
અમદાવાદમાં સરકારે બનાવી 300 કરોડની ભવ્ય ઇમારત:બુલેટ ટ્રેનના સ્ટેશન કરતાં ઇમારતને વધુ મહત્ત્વ કેમ આપ્યું? 4 માળનું પાર્કિંગ, 5 સ્ટાર હોટલ, ઇન્ટરનેશનલ કંપનીની ઓફિસો ખોલવા પાછળ આવું છે પ્લાનિંગઆવનારાં બે વર્ષની અંદર અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી છે. ગુજરાતમાં આ ટ્રેનનું પહેલું સ્ટેશન અમદાવાદનું કાલુપુર નહીં, પરંતુ સાબરમતી હશે. આ સ્ટેશનનું કામ અત્યારે ચાલી રહ્યું છે, પરંતુ સાથે જ 9 માળની એક ભવ્ય ઇમારત તૈયાર થઈ રહી છે, જેનું 90 ટકા કામ થઈ ચૂક્યું છે. ફક્ત ફાઇનલ ટચ બાકી છે. ત્યારે આ ઇમારત બનાવવાની જરૂર કેમ પડી? કેવી રીતે આ ઇમારત અમદાવાદની નવી ઓળખ બની જશે? બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સૌથી ઉતાવળે આ ઇમારતનું કામ કેમ થઈ રહ્યું છે?

એ જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ સાબરમતી પહોંચી હતી.9 માળની આ ઇમારતનું કામ 7 મે 2019ના રોજ શરૂ થયું હતું. અત્યારે આ કામ પૂરું થવાને આરે છે. ક્યાંક ઇલેક્ટ્રિસિટીનું કામ ચાલી રહ્યું છે તો ક્યાંક ભોંયતળિયે લગાવવામાં આવેલી ટાઈલ્સને ચમકાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ઇમારતની ઓળખ મલ્ટીમોડલ હબ તરીકે થઈ રહી છે. આ હબ ભલે 90% તૈયાર થઈ ગયું હોય, પરંતુ બુલેટ ટ્રેનના સ્ટેશનનું કામ અત્યારે ફક્ત 20% જ પૂરું થયું છે. 9 માળની ઇમારત પણ આ જ પ્રોજેક્ટનો એક ભાગ છે, જેમાં મુસાફરોને રહેવા માટે 5 સ્ટાર હોટલ પણ હશે. આ સિવાય સ્વિમિંગ પૂલ, ફૂડકોર્ટ, કોમર્શિયલ સ્ટોર્સ અને સરકારી ઓફિસ પણ હશે.સ્ટેશનનું કામ 20% પૂર્ણ, મલ્ટીમોડલ હબ તૈયાર
જૂના યાર્ડની જમીન પર બની રહેલા સાબરમતી હાઈ સ્પીડ રેલવે સ્ટોશન બે રેલવે સ્ટેશનની વચ્ચે છે, જેની બન્ને તરફ બે મેટ્રો સ્ટેશન તેમજ એક BRTS સ્ટોપ છે. અહીં મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબથી ઇમારત દૂરથી જ દેખાઈ જાય છે. સામેની દીવાલ પર દાંડી યાત્રાની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.

(નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHRCL) ના ચીફ પ્રોજેક્ટ મેનેજર અરુણકુમાર સિંહ)
મલ્ટીમોડલ હબ અને સ્ટેશનનું કામકાજ જોઈ રહેલા નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHRCL) ના ચીફ પ્રોજેક્ટ મેનેજર અરુણકુમાર સિંહે જણાવ્યું હતું કે ‘આ દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન હશે, એટલા માટે અમે એને મોડલ તરીકે બનાવી રહ્યાં છીએ’સાબરમતી મલ્ટીમોડલ હબ અને સ્ટેશનનાં કામની દેખરેખ રાખી રહેલા NHSRCLના ચીફ પ્રોજેક્ટ મેનેજર અરુણકુમાર સિંહ.અરુણ કુમારે પ્રોજેક્ટ અંગે જાણકારી આપી કે મલ્ટીમોડલ હબની ફાયર માટેની પરવાનગી અને લિફ્ટ ચલાવવાની મંજૂરી મળી ચૂકી છે. ઇલેક્ટ્રિક કામકાજ પૂરું થઈ ગયું છે. ટૂંક સમયમાં જ અહીં કોમર્શિયલ એક્ટિવિટી શરૂ કરી દેવામાં આવશે.અરુણકુમારને દિવ્ય ભાસ્કરે પૂછ્યું કે સ્ટેશનનું કામ આટલી ઓછી ઝડપે કેમ ચાલી રહ્યું છે? તો તેમણે જવાબ આપ્યો કે ‘અહીં ઓક્ટોબર 2019માં કામ શરૂ થયું હતું. કોવિડની પહેલી અને બીજી લહેર દરમિયાન એક વર્ષ સુધી કામ બંધ રહ્યું. કોવિડ પહેલાં અહીં 1 હજાર લોકો કામ કરતા હતા. પછી અમારે 250 લોકોથી જ કામ ચલાવવું પડ્યું. હવે પૂરી ક્ષમતા સાથે કામ થઈ રહ્યું છે. અમારા સેક્શનમાં 352 કિલોમીટરના ટ્રેકમાંથી 97 કિલોમીટરના પિલરનું કામ થઈ ચૂક્યું છે. સેક્શનમાં આવનારા આણંદ, બિલિમોરા અને સુરત સ્ટેશનનું કામ ચાલુ છે.

‘મલ્ટીમોડલ હબને મેટ્રો સ્ટેશન સાથે જોડતાં ફૂટઓવર બ્રિજનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ બ્રિજ બિલ્ડિંગના ભાગ Aને મેટ્રો સ્ટેશન સાથે જોડે છે.અત્યારસુધી 300 કરોડનો ખર્ચો થઈ ગયો
અરુણકુમાર સિંહના જણાવ્યા પ્રમાણે, મલ્ટીમોડલ હબ બનાવવા પાછળનો ખર્ચ 332 કરોડ રૂપિયા છે, જેમાંથી 300 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે. આ હબને મેટ્રો, બસ અને રેલવે સ્ટેશન સુધી સ્કાયવોક અને ફુટઓવર બ્રિજ મારફત જોડવામાં આવશે, જેથી મુસાફરોને કોઈપણ જગ્યાએ આવવા-જવામાં સરળતા રહેશે. મેટ્રો સ્ટેશનને ફુટઓવર બ્રિજ સાથે જોડવાનું કામ લગભગ પૂરું થઈ ચુક્યું છે. રેલવે સ્ટશન સુધી ફુટઓવર બ્રિજ તૈયાર છે. હાઈ સ્પીડ ટ્રેન સ્ટેશન સુધી જવા માટે ફુટઓવર બ્રિજનું કામ થોડું બાકી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે.મલ્ટીમોડલ હબ અન્ય ઇમારતોથી આ કારણે અલગ પડશે

