મોટાપોંઢા ગાંધી આશ્રમમાં મહાવીર બાપુના 50 વર્ષના સન્યાસ પ્રસંગે અનાજ કિટ વિતરણ કાર્યક્રમ !

On: December 31, 2024 3:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મોટાપોંઢા ગામે આવેલા ગાંધી આશ્રમ ખાતે મહાવીર બાપુના 50 વર્ષના સન્યાસ પૂર્ણ થવાના પ્રસંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસર પર ગરીબ અને વિધવા બહેનોને 250 અનાજ કિટ વિતરણ કરવામાં આવી હતી, જે સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

આ કાર્યક્રમમાં ગાંધી આશ્રમ વિજ્ઞાનસ્વામી ,સન્યાસીઓ, આશ્રમના સભ્યો, અને સ્થાનિક ગિરિશભાઇ પટેલ ગ્રામજનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. મહાવીર બાપુએ તેમના આદર્શ જીવન દ્વારા લોકોને સનાતન ધર્મના મૂલ્યો અને સેવા પ્રત્યે પ્રેરિત કર્યા છે. 50 વર્ષનો સન્યાસ તેમના જીવનના ત્યાગ, ધર્મ અને સેવા માટેની અડગ પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.
મહાવીર બાપુ જેમાં તેમણે જીંદગીમાં કરુણાની મહત્તા અને દુર્બળ વર્ગના લોકો માટે સહાય પૂરી પાડવાના મહત્વનું યોગદાન રહ્યું હતું.

Ad.

ગાંધી આશ્રમ વિજ્ઞાનસ્વામી જણાવ્યું કે, “આ અનુષ્ઠાન માત્ર બાપુની જીવનયાત્રા સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે.” અનાજ કિટ વિતરણમાં ચોખા, દાળ, ઘઉં, તેલ, અને જરૂરી મસાલા સામગ્રી સામેલ હતી, જે ઘરેલું જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઉપયોગી થશે.

આ પ્રસંગે ગામના મોટી સંખ્યામાં લોકોના હાજર રહેવાના કારણે એકતા અને માનવતાની ભાવનાનું ઉદાહરણ જોવા મળ્યું. વિતરણ માટેનું આયોજન સુસજ્જ રીતે કરવામાં આવ્યું હતું અને સ્વયંસેવકોએ ખૂબ જ પરિશ્રમથી કામ કર્યું.

આ કાર્યક્રમ આ અનોખી પહેલ ગામના લોકોએ ખૂબ જ બિરદાવી હતી અને બાપુના આ કાર્યને આખા સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી હતી.

આ પ્રસંગે “જય જિનેન્દ્ર”ના સૂત્રો વચ્ચે સમાજે ધર્મ અને સેવાભાવના પ્રત્યે પોતાનું સમર્પણ દર્શાવ્યું.

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ધરમપુરના ઓઝરપાડામાં વડીલોના ચરિત્રની ઝાંખી કરાવતુ ” આમણે બાહાયો વડલો ‘ પુસ્તકનું વિમોચન કરાયુ

“ડાંગમાં પૂરગ્રસ્તો સહાયે ધરમપુરના શિક્ષકો આગળ આવ્યા, Rainbow Warrior’s ગ્રુપે રાશન કીટો–તાડપત્રી વિતરણ કરી માનવસેવા કરી”

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

error: Content is protected !!