
છેલ્લા કેટલાક સમયથી ખાલીસ્તાન સમર્થકો મોટા પાયે સક્રિય બન્યા છે. અને ભારતસહીત વિદેશમાં તેમની ગતિવિધિઓ વધુ સક્રિય કરી છે. ભારતમાં પણ પંજાબ પોલીસે ખાલિસ્તાન તરફી સંગઠન ‘વારિસ પંજાબ દે’ના વડા અમૃતપાલ સિંહ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અમૃતપાલ સિંહના કાકા અને ડ્રાઈવર સહિત તેના 114 સમર્થકોની ધરપકડ કરી છે. સાથે જ અમૃતપાલની શોધ પણ સતત ચાલી રહી છે.
Ad..

ખાલિસ્તાની સમર્થકોએ બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનની બહાર અમૃતપાલ પર કરવામાં આવેલી કાર્યવાહીના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. તે જ સમયે, આ સમગ્ર મામલે તપાસ એજન્સીઓનું કહેવું છે કે અમૃતપાલ સિંહ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIની મદદથી ભારતમાં પોતાનું નેટવર્ક ચલાવી રહ્યો છે.
આઈએસઆઈ ભારતમાં ખાલિસ્તાન ચળવળને પુનઃજીવિત કરવા માંગે છે. તો ચાલો જાણીએ શું છે આ ખાલિસ્તાન ચળવળ.
ખાલિસ્તાન આંદોલન શું છે?
ભારતની આઝાદી પછી જ ખાલિસ્તાનનું આંદોલનના બીજ રોપાયા હતા. આ આંદોલન પંજાબને ભારતથી અલગ કરી શીખ સમુદાય માટે અલગ ખાલિસ્તાન દેશ બનાવવા માટે કરવામાં આવ્યું હતું. જેમાં અનેક હિંસક આંદોલન થયા હતા. અનેક લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. આ ચળવળ સાથે સંકળાયેલા ઘણા સંગઠનો આજે પણ સમગ્ર વિશ્વમાં સક્રિય છે. અને આજે પણ પંજાબને ભારતથી અલગ કરવાનો અભિપ્રાય ધરાવે છે.

Ad..

આ આંદોલન કેવી રીતે શરૂ થયું
વર્ષ 1929માં મોતીલાલ નેહરુની સંપૂર્ણ સ્વરાજની માંગ પર શિરોમણી અકાલી દળના તારા સિંહે શીખો માટે અલગ દેશ બનાવવાની માંગ કરી હતી. પરંતુ સ્વીકારવામાં આવી ના હતી. ભારતને આઝાદ કરાવવાની લડાઈમાં હિન્દુ, મુસ્લિમ અને શીખ સમુદાયના લોકોએ સાથે મળીને અંગ્રેજોનો સામનો કર્યો હતો. ત્યારે અંગ્રેજોએ ભારતની આઝાદીની જાહેરાત કરી હતી. જાહેરાત થતા હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેની એકતા સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ હતી. મુસ્લિમોના નેતા મોહમ્મદ ઝીણાએ અંગ્રેજોને પોતાના માટે અલગ વતન બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સાથે જ હિન્દુ નેતાઓ પણ આ પ્રસ્તાવ પર સહમત થયા હતા. તે જ સમયે, ભારતના ભાગલાની સંપૂર્ણ જવાબદારી બ્રિટિશરો પર આવી ગઈ હતી. જે બાદ બ્રિટિશ ઈન્ડિયાએ વર્ષ 1947માં ભારતને બે ભાગમાં વહેંચી દીધું હતું. જેમાંથી એક ભાગ મુસ્લિમોને અને બીજો હિંદુઓને આપવામાં આવ્યો અને આ રીતે પાકિસ્તાન ભારતથી અલગ થયું.

હવે ફરી એકવાર શીખોના મનમાં પોતાના અલગ રાજ્યની ભાવના જન્મી હતી. ભારતની આઝાદી સમયે, જ્યારે અલગ દેશની માંગ સ્વીકારવામાં આવી ન હતી, અને શીખ સમુદાયના લોકોએ પણ પોતાના અલગ વતન હોવાની ઈચ્છા જાગી અને શરૂ થઈ ખાલિસ્તાની ચળવળ.
પરિણામે, અકાલી દળના નેતૃત્વમાં વર્ષ 1950માં સુબા ચળવળ શરૂ કરવામાં આવી હતી. આ ચળવળ દ્વારા, અકાલી દળે પંજાબી બહુમતી રાજ્ય બનાવવાની માંગ કરી. પરંતુ ભારત સરકારે અકાલી દળની આ માંગને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.

વર્ષ 1966 માં, ભારત સરકારે પંજાબ રાજ્યને ભારતથી અલગ કરવાની માંગને સ્વીકારી હતી. તે સમયની સરકારે નક્કી કર્યું હતું કે તે પંજાબ રાજ્યને અલગ કરશે. પરંતુ હિમાચલ અને હરિયાણા ભારતનો ભાગ જ રહેશે. પરંતુ અકાલીઓ સરકારના આ નિર્ણય સાથે સહમત ન હતા અને તેઓએ ચંદીગઢને પંજાબ સાથે વિલીન કરવાની માંગ કરી હતી. પંજાબ અને હરિયાણાની નદીઓ પર માત્ર તેમનો જ અધિકાર રહેશે અને આ નદીઓ પર રાજસ્થાનનો કોઈ અધિકાર નથી.

