વિશ્વ પ્રેસ દિવસ નિમિત્તે, દેશના દરેક પત્રકારને અભિવાદન પાઠવું છું જેમણે સમય, સંજોગો કે દબાણની પરવા કર્યા વગર સત્યને આગળ લાવવાનો સંકલ્પ લીધો છે. – સતિષ પટેલ

On: May 3, 2025 4:55 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સતિષ પટેલ – સમભાવ સંદેશ (વિશ્વ પ્રેસ દિવસ – 2025)“મારી કલમ છે લોકશાહીનો ધ્વજ, અને મારો અવાજ છે સત્યનો સંગી.”

વિશ્વ પ્રેસ દિવસ નિમિત્તે, હું – સતિષ પટેલ – દેશના દરેક પત્રકારને અભિવાદન પાઠવું છું જેમણે સમય, સંજોગો કે દબાણની પરવા કર્યા વગર સત્યને આગળ લાવવાનો સંકલ્પ લીધો છે.પ્રેસ એ માત્ર સમાચાર આપતી યંત્રણા નથી, પણ તે દેશની ચેતના છે. પત્રકારત્વ એ છે – લોકશાહીનો ચોથો સ્તંભ, જનસામાન્યની ચિંતાનો પ્રવક્તા અને સત્તાને જવાબદાર બનાવતું સશક્ત સાધન. આજે જ્યારે ખોટી માહિતી, રુચિપ્રેરિત સમાચાર અને વ્યાવસાયિક દબાણો પત્રકારત્વના મૂળ મૂલ્યોને પડકાર આપે છે, ત્યારે ” સમભાવ સંદેશ ” નિષ્પક્ષતા અને સત્યનિષ્ઠાની સાથેજ આગળ વધવું એ સમયની માંગ છે.

સમાચાર આપવો એટલો જ મહત્વનો છે જેટલો “કેમ” અને “કેવી રીતે” આપવો.અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલા માટે જરૂરી છે કે સમાજને સાચું જાણવાનો હક છે. પ્રેસ એ સભ્ય સમાજનો આયનો છે – તો એમાં મુખોટા નહીં, પ્રતિબિંબ હોવો જોઈએ.આ દિવસ નિમિત્તે હું દરેક યુવા પત્રકારને અનુરોધ કરું છું કે, તેઓ ટૂંકા સમયમાં “વાયરલ થવું” કરતાં લાંબા ગાળાનો વિશ્વાસ જીતવા તરફ આગળ વધે. ટેક્નોલોજીનો ઉપયોગ કરો, પરંતુ મૂલ્યો સાથે. લોકોના પ્રશ્નો, ગામડાની અવાજ અને શોષિત વર્ગની લાગણીઓને પ્રાથમિકતા આપો.

વિશ્વ પ્રેસ દિવસ એ સત્તાવાળાઓને યાદ અપાવવાનો દિવસ છે કે પત્રકારો એ દુશ્મન નથી – તેઓ સત્યના દ્રષ્ટા છે.અને નાગરિકોને યાદ અપાવવાનો દિવસ છે કે તમારી જાણકારીનો આધાર પત્રકાર છે – તો તેને મજબૂત બનાવો, નહીં કે મૌન.અંતે, પત્રકારત્વના માર્ગે ચાલતા દરેક મિત્રોને મારા વંદન અને શુભકામનાઓ.

આ જ શુભ દિવસે અમે બધાએ મળીને સંકલ્પ લઈએ કે,“સત્ય બોલવું, નિષ્પક્ષ લખવું અને ન્યાય માટે લડવું – એ જ પત્રકારત્વની સાચી ઓળખ છે.” – સતિષ પટેલ


“આજના સમયમાં સાચું લખવું પણ હિંમતભર્યું કાર્ય બની ગયું છે. આવા સમયમાં પત્રકારોની સલામતી અને સ્વતંત્રતા માટે સઘન જાગૃતિ અને સહકાર જરૂરી છે.”અહેવાલો અનુસાર, 2024માં વિશ્વભરમાં 60થી વધુ પત્રકારો પર હુમલા થયા હતા અને ઘણા પત્રકારો હજુ પણ જુદી જુદી સરકારોમાં સેન્સરશિપ અને દમનનો સામનો કરી રહ્યા છે.

