કડવું પણ સત્ય : ધર્મના સાચા અર્થને ભૂલી ગયાં છીએ. ધર્મનો મૂળ સાર પરમાર્થ છે. બીજાની સેવા કરવી, જરૂરિયાતમંદોની મદદ કરવી અને માનવતા જીવંત રાખવી.

On: April 29, 2025 4:56 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આજનો ધર્મ: મંદિરમાં નહિ, સમાજમાં જીવાતો ધર્મ

ધર્મ – એ માત્ર મંત્રોનો જપ કે મંદિરમાં પૂજા-અર્ચના પૂરતો વિષય નથી. ધર્મ એ એક જીવનપદ્ધતિ છે, જે માનવતા, સેવા, કરુણા અને પરમાર્થ જેવા મૂલ્યો પર આધારિત છે. આપણા શાસ્ત્રો સ્પષ્ટપણે કહે છે કે જો કોઈ માણસ પરમાર્થ ના કરે, જરૂરિયાતમંદોની ભળતી સેવા ન કરે, તો ભગવાન પણ તેની પૂજા સ્વીકારતા નથી.

વિચાર કરો, આજના સમયમાં આપણા ગામડાઓ કે નગરોમાં કેટલાય મંદિરો બન્યા છે. દરેક મંદિરમાં લાખો રૂપિયાના નિર્માણખર્ચ, ધાતુની મૂર્તિઓ, શણગાર અને ભવ્યતા જોવા મળે છે. વર્ષભરમાં વિવિધ ધાર્મિક ઉત્સવો અને પ્રસંગોમાં કરોડો રૂપિયાનું દાન પણ થાય છે. આ બધું લોકો શ્રદ્ધાથી કરે છે, પણ સાથે એ પ્રશ્ન પણ ઊભો થાય છે – શું એ શ્રદ્ધા સાથે પરમાર્થ જોડાયેલો છે?

ગામડાંમાં નજર કરીએ તો ઘણી જગ્યાએ વૃદ્ધ દંપતિઓ પુત્રવધૂથી વિમુખ છે, ઘરમાં હોજા જેવા રહે છે. તેઓ દિવસભર એકાંતમાં બેઠા રહે છે અને બે વખત રોટલી મળે એ પણ સૌભાગ્ય ગણાય. જ્યારે મંદિરના પ્રસાદ માટે કરોડો ખર્ચ થાય છે, ત્યારે એ વૃદ્ધો માટે રોજના ખોરાક માટે પણ કોઈ વિચારતો નથી. શું આ માનવતાની દ્રષ્ટિએ યોગ્ય છે?

ધર્મનો મૂળ ભાવ છે ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ – બધાના સુખ માટે કાર્ય કરવું. જો આપણે આસપાસના લોકોના દુઃખ માટે અંધ રહીએ, તો ભગવાનની આરાધના પણ ખાલી ઔપચારિકતા બની જાય છે.

સાચો ધર્મ એ છે જે સમાજમાં જીવાય, સમાજ માટે જીવાય. જયારે કોઈ લાચાર વ્યક્તિને મદદ મળે, કોઈ વિદ્યાર્થીને પુસ્તક કે શિક્ષણ માટે સહાય મળે, કોઈ બીમાર વ્યક્તિ માટે દવા મળે – ત્યારે ધર્મ જીવંત બને છે.

ઘણા લોકોએ સમાજ સેવા માટે મોટી રકમ પણ આપેલી હોય છે. પરંતુ ઘણીવાર એ સેવા એવાં ક્ષેત્રોમાં જાય છે જ્યાં ખરેખર જરૂરિયાત નથી. ખાલી ધર્મસ્થળો ઊભા કરવાથી નહિ, પરંતુ એ ધર્મસ્થળો ધર્મપ્રેરિત સેવાઓ આપે – શિક્ષણ, આરોગ્ય, સામાજિક સમરસતા – ત્યારે એ ધર્મ સમૃદ્ધ બને છે.

