સંઘ પ્રદેશ દમણમાં ફલેટમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર …..

On: May 20, 2023 6:50 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દમણમાં ગોકુલધામ સોસાયટીમાં એક ફ્લેટમાં યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા દમણ પોલીસ દોડતી થઈ હતી. મૃતકના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યાં છે. ઘરમાં પતિની લાશ પડી હોવા છતાં પત્ની ઘરમાં રહેતી હતી. જોકે, દુર્ગંધ મારતા પડોશીઓએ પોલીસને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

વલસાડ જિલ્લાની પાસે આવેલા સંઘ પ્રદેશ દમણનાં ખારીવાડ વિસ્તારમાં આવેલા ગોકુલધામ સોસાયટીમાં એક ફ્લેટમાં બેનરજી પરિવાર રહે છે. ગતરાત્રીએ પાડોશીઓને બેનરજી પરિવારના ફ્લેટમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. જેને લઈને પાડોશીઓ તાત્કાલિક દમણ પોલીસને ઘટનાની જાણ કરી હતી.દમણ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા ત્યાં 30 થી 35 વર્ષનાં ઇસમની હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેથી પોલીસે લાશનો કબ્જો મેળવીને દમણની કરવાડ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. પોલીસે બેનરજી પરિવારના સભ્યોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ આજુબાજુનાં વિસ્તારમાં થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

AD….

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!