ગુજરાતમાં રબારી સમાજમાંથી કુરિવાજો દૂર કરવા ઘડાયેલું નવું બંધારણ આજથી લાગુ, જાણો શું-શું નવા નિયમો બનાવાયા !

On: January 15, 2025 10:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગુજરાતમાં સમાજમાં કુરિવાજો દૂર કરવા માટે રબારી સમાજ બંધારણ પરિષદ, અમદાવાદ દ્વારા નવા નિયમો આજે બુધવારથી (15 જાન્યુઆરી, 2025) અમલમાં મુકવામાં આવ્યા છે. જેમાં પહેરામણી, સગાઈ, સીમંત, લગ્ન પ્રસંગ, મોબાઈલમાં મુકાતા સ્ટેટ્સ સહિતના વિષયોને આવરી લેવામાં આવ્યા છે.

સમાજમાં કુરિવાજો દૂર કરવા લાગુ કરાયા ચોક્કસ નિયમો

અમદાવાદમાં રબારી સમાજ બંધારણ પરિષદ દ્વારા સમાજમાં કુરિવાજો દૂર કરવાના નવા નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે. લાગુ કરાયેલા નવા નિયમોમાં સગાઈ, લગ્ન, સીમંત સહિતના અનેક પ્રસંગોને ધ્યાનમાં રાખીને સમાજ માટે ચોક્કસ નિયમો લાગુ કરાયા છે. જેમાં બેફામ પહેરામણીને કંટ્રોલમાં કરવા માટે બંધ કવરની પ્રથા શરૂ કરી છે.

પ્રી-વેડિંગ, ડી.જે, મોબાઈલમાં મુકાતા સ્ટેટ્સ સહિત પર પ્રતિબંધ

લગ્ન પ્રસંગમાં લાઈવ ડી.જે. ગરબા, લગ્ન ગીતો, કલાકાર, બેન્ડબાજા સદંતર બંધ રહેશે. આ ઉપરાંત, મોબાઈલમાં સ્ટેટ્સ ન મુકવા, પ્રી-વેડિંગ, પાર્ટી સહિત પર પ્રતિબંધ મુકાયો છે. જ્યારે લગ્નમાં ફક્ત 5 થી 7 તોલા સોનું આપવું, વર-વધુનો ચાંદલો 5 થી 10 લોકોની મર્યાદિત સંખ્યામાં લઈ જવો સહિતના નિયમોનો સમાવેશ કરાયો છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!