
રાજકોટ-જામનગર હાઈ-વે પર પડધરી પોલીસે દસ બાઈક અને ર ફોર વ્હીલર કબજે કર્યા, પ૦ જેટલા પોલીસ સ્ટાફે હાઈ-વે પર ગોઠવાઈ કાર્યવાહી કરી.
રાજકોટ-જામનગર હાઈ-વે પર ધૂમ સ્ટાઈલથી વાહનો ચલાવી રેસીંગ સાથે જોખમી સ્ટંટ કરતા ર૪ શખ્સોને પડધરી પોલીસે ઝડપી લઈ દસ બાઈક અને બે ફોર વ્હીલર કબજે કરી હતી. તમામ સામે બીએનએસની કલમ ર૮૧ અને એમવી એકટની કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી કરી હતી.
પડધરીના પોલીસ ઈન્સ્પેકટર એસ. એન. પરમારને એવી ચોકકસ માહિતી મળી હતી કે અમુક શખ્સો રાજકોટથી જામનગર વચ્ચે રેસીંગ માટે નીકળ્યા છે. જેથી તત્કાળ પડધરી પોલીસના તમામ સ્ટાફને સાથે લીધો હતો. આ ઉપરાંત એલસીબીની ટીમો પણ બોલાવી લીધી હતી. આ રીતે અંદાજે પ૦ જેટલા પોલીસના માણસો અને અધિકારીઓએ રાજકોટ- જામનગર હાઈ-વે પર વોચ ગોઠવી હતી.
બાતમી મુજબ એક સાથે જ દસ બાઈક અને બે ફોર વ્હીલર ઉપર ર૪ શખ્સો નીકળ્યા હતા. આ તમામ શખ્સો ધૂમ સ્ટાઈલથી વાહનો ચલાવવાની સાથે બાઈક ઉપર સૂઈ જઈ જોખમી સ્ટંટ પણ કરતા હતા. આ તમામ શખ્સો ફૂલ સ્પીડમાં વાહનો ચલાવતા હોવાથી તેમને પણ કોઈ નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખી પોલીસે તમામને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા શખ્સોમાં જીશાન હુશેનભાઈ ઈશાણી (રહે. બેડેશ્વર-જામનગર)
, આઝાદ રઝાકભાઈ શમા (રહે. ખોડિયાર કોલોની, વામ્બે આવાસ યોજનાના કવાર્ટર, રાજકોટ), મહમંંદહુશેન અલ્તાફભાઈ બાઘડા (રહે. ખોડિયાર કોલોની, જામનગર), રામકુ ટીશાભાઈ કેરાળીયા (રહે. ભગવતીપરા શેરી નં.૧, રાજકોટ), શાહબાઝ ઈબ્રાહીમભાઈ સેતા (રહે. શાસ્ત્રીનગર, જામનગર), મહમંદહુશેન મજીદભાઈ ભુંગરાણી (રહે. નુર ફળી, જામનગર), સંજય મેરૃભાઈ જોરા (રહે. કોઠારીયા મેઈન રોડ, ગુજરાત હાઉસીંગ સોસાયટી, રાજકોટ), દર્શીત મહેન્દ્રભાઈ ચોટલીયા (રહે. બાલાજી પાર્ક-૧, કોઠારીયા રોડ, રાજકોટ), કૃણાલ મેઘજીભાઈ મારૃ (રહે. સડક પીપળીયા, તા. ગોંડલા), વાહીદ સલીમભાઈ શેખ (રહે. ભગવતી સોસાયટી, દૂધસાગર રોડ, રાજકોટ), અજય પ્રવિણભાઈ ચુડાસમા (રહે. ગંજીવાડા મેઈન રોડ, રાજકોટ), હુશેન ઉર્ફે એમદ આરીફભાઈ તમીમી (રહે. ખંઢેરીયા શેરી, ગોંડલ), સાહીલ યુનુશભાઈ નોતીયાર (રહે. જૂના ઉપલેટા રોડ, ધોરાજી), સમીર શરીફભાઈ ઠેબા (રહે.ભગવતપરા, ગોંડલ), અશનાદ હમીદભાઈ મીયાવા (રહે. રાજીવનગર શેરી નં.૧ર, રાજકોટ), ફલક મહંમદબીન મુરીમા (રહે. મોચીનગર-૧, રાજકોટ), ફહીમ ઈરફાનભાઈ મુરીમા (રહે. રવિ પાર્ક, શેરી નં.૪, જામનગર), શકિલ મહંમદભાઈ વજુગરા (રહે. ભગવતપરા શેરી નં.૧૧, ગોંડલ), ક્રિશ હરેશભાઈ સોલંકી (રહે. બજરંગવાડી શેરી નં.૯, રાજકોટ), શાહીલ અસલમભાઈ ધંધુકીયા (રહે. ભગવતી સોસાયટી, દૂધસાગર રોડ, રાજકોટ), મઝીદ રહીમભાઈ સાંધ (રહે. ભગવતી સોસાયટી, દૂધસાગર રોડ રાજકોટ), સાનીશ હનિફભાઈ બાનાણી (રહે. હા.બોર્ડના કવાર્ટર, દૂધસાગર રોડ, રાજકોટ), વિરાજ સંજયભાઈ મકવાણા (રહે. હા. બોર્ડના કવાર્ટર, રાજકોટ) અને યશ લેખરાજભાઈ શર્મા (રહે. હા.બોર્ડના કવાર્ટર, રાજકોટ)નો સમાવેશ થાય છે.






