ગફુર ચાચા: સમાજસેવા અને શિક્ષણના અગ્રણી યોદ્ધા !

On: April 2, 2025 9:06 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સેવા એજ પરમો ધર્મ! આ મૂલ્યને જીવનમાં ઉતારીને અનેક જરૂરિયાતમંદ લોકોના જીવનમાં આશાની કિરણ પ્રગટ કરનારા ગફુરભાઈ બિલખિયા, કે જેઓ ‘ગફુર ચાચા’ તરીકે પ્રસિદ્ધ છે, વર્ષોથી સમાજસેવામાં અવિરત પ્રયત્નો કરી રહ્યા છે. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં, ખાસ કરીને વલસાડ જિલ્લામાં, ગફુરભાઈ બિલખિયા, કપિલ સ્વામીજી અને કેશવપુરાણી સ્વામીજીની ત્રિવેણી સેવાની પ્રવાહે હજારો બાળકોને શિક્ષણ અને નોકરી દ્વારા જીવનને નવી દિશા આપી છે.

ગફુરભાઈ બિલખિયા: ઉદ્યોગપતિથી સમાજસેવક સુધીની યાત્રા

ગફુરભાઈ બિલખિયા માત્ર એક સફળ ઉદ્યોગપતિ નથી, પરંતુ તેઓ પ્રખર ગાંધીવાદી અને સમર્પિત સમાજસેવક પણ છે. તેઓએ ઉદ્યોગની સાથે સાથે પોતાના જીવનનો મોટો હિસ્સો સામાજિક સુધારણા અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણના વિકાસ માટે ફાળવ્યો છે. તેમના સેવાકાર્યને માન્યતા આપતા ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ એવોર્ડથી નવાજ્યા છે.

ગાંધીવાદી વિચારોથી પ્રેરિત જીવન:

ગફુરભાઈ બિલખિયા શરૂઆતથી જ ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતો પ્રત્યે આકર્ષિત રહ્યા. તેઓ અનેક પ્રખ્યાત ગાંધીવાદીઓના સંપર્કમાં આવ્યા અને તેમના માર્ગદર્શનમાં સમાજસેવામાં જોડાયા. ગાંધીજીના “સર્વોદય” ના સિદ્ધાંતને તેઓએ પોતાના જીવનનો આધાર બનાવ્યો, જેના દ્વારા આખા સમાજના કલ્યાણ માટે કામ કરવું તેમનો લક્ષ્ય બની ગયું.

શિક્ષણ ક્ષેત્રે અનોખું યોગદાન

ગફુર ચાચા માનતા હતા કે શિક્ષણ એજ સમાજમાં પરિવર્તન લાવી શકે છે. આ માન્યતાને આધારે, તેમણે અનેક આદિવાસી અને ગરીબ પરિવારના બાળકોને શિક્ષણ આપવા માટે મહત્વપૂર્ણ પ્રયત્નો કર્યા. તેમના પ્રયાસોથી અસંખ્ય બાળકો એ સારા શિક્ષણ સાથે નોકરી અને રોજગાર મેળવી પોતાના અને પોતાના પરિવારના ભવિષ્યને સુરક્ષિત બનાવ્યું છે.

તેમણે “માં ફાઉન્ડેશન” ની સ્થાપના કરી, જે આજે માત્ર સમાજસેવા નહીં પણ શિક્ષણ ક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ કાર્યો કરી રહ્યું છે. આ ફાઉન્ડેશન દ્વારા બાળકોને શૈક્ષણિક સહાય, હોસ્ટેલ સુવિધા, તેમજ સ્કોલરશીપ આપવામાં આવે છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં, જ્યાં શિક્ષણ મેળવવાનું સપનું પૂરું કરવું મુશ્કેલ બને છે, ત્યાં ગફુર ચાચાની સેવામાં પડકારરૂપ બની રહી છે.

ગફુરભાઈ બિલખિયાની ઉદ્યોગસર્જન અને સમાજસેવા

ઉદ્યોગસર્જન અને સમાજસેવાના સમતોલ માળખામાં, ગફુરભાઈએ તેમના કારોબાર સાથે સમાજસેવા માટે વિશેષ ફાળવણી કરી. તેમની સંસ્થાઓ રોજગારી પૂરી પાડવાની સાથે સમાજમાં નિસ્વાર્થ સેવા આપે છે. તેમના પુત્રો હવે તેમના ઔદ્યોગિક વારસાને સંભાળી રહ્યા છે, જેથી ગફુરભાઈ સંપૂર્ણપણે સામાજિક અને શૈક્ષણિક સેવાઓમાં પોતાનું યોગદાન આપી શકે.

વલસાડમાં ‘ગફુર ચાચા’ તરીકે ઓળખ

વલસાડ જિલ્લાની સમાજસેવા અને શિક્ષણક્ષેત્રે તેમના પ્રભાવી પ્રદાનને કારણે, ગફુરભાઈ બિલખિયાને પ્રેમથી ‘ગફુર ચાચા’ તરીકે ઓળખવામાં આવે છે. તેમના સેવાકાર્ય માત્ર શિક્ષણ પૂરતું સીમિત નથી, તેઓ આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને રોજગારી વધારવાના પ્રયાસો પણ કરી રહ્યા છે.

સેવા એજ પરમો ધર્મ: સમાજ માટે આશીર્વાદરૂપ વ્યક્તિત્વ

ગફુરભાઈ બિલખિયા જેવા મહાન વ્યક્તિત્વો સમાજ માટે આશીર્વાદરૂપ છે. તેમનું જીવન અને કાર્ય એ સાબિત કરે છે કે એક વ્યક્તિ પોતાનું જીવન કેવી રીતે સમાજસેવામાં સમર્પિત કરી શકે અને હજારો લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે. તેઓના કાર્યને નમન!

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વેલેન્ટાઈન ડે : પ્રેમનો અર્થ ફક્ત રોમાંચ નહીં, પરંતુ ત્યાગ અને સમર્પણ

विश्व आत्महत्या निवारण दिवस पर, आइए हम अपने जीवन और दूसरों के जीवन को प्रेम, सेवा और मुस्कान से भर दें।- आसिषभाई व्यास

વલસાડ જિલ્લામાં કિશોર વયના વિદ્યાર્થીઓનાં આપઘાતનો સંકટ: જવાબદાર કોણ ?

પ્રફુલભાઈ શુક્લની કેનેડા કથાયાત્રા સંપન્ન: વિદેશી ધરતી પર સનાતન ધર્મના જયઘોષ સાથે સમગ્ર યાત્રા સમાપ્ત !

આજના યુવાનોમાં ઊંડાવી પડતી સામાજિક સમસ્યાઓ: આપઘાત જેવી ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં એક વિચારોનું વિશ્લેષણ

રેઇનબો વોરિયર્સ ધરમપુરના સ્થાપના દિવસે 55મો રક્તદાન કેમ્પ યોજાયો: 61 યુનિટ રક્તસંગ્રહ સાથે સમાજસેવાનો અનોખો ઉદ્દેશ સાકાર !

error: Content is protected !!