વિશ્વ પ્રેસ દિવસ

વિશ્વ પ્રેસ દિવસ દર વર્ષે 3 મેના રોજ ઉજવાય છે. યુનેસ્કોએ 1993થી આ દિવસની ઉજવણી શરૂ કરી હતી, જે પત્રકારોની સ્વતંત્રતા અને તેમના અધિકારના જાગરણ માટે મહત્ત્વપૂર્ણ છે. આ દિવસ પત્રકારત્વના મૂળ તત્ત્વો, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકશાહીના એક પાયાના સ્તંભ તરીકે પત્રકારત્વના યોગદાનને માન આપવાનો અવસર છે.પત્રકારત્વ એ સમાજનું દર્પણ છે. પ્રેસ કે મીડિયાનું મુખ્ય કામ છે સત્ય સામે લાવવું, સત્તાધીશોને જવાબદાર બનાવવું અને સામાન્ય જનતાને માહિતી આપવી. જ્યાં પ્રેસ સ્વતંત્ર હોય છે ત્યાં નાગરિકો વધુ માહિતીપ્રદ નિર્ણયો લઈ શકે છે, કારણ કે તેમને સાચી અને વિશ્વસનીય માહિતી મળે છે.આ દિવસ એ પણ યાદ અપાવે છે કે કેટલી જગ્યાએ પત્રકારો પર દમન થાય છે. કેટલાક દેશોમાં પત્રકારોને તેમની કામગિરી માટે ધમકાવાય છે, હત્યા કરવામાં આવે છે કે તો જામીન વગર જ જેલમાં નાંખવામાં આવે છે. વિશ્વ પ્રેસ દિવસ એ આવી સ્થિતિ સામે અવાજ ઉઠાવવાનો દિવસ પણ છે. આ દિવસ દ્વારા આપણે તેમને શ્રદ્ધાંજલિ આપી શકીએ છીએ જેમણે પોતાના જીવનને જોખમમાં મૂકી સત્ય સામે લાવવાનો પ્રયાસ કર્યો છે.આજના ડિજિટલ યુગમાં પણ પત્રકારત્વના સમક્ષ નવી પડકારો ઊભા થયા છે. ફેક ન્યૂઝ, મીડિયાની વેપારીકરણ અને રાજકીય દબાણથી સત્ય શોધવું મુશ્કેલ બની ગયું છે. એવા સંજોગોમાં સાચા પત્રકારો અને સ્વતંત્ર મીડિયા વધુ અગત્યના બને છે. વિશ્વ પ્રેસ દિવસ એ આવા પત્રકારોની સાથે એકતા દર્શાવવાનો અવસર છે.વિશ્વ પ્રેસ દિવસના પ્રસંગે, આપણે માત્ર પત્રકારોની તારીફ જ નહીં કરીએ, પણ અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવવા માટે પોતાની ફરજ પણ સમજી લઈએ. દરેક નાગરિક તરીકે આપણે ઝેરી પ્રચારને ઓળખવું અને માત્ર પ્રમાણભૂત સમાચાર માધ્યમો પર ભરોસો રાખવો જોઈએ.સારાંશરૂપે, વિશ્વ પ્રેસ દિવસ એ માત્ર એક ઉજવણી નથી, પરંતુ સંકલ્પ લેવા માટેનો દિવસ છે – કે આપણે પ્રેસની સ્વતંત્રતાને સમજીશું, તેને માન આપશું અને જરૂર પડ્યે તેની રક્ષા માટે અવાજ ઉઠાવશું.


व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!