ગામડાંમાં જો દર વર્ષે લાખો રૂપિયા ધાર્મિક પ્રસંગોમાં ખર્ચાય છે, તો એ પૈસામાંથી થોડો પણ ભાગ જરૂરિયાતમંદો માટે વહેંચાય – તો એ ગામમાં બદલાવ આવી શકે. જે વૃદ્ધો ભુલી ગયા છે, જે વિદ્યાર્થીઓ પૈસાની તંગીને લીધે અભ્યાસમાંથી બહાર પડી જાય છે – તેઓ માટે એ એક આશા બની શકે.

લાયબ્રેરી એક ખૂબ જ સારો ઉદાહરણ છે. ગામડાંમાં એક સારું વાંચનાલય બને, જેમાં ગરીબ પરિવારોના બાળકો માટે પુસ્તકો, ગાઇડલાઇન્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું માર્ગદર્શન ઉપલબ્ધ હોય – તો ધર્મનો અમલ એ રીતે પણ થઈ શકે છે.

એટલું જ નહીં, દરેક ગામમાં જરૂર હોય એવી સેવાઓ – જેમ કે આરોગ્ય કેમ્પ, રક્તદાન, વૃદ્ધાશ્રમોની મુલાકાત, અનાથ બાળકોએ રક્ષણ – આવી પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં દયાળુતા અને જવાબદારીનો ભાવ વિકસે.

આજની વધુ પડતી દેખાવશીલતા અને ઔપચારિકતાથી ભરેલી ધાર્મિકતા હવે નવી દિશાની માગ કરી રહી છે – એવી દિશા જ્યાં ધર્મની ઓળખ “ક્યાં સુધી નમસ્કાર કર્યાં” એથી નહિ, પણ “કેટલાં લોકોને મદદ મળી” એથી થાય.

ધર્મ એ નિષ્કપટતાથી જીવાતી ભાવના છે. તે ક્યારેય ગરીબ અને અમીર વચ્ચે ભેદભાવ નથી રાખતો. ભગવાનના દર્શન માટે લાઈનમાં ઊભા રહેલા ભક્તો કરતાં પણ વધુ મૂલ્ય ધરાવે એ ભક્ત, જે કોઈ અનાથ બાળકને મીઠો ભોજન કરાવે છે.

અત્યારનો યુગ એવું સ્પષ્ટ સંકેત આપે છે કે હવે સમય આવી ગયો છે ધર્મને ફરીથી સમજવાનો. મંત્રો બોલવા સાથે સાથોસાથ કોઈ દુઃખી માણસના દુઃખ પણ સાંભળવા શીખવો પડશે. મંદિરના ઘંટડા સાથે જીવનમાં સેવા અને કરુણાના તરંગો ઊભા કરવાના રહેશે.

અંતે એટલું જ – ભગવાન કોઈ એક જગ્યાએ નહિ વસે, ભગવાન ત્યાં વસે છે જ્યાં પ્રેમ છે, સહાનુભૂતિ છે, માનવીયતા છે.

આપણે બધા મળી ને એવા ધર્મનો જીર્ણોધાર કરીએ – જે મંદિરની બહાર પણ જીવંત હોય.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વેલેન્ટાઈન ડે : પ્રેમનો અર્થ ફક્ત રોમાંચ નહીં, પરંતુ ત્યાગ અને સમર્પણ

विश्व आत्महत्या निवारण दिवस पर, आइए हम अपने जीवन और दूसरों के जीवन को प्रेम, सेवा और मुस्कान से भर दें।- आसिषभाई व्यास

વલસાડ જિલ્લામાં કિશોર વયના વિદ્યાર્થીઓનાં આપઘાતનો સંકટ: જવાબદાર કોણ ?

પ્રફુલભાઈ શુક્લની કેનેડા કથાયાત્રા સંપન્ન: વિદેશી ધરતી પર સનાતન ધર્મના જયઘોષ સાથે સમગ્ર યાત્રા સમાપ્ત !

આજના યુવાનોમાં ઊંડાવી પડતી સામાજિક સમસ્યાઓ: આપઘાત જેવી ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં એક વિચારોનું વિશ્લેષણ

રેઇનબો વોરિયર્સ ધરમપુરના સ્થાપના દિવસે 55મો રક્તદાન કેમ્પ યોજાયો: 61 યુનિટ રક્તસંગ્રહ સાથે સમાજસેવાનો અનોખો ઉદ્દેશ સાકાર !

error: Content is protected !!