ભણી રહ્યા છો તેને વાસ્તવિક જીવન સાથે
જોડવાનો પ્રયાસ કરો. દાખલા તરીકે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરો છો તો જ્યારે બ્રેક લગાવવામાં આવે ત્યારે ચાલતી કાર તો અટકે છે પરંતુ મુસાફરો આગળની તરફ કેમ ધકેલાય છે એના વિશે વિચારો, અવકાશ
વિશે અભ્યાસ કરતા હોવો તો રાતના સમયે આકાશમાં ચંદ્રમા સિવાય શું દેખાય છે તેવું અવલોકન કરો વગેરે.
સક્રિય શિક્ષણ પદ્ધતિ અપનાવો
શિક્ષણ તમારી સમજણને વધુ સરળ અને સ્પષ્ટ કરે છે. માટે તમે જે વાંચ્યું છે તેની ચર્ચા તમારા કોઈ મિત્ર સાથે કરો અથવા કાલ્પનિક વર્ગમાં તમે શિક્ષક હોવ એ રીતે એ વિષય સમજાવવાનો પ્રયાસ કરો. આવુ કરવાથી એક તો તમે કેટલું વાંચ્યું છે અને તેમને કેટલું યાદ છે તે વચ્ચેનું અંતર સમજાશે, ઉપરાંત જેમ જેમ તમારું વાંચન સુધરતું જશે તેમ તમારો આત્મવિશ્વાસ વધશે. આ ઉપરાંત નિયમિત પ્રેક્ટિસ કરવાનું રાખો. રોજિંદા ધો૨ણે જેટલું વાચ્યું હોય એટલાની પ્રેક્ટિસ કરો, જેથી કરીને અતમાં બધું એકસાથે ભેગુ ન થાય.
ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું રાખો
આજના આ આધુનિક યુગમાં ઘણી એવી શૈક્ષણિક વેબસાઈટ છે જે તમને અભ્યાસક્રમ નાના ટુકડામાં સમજાય એ રીતે વિભાજીત કરી આપે છે.ખાન એકેડેમી, Coursera, EdX વગેરે તેના કેટલાક ઉદાહરણ છે. આ પ્રકારની વેબસાઈટ પર તમને ચોક્કસ વિષયની તૈયારી કઈ રીતે કરવી તેનો સ્ટેપ બાય સ્ટેપ રોડમેપ પણ મળી જાય છે. એ સિવાય હવે તો ઘણા ઈન્ટરેક્ટિવ એપ્સ પણ ઉપલ્બધ છે. જે તમને યાદ કરવામાં મદદરૂપ તો થાય જ છે, પણ સાથે જ તમને કેટલું યાદ રહ્યું તે વિશે રિયલ ટાઈમ અપડેટ પણ પૂરા પાડે છે. Quizlet, Duolingo, Evernote વગેરે તેના કેટલાક ઉદાહરણ છે.આ સિવાય પણ તમે અમુક બાબતોનું ધ્યાન રાખી શકો છો.સામૂહિઅભ્યાસ તેમનો એક સારો રસ્તો છે. સારા શૈક્ષણિક જૂથ સાથે જોડાઈ અભ્યાસ કરવાનું રાખો. આવુ કરવાથી તમને બે વાતો નવી શીખવા પણ મળશે. ઉપરાંત જરૂર પડ્યે એક કરતા વધુ વખત પૂછવામાં ખચકાટ ન રાખવો. અઘરા વિષય સમજવામાં દરેકને જુદો જુદો સમય લાગતો હોય છે, માટે જરૂરી લાગે તો નિશ્ચિંત થઈ પૂછી લેવું. સાથે જ નિયમિત ધોરણે તમે શું શીખ્યા છો તેનુ સ્વ-પરીક્ષણ કરવાનું રાખો.

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!