કલિયુગ માં મોક્ષપ્રદાયીની ભાગવત કથા છે.-પ્રફુલભાઈ શુક્લ

On: February 24, 2023 8:40 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સુરત ઉત્તર ગુજરાત બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા કથાકાર શ્રી પ્રફુલભાઈ શુકલની ૮૩૭ મી ભાગવત કથા નો આજે મનહરકાકા ફાર્મ રિવરફ્રન્ટ અડાજણ ખાતે મંગલ આરંભ થયો હતો.

કથા ની પોથીયાત્રા શ્રીમતી ગોદાવરીબેન છગનલાલ વારડે ના નિવાસ સ્થાને થી કળશધારી બહેનો , વાજા-વાજિંત્રો સાથે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. કથાનું દીપ પ્રાગટય મેયર શ્રીમતી હેમાલિબેન બોઘાવાલા ના હસ્તે કરવામાં આવ્યું હતું.પૂર્વ ડે.મેયર શ્રી નિરવભાઈ શાહ , કોર્પોરેટર શ્રી નરેન્દ્રભાઇ પાંડવ , કોર્પોરેટર શ્રીમતી જ્યોતિબેન પટેલ , કોર્પોરેટર શ્રી સુવર્ણાબેન જાદવ , શ્રીમતી જ્યોતિકાબેન લાઠીયા ઉપસ્થિત રહ્યા હતા. કથા નું મંગલાચરણ કરતા કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ એ કહ્યું હતું કે કલિયુગમાં મોક્ષપ્રદાયીની ભાગવત કથા છે.મુખ્ય યજમાન શ્રીમતી હિનાબેન અમિતભાઇ કિરી તથા મિતુલભાઈ અમિતભાઇ કિરી પરિવાર દ્વારા પોથીપૂજન અને પૂ.બાપુ નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રથમ દિવસ ની કથા નું સુંદર સંચાલન ટેક્સ કન્સલ્ટન્ટ શ્રી કલ્પેશભાઈ બલર દ્વારા કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઊત્તર ગુજરાત બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા આ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.જેનો સુરત પ્રદેશ ની જનતા લાભ લઇ રહી છે.

Ad ..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!