વલસાડમાં વંદે ભારત ટ્રેનનો ભવ્ય સ્વાગત કાર્યક્રમ, સાંસદ ધવલભાઈ પટેલે લીલી ઝંડી બતાવી ટ્રેન પ્રસ્થાન કરાવી !

On: July 27, 2025 11:34 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ રેલવે સ્ટેશન પર આજે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ, જ્યારે ગાંધીનગર કેપિટલથી મુંબઈ સેન્ટ્રલ જતી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 20902)નો પ્રથમ સ્ટોપેજ શરૂ થયો અને લોકસભાના દંડક, વલસાડ-ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલે લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ અને ડાંગ જિલ્લાના પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા.

સાંસદ ધવલભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશ વિકાસના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યો છે. રેલવે ક્ષેત્રે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા વિકાસકાર્યોમાં વલસાડ જિલ્લાના હિતોને ધ્યાનમાં રાખીને તેમણે અનેક વખત કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી સમક્ષ લેખિત રજૂઆતો કરી હતી. તેના પરિણામે વંદે ભારત ટ્રેનને વલસાડ સ્ટેશન પર સ્ટોપેજ મળ્યો છે, જે જિલ્લાના મુસાફરો માટે સુવિધાજનક સાબિત થશે.આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધારાસભ્ય ભરતભાઈ પટેલ તથા અરવિંદભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર વ્યક્ત કર્યો. સાંસદ ધવલભાઈ પટેલે વધુમાં ઉમેર્યું કે વલસાડ જિલ્લામાં અન્ય મહત્વપૂર્ણ ટ્રેનોના સ્ટોપેજ તથા નવી ટ્રેનો શરૂ કરાવવા માટેના પ્રયાસો ચાલુ છે અને ટૂંક સમયમાં રેલવે વિભાગ સકારાત્મક અભિગમ દાખવી જરૂરી નિર્ણયો કરશે. તેમણે જણાવ્યું કે જિલ્લાના વિકાસ માટે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે ટીમવર્ક દ્વારા કાર્ય કરવામાં આવશે.આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપના મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ, હાર્દિકભાઈ શાહ, વલસાડ નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલ, વલસાડ શહેર ભાજપ પ્રમુખ દિવ્યાંગભાઈ ભગત, તાલુકા ભાજપ પ્રમુખ તેજસભાઈ પટેલ સહિતના હોદ્દેદારો, વિવિધ મંડળ અને મોરચાના પ્રતિનિધિઓ, ચૂંટાયેલા સભ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો હાજર રહ્યા.આ રીતે વલસાડમાં વંદે ભારત ટ્રેનના સ્ટોપેજથી જિલ્લા મુસાફરોને નવી સુવિધા મળી છે અને વિકાસના માર્ગે એક વધુ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!