કપરાડા બી.એલ.ઓ એ વેકેશન દરમિયાન કરેલ કામગીરીની મળવાપાત્ર રજા નો પરિપત્ર કરાયો

On: May 9, 2023 5:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં છેલ્લા કેટલાક મહિનાઓથી બી.એલ.ઓ. તરીકે ફરજ બજાવતા શિક્ષકોની એક માંગ હતી કે દિવાળી વેકેશન દરમિયાન કરેલ કામગીરીની રજા મળવાપાત્ર છે જેથી જે અંગેનું પ્રમાણપત્ર મળવું જોઈએ અને નિયમો અનુસાર મળવાપાત્ર રજા મંજૂર થવી જોઈએ એ અંગે શિક્ષકો કપરાડા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘને અનેકવાર રજૂઆત કરતા કપરાડા પ્રાથમિક શૈક્ષિક મહાસંગે આ અંગેની રજૂઆત મામલતદારને કરતા તેઓએ બી. એલ.ઓ.ને મળવાપાત્ર રજા અંગે પ્રમાણપત્ર આપ્યું.
કપરાડા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો અધ્યક્ષ રામુભાઈ પટેલ, મહામંત્રી બાબુભાઈ ચૌધરી અને રાજ્યકારોબારી હરેશભાઈ પટેલે બી.એલ.ઓ.ને મળવાપાત્ર દિવાળી વેકેશનની રજા અંગે રજૂઆત કરતા મામલતદારે માંગને આવકારી દિવાળી વેકેશનની મળવાપાત્ર રજા મંજૂરી અંગે પ્રમાણપત્ર આપ્યું.
કપરાડા તાલુકામાં બી.એલ.ઓ અને સુપરવાઇઝરોએ તારીખ 21 -10 2022 થી 9- 11 -2022 કુલ 21 દિવસ દિવાળી વેકેશન દરમિયાન કરેલ કામગીરીની નિયમો અનુસાર મળવાપાત્ર પ્રાપ્ત રજાઓ જે તે કર્મચારીની સેવાપોથીમાં જમા કરવા માટે પ્રમાણપત્ર જારી કર્યુ.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!