ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની પોરબંદરના પ્રથમ ઘટનાની નોંધાઈ ફરિયાદ

On: July 25, 2025 12:15 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગોસા(ઘેડ) તા.૨૪/૦૭/૨૦૨૫

આજરોજ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં સગીરવયની ભોગ બનનાર સાથે દુષ્કર્મ થયા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલ છે. જે ફરિયાદ મુજબ આ ગુનાના કામે આરોપી (૧) જયરાજ દિલીપભાઈ શુંડાવદરા (૨)મલ્હાર (3) રાજ અને (૪) કાળા કલરની ફોરવીલ ગાડી વાળા અજાણ્યા ઈસમ વિરુદ્ધ બીએનએસ તેમજ POCSO ની અલગ અલગ કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ છે. આ કામના આરોપી નંબર ૧ નાએ આ કામની ભોગ બનનાર બહેનને લલચાવી ફોસલાવી નાસ્તો કરવાના બહાને ગઈ તારીખ 22 7 2025 ના રોજ રાત્રિના 12:30 વાગ્યાના સુમારે ઘર બહાર બોલાવી ઉપર જણાવેલા આરોપી નંબર એક નાએ સફારી ગાડીમાં બેસાડી લઈ જવા દરમિયાન ઉપરોક્ત આરોપી નંબર એક થી ત્રણ એ ભોગ બનનારને કોઈ કેફી પીણું પીવડાવી વૃંદાવન પાર્ટી પ્લોટમાં લઈ જઈ આરોપી નંબર એક થી ત્રણ નાએ ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરી ત્યાંથી સફારી ગાડીમાં ચોપાટી ખાતે લાવી ત્યાં કોઈ કાળા કલરની ગાડીમાં ઉપરોક્ત આરોપી નંબર બે અને ત્રણ નાએ કાળા કલરની ગાડીના ડ્રાઇવર સાથે ગામમાં જઈ ભોગ બનનારને લીંબુ પાણી પીવડાવી પરત ચોપાટી આવી ત્યાં રાખેલ સફારી ગાડીમાં ભોગ બનનારને બેસાડી સવારના આશરે 4:30 વાગ્યાના સુમારે તેના ઘરે છોડી આવી ગુનો કર્યા વિગેરે બાબત મુજબની ફરિયાદીની હકીકત આધારે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુનાની તપાસ જે જે ચૌધરી પીઆઇ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ચાર્જ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહેલ છે.
રિપોર્ટર: વિરમભાઇ કે. આગઠ

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

બિપરજેાય વાવાઝોડાને લઈ ભુપેન્દ્ર પટેલ એક્શનમાં : ૮ જિલ્લાની જવાબદારી મંત્રીઓને સોંપવામાં આવી.

બિપોરજોય વાવાઝોડાની દિશા બદલાઇ છે. જેમાં બિપોરજોય ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધ્યું છે.

બિપોરજોય વાવજોડુ : વલસાડના દરિયાકાંઠાનો વિસ્તાર હાઈ એલર્ટ પર છે કારણ કે ત્યાં ખતરનાક ચક્રવાતની આશંકા છે.

વલસાડ જિલ્લાના કપરાડા અને પારડી તાલુકામાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ …

પોરબંદર ખાતે જિલ્લાકક્ષાનો વિદ્યાર્થીઓમાં રહેલી સ્કીલ બહાર આવે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

પોરબંદરમાં ચિત્રકલા ક્ષેત્રે આગવું નામ ધરાવતી કિંજલ ઓડેદરાને ફરી એકવાર અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી તેમની ચિત્રકલાની શ્રેષ્ઠ કામગીરી બદલ ગોલ્ડન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

error: Content is protected !!