ગુજરાતના 31 GAS અધિકારીઓના બદલી અને નિમણૂંકના ઓર્ડર થયા, જાણો કોને ક્યાં નિમણૂંક અપાઈ

On: December 8, 2021 12:53 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગુજરાતના 31 GAS અધિકારીઓના બદલી અને નિમણૂંકના ઓર્ડર થયા, જાણો કોને ક્યાં નિમણૂંક અપાઈ

ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પછી આ પહેલી વખત છે જેમાં GAS કેડરના અધિકારીઓની મોટાપાયે બદલી કરવામાં આવી છે. ગુજરાતના 31 જેટલા GAS અધિકારીઓના બદલીનો ગંજીપો ચિપાયો છે. જે પૈકીના 8 અધિકારીઓને પ્રોબેશન પિરિયડ પછી નિમણૂંકો મળી છે. અહીં જણાવ્યા છે કોને ક્યાં બદલી મળી.ભરુચના નાયબ જિલ્લા વિકાસ અધિકારી આઈ પી પટેલને વલસાડ મુકાયા છે. વ્યારાના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી કૈલાસબેન હરજીભાઈ નિનામાને નવસારીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા છે. ખેડબ્રહ્માના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી આર બી ખરાડીને મહેસાણામાં નાયબ જિ. વિકાસ અધિકારી તરીકે નિમણૂંક અપાઈ છે. મહિસાગરના નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી એન ભાભોરને પંચમહાલ મુકાયા છે, સોનગઢના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી એ આઈ વસાવાને વડોદરા નાયબ જિ. વિકાસ અધિકારી તરીકે મુકાયા છે, કેવડિયા કોલોની યુનીટ 1ના મદદનીશ કમિશનર નિકુંજ કે પરીખને બનાસકાંઠા નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકાયા છે. ખેડાના નાયબ જિ. વિકાસ અધિકારી ટી એમ મકવાણાને બોટાદ મુકાયા છે અને બોટાદના નાયબ જિ. વિકાસ અધિકારીને સુરેન્દ્રનગરમાં બદલી મળી છે. નવસારીના સ્ટેમ્પ ડ્યૂટી નાયબ કલેક્ટર અમિત એચ ચૌધરીને તાપી જિ.ના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પદભાર સોંપાયો છે.

ડીએન સતાણી નિમણૂંક માટે રાહમાં હતા તેમને પ્રાંત અધિકારી તરીકે બોટાદ મુકવામાં આવ્યા છે. આવી જ રીતે આર એન ગાબાણીને પણ વહીવટી અધિકારી અને એસ્ટેટ મેનેજર, ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ બોર્ડ, ગાંધીનગરમાં નિમણૂંક અપાઈ છે. અમરેલીના નાયબ જિ. વિકાસ અધિકારી યોગેશ પી જોશીની બદલી ડાંગમાં કરાઈ છે, આણંદના નાયબ જિ. વિકાસ અધિકારી ગીતાંજલી જી. દેવમણીની બદલી સાબરકાંઠા કરાઈ છે. દાહોદના ઝાલોદ ખાતે આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી ડી એન પટેલની બદલી અમરેલીમાં નાયબ વિકાસ અધિકારી તરીકે કરાઈ છે. ડાંગના નાયબ જિ. વિકાસ અધિકારી આર બી ચૌધરીને મહિસાગરના નાયબ જિલ્લા અધિકારી તરીકે બદલી મળી છે.સુરતના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી ડી જે વસાવાને વલસાડ નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકાયા છે. ગાંધીનગરના મદદનીશ વિકાસ કમિશનર ઈશ્વરભાઈ એસ પ્રજાપતિને ગાંધીનગર નાયબ સચિવ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડમાં નિમણૂંક અપાઈ છે. દાહોદના નાયબ જિ. વિકાસ અધિકારી કે કે પટેલને અરવલ્લીમાં ટ્રાન્સફર મળી છે. નર્મદાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે એસ એમ વસાવાને પદભાર સોંપાયો છે તેઓ અગાઉ છોટાઉદેપુર કલેક્ટર કચેરીમાં નાયબ કલેક્ટર-2 તરીકે કાર્યરત હતા.
ઝઘડિયાના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી એ જે પટેલને સુરતના નાયબ જિ. વિકાસ અધિકારી તરીકે નિમણૂંક મળી છે. પંચમહાલના નાયબ જિ. વિકાસ અધિકારી ચંદ્રેશ ડી રાઠવા અમરેલીના નાયબ જિ. વિકાસ અધિકારી તરીકે નિમણૂંક પામ્યા છે. સુરતના નાયબ જિ. વિકાસ અધિકારી નિમિષ આર પટેલને મદદનીશ વિકાસ કમિશનર ગાંધીનગર તરીકે નિમણૂંક અપાઈ છે. આ ઉપરાંત પ્રોબેશન પરના અંકિત ગોહિલને સુરતમાં વાંસદાના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી તરીકે મુકાયા છે, પીયૂષ પટેલને ભરૂચ નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમાયા છે. બ્રિજેશ કાલરિયાને રાજકોટના નાયબ જિ. વિકાસ અધિકારી તરીકે મુકાયા છે. ઈશિતા મેરને મોરબીના નાયબ જિ. વિકાસ અધિકારી તરીકે નિમણૂંક મળી છે. સુરજ બારોટને ગાંધીનગર નાયબ જિલ્લા વિકાસ અધિકારીનો પદભાર સોંપાયો છે. વિક્રમ ભંડારીને માંડવીના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી બનાવાયા છે. અશોક ડાંગીને ભરૂચના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકાયા છે. ભવ્ય નિનામાને અરવલ્લીના નાયબ જિ. વિકાસ અધિકારી તરીકે નિમણૂંક મળી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!