વલસાડ જિલ્લામાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોવા ભુદેવો ઉમટી પડયા

On: March 15, 2022 4:43 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • વલસાડ-વાપીના સિનેના ગૃહમાં જય શ્રી રામના નારા ગૂંજી ઉઠયા
  • અઠવાડિયા સુધી ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ હાઉસફુલ રહેશે.
  • કાશ્મીરા પંડિતો પર તૈયાર કરેલી આ ફિલ્મને જોવા ભુદેવો સૌથી વધુ આગળ આવી રહ્યાં

કાશ્મીરના પંડિતો પર થયેલા હત્યાચાર પર બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સની દેશભરમાં ચર્ચા થઇ રહી છે. વાપી અને વલસાડના સિનેમા ગૃહમાં આ ફિલ્મ રજુ થતાં વલસાડ જિલ્લાના ભુદેવો તેને જોવા ઉમટી પડયા હતાં. વલસાડના સિનેમા ગૃહમાં ભુદેવોના જય શ્રી રામના નારા સાથે વાતાવરણ ગૂંજી ઉઠયુ હતું. અઠવાડિયા સુધી ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ હાઉસફુલ રહેશે.

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં વાર્તા ઘણી જ ઇમોશનલ હોવાથી દર્શકોના રૂંવાડા ઊભા થઇ જાય છે. આ ફિલ્મ દર્શકોને પસંદ આવતાં લોકો ઉમટી રહ્યાં છે. ખાસ કરીને કાશ્મીરા પંડિતો પર તૈયાર કરેલી આ ફિલ્મને જોવા ભુદેવો સૌથી વધુ આગળ આવી રહ્યાં છે. સોમવારે વલસાડ રાજહંસ સિનેમા ગૃહમાં વલસાડ જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહમસમાજના પ્રમુખ બી.એન.જોષી, મુંબઇથી સતિષભાઇ જોષી,સમીરભાઇ જોષી, ભરતભાઇ જોષી, વલસાડથી આશિષ જોષી,નયન જોષી, દ્રુમિલ જોષી,નિકુંજ જોષી, કેતન જાની, ધર્મેશ જાની સહિત મોટી સંખ્યામાં વલસાડ,ધરમપુર,ખેરગામ ,વાપી વલસાડના ભુદેવોએ એકત્ર થયા હતાં. જય શ્રી રામના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠયુ હતું. ફિલ્મ જોઇને બહાર આવેલાં ભુદેવોએ તમામ લોકોને આ ફિલ્મ જોવા માટે અનુરોધ પણ કર્યો હતો. આ ફિલ્મમાં અનુપમ ખેરના રોલની પ્રશંસા થઇ રહી છે.

Ad…

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

માત્ર પ્રેમ જ નહીં, સ્વાસ્થ્યનો ખજાનો પણ છે ‘Kiss’: જાણો તેના 8 આશ્ચર્યજનક ફાયદા

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

error: Content is protected !!