બિપરજેાય વાવાઝોડાને લઈ ભુપેન્દ્ર પટેલ એક્શનમાં : ૮ જિલ્લાની જવાબદારી મંત્રીઓને સોંપવામાં આવી.

On: June 12, 2023 3:42 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મંત્રીઓને સોંપવામાં આવેલા જિલ્લામાં પહોંચી જવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ :

  • વાવાઝોડાના કારણે રાજ્યમા આગામી ૧૪ અને ૧૫ મી જૂને ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
  • ૧૪ જૂને કચ્છ , મોરબી , જામનગર , દેવભૂમિ દ્વારકા , પોરબંદર , જૂનાગઢ , રાજકોટ જિલ્લામાં ઓરેજન્ટ એલર્ટ આપવામાં આવ્યું છે.
  • ૧૫ મી જૂને કચ્છ , જામનગર , દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે .
  • ૧૫ મી જૂને બનાસકાંઠા , પાટણ , સુરેન્દ્રનગર , બોટાદ , અમરેલી , ભાવનગર , ગીર સોમનાથ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે

એનડીઆરએફ સ્ટેન્ડ બાય – દરિયા કિનારાના ૮ જિલ્લામાં હેડ ક્વાર્ટર ન છોડવા માટે અધિકારી કર્મચારીને આદેશ રવિવાર અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું બિપરજાય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને હવે એ નક્કી થઇ ગયું છે કે વાવાઝોડું ગુજરાતમાં જ ટકરાવવાનું છે .

વાવાઝોડું તીવ્ર બની રહ્યું છે અને તેની અસર પણ મોટી જાવા મળી શકે છે . હવામાન વિભાગે કહ્યું કે, રાજ્યમાં ૧૪ અને ૧૫ મી જૂને વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે અને ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૮ જિલ્લાઓની જવાબદારી મંત્રીઓને સોંપી છે અને સોંપેલા જિલ્લાઓમાં પહોંચી જ્વા સૂચના આપી દીધી છે.

Ad.

એનડીઆરએફની ટીમો પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. બિપરજાય વાવાઝોડું હાલ પોરબંદરથી ૪૬૦ કિલોમીટર દૂર છે અને તે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના કારણે રાજ્યમા આગામી ૧૪ અને ૧૫ મી જૂને ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દરિયો તોફાની બની શકે છે અને ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ૧૪ જૂને કચ્છ , મોરબી , જામનગર , દેવભૂમિ દ્વારકા , પોરબંદર , જૂનાગઢ , રાજકોટ જિલ્લામાં ઓરેજન્ટ એલર્ટ આપવામાં આવ્યું છે. ૧૫ મી જૂને કચ્છ , જામનગર , દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે .૧૫ મી જૂને બનાસકાંઠા , પાટણ , સુરેન્દ્રનગર , બોટાદ , અમરેલી , ભાવનગર , ગીર સોમનાથ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે . હવામાન વિભાગ બિપરાય વાવાઝોડા ઉપર ચાંપતી નજર રાખી રહ્યુ છે અને રાજ્ય સરકારને માહિતગાર કરી રહ્યું છે. બિપરાય વાવાઝોડું ૧૫ મી જૂને બપોર બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં ટકરાઈ શકે છે અને જેના કારણે તીવ્ર પવન ફૂંકાઈ શકે છે અને વરસાદ પણ પડી શકે છે .

AD..

રાજ્યમાં ૧૪ અને ૧૫ મી જૂને વાવાઝોડાની અસરને લઈ દરિયા કિનારાના જિલ્લાઓમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવ પણ રદ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ૮ જિલ્લાઓની જવાબદારી મંત્રીઓને સોંપી છે અને તેમને સોંપેલા જિલ્લાઓમાં પહોંચી જવા સૂચના આપી દીધી છે.

AD…

જે મંત્રીઓને જિલ્લા સોંપવામાં આવ્યા છે તેમાં કચ્છની જવાબદાર ઋષિકેશ પટેલને સોંપવામાં આવી છે. મોરબીની જવાબદારી કનુભાઇ દેસાઇને સોંપાઇ છે. રાજકોટમાં રાઘવજી પટેલ , પોરબંદરમાં કુંવરજી બાવળિયા , જામનગરમાં મૂળુભાઈ બેરા , દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી , જૂનાગઢમાં જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથની જવાબદારી પુરુષોત્તમ સોલંકીને સોંપવામાં આવી છે . આ ૮ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો પણ ફાળવવામાં આવી છે . ઉપરોક્ત તમામ મંત્રીઓને ફાળવેલા જિલ્લાઓમાં પહોંચવા માટે આદેશ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રના અધિકારીઓની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે અને અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા માટે કહેવામાં આવ્યું છે .

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!