અરુણકુમાર સિંહે જાણકારી આપી કે મલ્ટીમોડલ હબને ગ્રીન બિલ્ડિંગ કક્ષાનું બનાવવામાં આવી રહ્યું છે, જેને IGBC ગોલ્ડ રેટિંગ અપાવવા માટે પણ અરજી કરવામાં આવશે. બાંધકામક્ષેત્રને પર્યાવરણ માટે સંવેદનશીલ બનાવવાના ઈરાદાથી ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ એટલે કે IGBCની સ્થાપના કરવામાં આવી છે.IGBC બિન લાભકારી નીતિ પર કામ કરીને બિલ્ડર્સ, આર્કિટેક, ડેવલપર્સને પર્યાવરણને અનુકૂળ રહે એવા બિલ્ડિંગની ડિઝાઈન બનાવવા માટે પ્રેરણા આપે છે. જો કોઈ ઇમારત 7-R એટલે કે રિથિંક, રિયુઝ, રિડ્યુસ, રિફ્યુઝ, રિફર્બિશ, રિકવર અને રિસાઇકલ જેવા મુદ્દા પર ખરી ઊતરે છે તો તેને પ્લેટિનમ, ગોલ્ડ અને સિલ્વર રેટિંગ આપવામાં આવે છે.મલ્ટીમોડલ હબમાં 20થી 50% પાણી અને 30% ઊર્જાની બચત કરી શકાશે. છત પર પણ ગાર્ડન એરિયા છે. ઇમારતને ઠંડી રાખવા માટે તબક્કવાર બગીચા બનાવીને છોડ ઉગાડવામાં આવ્યા છે.અત્યારે મલ્ટીમોડલ હબને ફાઇનલ ટચ આપવાનું કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જ આ હબ શરૂ કરી દેવામાં આવશે.આ ઇમારતનું બધું પાણી ગટરમાં છોડવામાં નહીં આવે

અરુણસિંહના જણાવ્યા પ્રમાણે, આ પાણી અને ઊર્જાની બચત કરતી ઇમારત હશે. અહીં વપરાયેલું બધું પાણી ગટરમાં છોડી નહીં દેવામાં આવે, પરંતુ એને ચોખ્ખું કરીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવશે. પાણીનો વેડફાટ ન થાય એ માટે વિશેષ પાઈપલાઈન તેમજ સેનિટરી ફિટિંગ્સ કરવામાં આવ્યું છે, જેનાથી પાણી એટલા જ પ્રેશરથી આવશે, જેટલી જરૂર હશે. અમે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગના તમામ ધારા-ધોરણને લાગુ કરી રહ્યાં છીએ. IGBCના ગોલ્ડ રેટિંગ બાદ એને પ્લેટિનમ રેટિંગ અપાવવાનો પણ પ્રયાસ કરીશું.દાંડીયાત્રાથી થીમ પર તૈયાર થયું મલ્ટીમોડલ હબ
અરુણકુમાર સિંહ જણાવે છે, મહાત્મા ગાંધીએ સાબરમતીથી જ દાંડીયાત્રાની શરૂઆત કરી હતી. ગાંધીજી સાબરમતી નદીના કિનારે બનેલા આશ્રમમાં 12 વર્ષ સુધી રહ્યા હતા, જેનાથી પ્રેરિત થઈને અમે હબને ડિઝાઇન કર્યું છે.મલ્ટીમોડલ હબના બહારના ભાગે દાંડીયાત્રાની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, જેને દિલ્હીના ગાંધી માર્ચ સ્ટેચ્યૂની જેમ જ બનાવી છે.બહારના ભાગમાં દાંડીયાત્રાની સ્ટેઇનલેસ સ્ટીલ પ્રતિકૃતિ બનાવી છે, જેમાં ગાંધીજી અને તેમની પાછળ અન્ય સત્યાગ્રહીઓ જોઈ શકાય છે. દાંડીયાત્રા સાથે જોડાયેલા 11 સ્ટ્રક્ચર બન્યાં છે. દરેકની ઊંચાઈ 15 મીટર છે.ચીફ પ્રોજેક્ટ મેનેજર અરુણકુમાર સિંહ જણાવે છે કે શરૂઆતમાં ઇમારતની છત પર ચરખાની આકૃતિ બનાવવાનું પ્લાનિંગ હતું, પરંતુ ટેક્નિકલ કારણસર આ પ્લાન રદ કરી દેવો પડ્યો.3500 સોલર પેનલ્સથી 750 કિલોવોટ વીજળીનું ઉત્પાદન થશે
AD..

