ગુજરાત–દાદરા નગર હવેલી બોર્ડર વિસ્તારમાં આવેલ મોરખલ ગામને વારણા ગામ સાથે જોડતો મુખ્ય માર્ગ વર્ષોથી ખાડાઓના કારણે મુસાફરો માટે દુઃખદાયક બની ગયો છે.

On: August 10, 2025 4:31 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

( ફોટો : ખાડાઓમાં ભરાયેલા વરસાદી પાણી વચ્ચે મોરખલ ગામનો મુખ્ય માર્ગ )

  • મોરખલ–વારણા મુખ્ય બોર્ડર કનેક્શન
  • વર્ષોથી ખાડાઓમાં માર્ગની હાલત યથાવત
  • વરસાદમાં પાણી ભરાઈ કાદવ–કિચડ ઉડે છે
  • સ્કૂલના બાળકોને સૌથી વધુ મુશ્કેલી
  • ઔદ્યોગિક ટ્રાફિક અને બસોની અવરજવર સતત

દાદરા નગર હવેલીના મોરખલ ગામથી ગુજરાતના વારણા ગામ તરફનો ફક્ત 600–800 મીટરનો માર્ગ છે, જે મોટાપોઢા–ઓઝરથી કિલવણી જતા મુખ્ય માર્ગ સાથે જોડાય છે. સામાન્ય રીતે આ અંતર પાર કરવા બે મિનિટ પૂરતી હોય, પરંતુ ખાડાઓને કારણે વાહનચાલકોને 7 થી 10 મિનિટ લાગે છે.

વલસાડ : ગુજરાત અને દાદરા નગર હવેલીના સરહદી વિસ્તારમાં આવેલ મોરખલ ગામનો મુખ્ય માર્ગ વર્ષો થી ખરાબ હાલતમાં છે. દાદરા નગર હવેલીના મોરખલ ગામ અને ગુજરાતના બોર્ડર વારણા ગામને જોડતો આ માર્ગ હાલમાં એટલો બગડેલો છે કે રસ્તો ખાડામાં છે કે ખાડામાં રસ્તો છે તે ઓળખવું મુશ્કેલ બની ગયું છે.

સ્થાનિક જાગૃત યુવાનોના જણાવ્યા મુજબ આ રસ્તાની હાલત કોઈ એક વર્ષની સમસ્યા નથી, પરંતુ વર્ષોથી યથાવત છે. આ માર્ગ પર સ્કૂલ, સરકારી બસોની અવરજવર અને અનેક મોટી ઇન્ડસ્ટ્રીઝ સુધી જવાનો મુખ્ય માર્ગ છે, છતાં પણ પ્રશાસન, સરપંચ કે આગેવાનો કોઈ ધ્યાન નથી આપતા.

લગભગ 600 થી 800 મીટરનો આ માર્ગ

મોટાપોઢા–ઓઝરથી કેલવણી તરફ જતા મુખ્ય માર્ગ સાથે જોડાય છે. જો રસ્તો સારું હોય તો બે મિનિટમાં પાર થઈ જાય, પરંતુ હાલની દયનીય પરિસ્થિતિને કારણે 7 થી 10 મિનિટ લાગે છે. ખાસ કરીને વરસાદી મોસમમાં ખાડામાં પાણી ભરાઈ જવાથી સમસ્યા વધુ વિકટ બને છે. સ્કૂલ જતા બાળકોને ખાડામાંથી ઉડતા કાદવ–કિચડનો સામનો કરવો પડે છે. વાહનચાલકો પણ પગદંડીમાં જઈને પસાર થાય છે, જેથી અકસ્માતનો ભય રહે છે.

આ માર્ગ ગુજરાતમાંથી દાદરા નગર હવેલીમાં પ્રવેશ માટેનું મહત્વનું કનેક્શન છે. અહીંથી દરરોજ બસો, લક્ઝરી વાહનો, ટ્રકો અને નાની–મોટી ગાડીઓની અવરજવર થાય છે. પરંતુ ખાડાઓના કારણે જ્યારે બે વાહનો સામસામે આવે છે ત્યારે ઝટકા મારીને પસાર થવું પડે છે. મોટી ગાડીઓ પસાર થાય ત્યારે નાની ગાડીઓ ચાલકોને સાઈડ આપવી મુશ્કેલ પડે છે અને ઘણીવાર કાદવ ઉડાડીને આગળ વધી જાય છે.

સ્થાનિક જાગૃત યુવાનોએ પ્રશાસન અને આગેવાનોને અપીલ કરી છે કે ચોમાસા દરમ્યાન લેવલિંગ કરીને ખાડાઓ ભરવામાં આવે, જેથી અકસ્માતો અટકે અને લોકોની મુશ્કેલીઓ ઘટે. “આ રસ્તો સહેલાઈથી બની શકે છે, પરંતુ જનતાની અવાજ સાંભળવાની ઈચ્છા જરૂરી છે,” એમ એક યુવાને જણાવ્યું.

ગામજનોનું કહેવું છે કે તેઓ કોઈ રાજકીય મતલબ વગર ફક્ત ગામના હિત માટે આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. જો સંબંધિત વિભાગો અને પ્રશાસન સમયસર કાર્યવાહી કરે તો આ નાની પરંતુ મહત્વપૂર્ણ સમસ્યાનો ઉકેલ તાત્કાલિક મળી શકે છે.

વરસાદમાં પાણી–કાદવથી સ્થિતિ વધુ ખરાબ

વર્ષા દરમ્યાન ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી સ્કૂલ જતા બાળકોને કાદવ–કિચડ ઉડાડવાનો ભય રહે છે. બસો, લક્ઝરી વાહનો, ટ્રકો અને નાની ગાડીઓ અહીંથી પસાર થાય છે, પરંતુ સાઇડ આપતી વખતે નાની ગાડીઓ ચાલકોને મુશ્કેલી પડે છે. ઘણીવાર મોટી ગાડીઓ નાના વાહનો પર કાદવ ઉડાડીને આગળ વધી જાય છે.

મુખ્ય ઔદ્યોગિક કનેક્શન પણ અવગણાયું
આ માર્ગ દાદરા નગર હવેલીની અંદર આવેલી મોટી ઔદ્યોગિક કંપનીઓ સુધી જવાનો મુખ્ય રસ્તો છે. દરરોજ સરકારી બસો અને સેકડો વાહનો અહીંથી પસાર થાય છે. છતાં, રસ્તાની મરામત કે લેવલિંગ માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

જાગૃત યુવાનનો અવાજ

“રસ્તો બનવો સહેલો છે, પરંતુ પ્રશાસન અને આગેવાનો જનતાની અવાજ સાંભળે ત્યારે જ ફેરફાર આવશે. ચોમાસા દરમ્યાન લેવલિંગ કરીને ખાડાઓ પૂરા કરવાથી અકસ્માતો અટકશે.” – એક સ્થાનિક યુવાન

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!