વર્ષ 1978માં ‘આનંદપુર સાહિબ ઠરાવ’ લેવામાં આવ્યો હતો જેમાં જગજીત સિંહ ચૌહાણ સાથે અકાલીઓએ તેમની માંગ તૈયાર કરી હતી. અને આ પહેલા વર્ષ 1971માં ખાલિસ્તાનના સમર્થક ગજિત સિંહ ચૌહાણ અમેરિકા ગયા હતા અને ત્યાંના એક અખબારમાં ખાલિસ્તાન દેશને લગતી જાહેરાત આપી હતી અને આ જાહેરાત દ્વારા તેણે લોકો પાસેથી દાન એકત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી આ પૈસાથી તેઓ પોતાનું આંદોલન મજબૂત કરી શકે.
તે જ સમયે, વર્ષ 1980 માં, તેમણે “ખાલિસ્તાન રાષ્ટ્રીય પરિષદ” ની રચના કરી અને પોતાને તેના વડા બનાવ્યા. તે જ વર્ષે તેઓ લંડન ગયા અને ખાલિસ્તાન દેશની રચનાની જાહેરાત પણ કરી. એટલું જ નહીં, એવું કહેવાય છે કે નેશનલ કાઉન્સિલ ઓફ ખાલિસ્તાનના જનરલ સેક્રેટરી બલબીર સિંહ સંધુ સાથે મળીને ખાલિસ્તાનની પોસ્ટલ સ્ટેમ્પ અને ચલણ પણ બહાર પાડ્યું હતું.

વર્ષ 1984માં ઓપરેશન બ્લુ સ્ટાર
જ્યારે આ બધી ઘટનાઓ પંજાબમાં બની રહી હતી. આ દરમિયાન જરનૈલ સિંહ ભિંડરાનવાલે નામનો એક નેતા પણ આગળ આવ્યો. તેણે પણ અલગ ખાલિસ્તાન દેશ બનાવવાની માંગ કરી હતી. તે જ સમયે, એવું કહેવાય છે કે ખાલિસ્તાન ચળવળ ધીમે ધીમે ઉગ્ર બનવા લાગી અને પંજાબમાં આતંક ફેલાવા લાગ્યો. બીજી તરફ, ખાલિસ્તાની ઉગ્રવાદી ભિંડરાનવાલે તેના કેટલાક સમર્થકો સાથે સુવર્ણ મંદિર ગયા અને અહીં પડાવ નાખ્યો અને અહીં તેણે હેવી મશીનગન અને સેલ્ફ લોડિંગ રાઈફલ્સ એકઠી કરી. વાસ્તવમાં ભિંડરાવાલેને લાગ્યું કે સરકાર ક્યારેય કોઈ મંદિર પર હુમલો નહીં કરે.
અને જ્યારે ઈન્દિરા ગાંધીને ખબર પડી કે ખાલિસ્તાની ઉગ્રવાદીઓ મંદિરમાં છુપાયેલા છે. તેથી તેણે ઓપરેશન બ્લુ સ્ટારને અંજામ આપ્યો. આ ઓપરેશન દ્વારા સુવર્ણ મંદિરમાં છુપાયેલા આ લોકોને મારવામાં આવ્યા હતા. આ ઓપરેશનથી સુવર્ણ મંદિરને પણ ખરાબ રીતે નુકસાન થયું હતું અને આ ઓપરેશન દરમિયાન ઘણા લોકો માર્યા ગયા હતા. આ મિશન 1 જૂન 1984ના રોજ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

વર્ષ 1984માં ઈન્દિરા ગાંધીનું અવસાન થયું હતું
બીજી તરફ, પંજાબના લોકો શીખ ભિંડરાવાલે વિશે અલગ મત ધરાવતા હતા અને તેઓ ભિંડરાનવાલેને તેમના નેતા માનતા હતા. જે બાદ ઈન્દિરા ગાંધીની હત્યાનો બદલો લેવા માટે બે શીખોએ તેમની હત્યા કરી હતી. ઈન્દિરા ગાંધીના મૃત્યુ બાદ દિલ્હીમાં 1984ની શીખ વિરોધી હિંસા શરૂ થઈ હતી જેમાં ઘણા શીખો માર્યા ગયા હતા.
ભિંડરાનવાલાને ખતમ કર્યા પછી પણ પંજાબમાં કેટલાક વર્ષો સુધી ખાલિસ્તાન ચળવળની માંગ ઉઠતી રહી. ભિંડરાનવાલાના સમર્થકોએ એર ઈન્ડિયાના વિમાનમાં વિસ્ફોટ, ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એએસ વૈદ્ય અને પંજાબના તત્કાલીન સીએમ બિઅંત સિંહની હત્યા જેવી ઘટનાઓને પણ અંજામ આપ્યો હતો. પરંતુ સમયની સાથે પંજાબમાં આ આંદોલન લગભગ ખતમ થઈ ગયું હતું. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં પંજાબ સહીત વિશ્વના અનેક દેશોમાં આ આંદોલન ફરી માથું ઉંચકતું જોવા મળી રહ્યું છે.
પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI દ્વારા અલગ-અલગ ખાલિસ્તાની સંગઠનોને પૈસા આપવામાં આવે છે. આ પૈસા દ્વારા ISI ભારતમાં આતંક ફેલાવવા માંગે છે અને આ વાતનો ખુલાસો ભારતની જાસૂસી સંસ્થાએ વર્ષ 2018માં કર્યો હતો. ભારતના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર ISI ખાલિસ્તાની સંગઠનોને મદદ કરી રહી છે.
Ad…









