ચીવલ ગામે વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રાના અધ્યક્ષસ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

On: March 24, 2023 6:13 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પારડી તાલુકાના ચીવલ ગામે વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રાના અધ્યક્ષસ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કલેક્ટરે ગ્રામ પંચાયતની રાત્રિ સભા અંતર્ગત લોકોના પ્રશ્નોનો સાંભળી યોગ્ય નિરાકરણ કર્યુ જે પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરી શકાય તેમ ન હોય તેવા પ્રશ્નોનો નિયત સમમર્યાદામાં ઉપસ્થિત અધિકારીઓ ને સૂચન કરી નિકાલ કરવા કલેક્ટરે સબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. વહીવટી તંત્રના મહેસૂલી, આરોગ્ય, ખેતી, પંચાયત વગેરે વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને વિવિધ જન કલ્યાણની યોજનાઓની માહિતી આપી હતી.

ચીવલ મારીમાતાના હોલમાં યોજાયેલી રાત્રિસભા વલસાડ થી નાનાપોઢા કવીન ટ્રેન કનેકસન એસ ટી બસ કોરોના કાળ બંધ છે જે ચાલુ કરવા માટે રજુઆત કરી હતી. અન્ય ગ્રામ જનોએ કોઈ વિશેષ મહત્ત્વ ધરાવે એવી કોઈપણ સમસ્યાઓ રજુઆતો કરવામાં આવી ન હતી. રાત્રિ સભામાં આવેલા જિલ્લા કલેકટર સમક્ષ પ્રશ્નનો હલ તાત્કાલિક આવે તેવી ચીવલ વાસીઓએ માંગણી કરી હતી. પ્રાંત અધિકારી, મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી , જિલ્લા પંચાયત સદસ્ય અને શાસક પક્ષના નેતા શૈલેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શૈલેશ પટેલ , સરપંચ તલાટી કમંત્રી , શાળાના આચાર્ય અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!