અરુણસિંહના જણાવ્યા પ્રમાણે, બિલ્ડિંગની છત પર લાગેલા 3500 સોલર પેનલની મદદથી 750 કિલોવોટ વીજળીનું ઉત્પાદન થશે. આ સોલર પેનલને એવી રીતે લગાવવામાં આવી છે, જેનાથી સૂર્યનાં કિરણ યોગ્ય રીતે એના પર પડી શકે. ઇમારતમાં ગ્રીન અને લેન્ડસ્કેપ એરિયા પણ ઘણો વધારો છે, જેનાથી ઉનાળામાં તાપમાન ઓછું કરવામાં પણ મદદ મળશે.4 માળનું પાર્કિંગ, 1300 વાહન માટે જગ્યા અરુણકુમાર સિંહે કહ્યું, ‘આ ઇમારતમાં પાર્કિંગ અંગે વિશેષ રીતે ધ્યાન રાખવામાં આવ્યું છે, જેના માટે બેઝમેન્ટ સહિત ચાર માળ બનાવવામાં આવ્યા છે, જ્યાં 1300થી પણ વધારે વાહનો, જેવાં કે કાર, બસ, થ્રી-વ્હીલર અને ટૂ-વ્હીલર પાર્ક થઈ શકશે. ત્રીજા માળે પ્રતીક્ષા કક્ષ, દુકાનો તેમજ રેસ્ટોરન્ટ છે.’મલ્ટીમોડલ હબમાં 1300 વાહન માટે પાર્કિંગની જગ્યા છે, જેના માટે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, પહેલા અને બીજા માળે જગ્યા રાખવામાં આવી છે.બે ભાગમાં ઇમારત છે, પહેલામાં 7, બીજામાં 9 માળ મલ્ટીમોડલ હબ A અને B એમ બે ભાગમાં છે. ભાગ Aમાં 7 અને ભાગ Bમાં 9 માળ છે. ભાગ Aમાં ફાઇવસ્ટાર હોટલ હશે. Bમાં 8 અને 9મા માળે કોમર્શિયલ સ્પેસ ઉપરાંત રેલવે અને NRHCLની ઓફિસ હશે.
AD..

આ સિવાય જાપાનના કેટલાક કન્સલ્ટન્ટ્સની ઓફિસ પણ આ બિલ્ડિંગમાં હશે.અરુણકુમાર સિંહે કહ્યું હતું કે ‘આ ઇમારતને મેક ઈન ઈન્ડિયાના વિચાર મુજબ જ બનાવી છે, જેમાં ઉપયોગમાં લેવાયેલી તમામ સામગ્રી સ્વદેશી છે, જે ઇન્ટરનેશનલ ધારા-ધોરણ પર પણ ખરી ઊતરે છે.’ઇમારતનો રંગ પીળો કેમ રાખવામાં આવ્યો?
AD..

ડિઝાઇન, ડ્રોઈંગથી લઈને કામ કરનારા લોકો પણ ભારતીય છે. પહેલા એનું કામ રેલ ઇન્ડિયા ટેક્નિકલ એન્ડ ઇકૉનૉમિક સર્વિસ લિમિટેડ એટલે કે RITES પાસે હતું. તેમણે હંગામી ધોરણે એક મોડલ તૈયાર કર્યું. ત્યાર પછી દાંડીયાત્રાની થીમનો વિચાર આવતાં NHRCLના ચીફ આર્કિટેક્ટે તેના પર કામ શરૂ કર્યું. ઇમારતમાં ઉપયોગમાં લેવાયેલો પીળો રંગ સુખ, શાંતિ અને જ્ઞાનનું પ્રતીક છે.મલ્ટીમોડલ હબ બુલેટ ટ્રેનના સાબરમતી સ્ટેશનથી એકદમ સામે જ હશે. સ્ટેશનનું કામ હજુ 10થી 15 ટકા જ થયું છે. અહીં હજુ પાયા અને પિલરનું કામ જ ચાલી રહ્યું છે.અરુણસિંહએ કહ્યું હતું કે ‘સારી વાત એ કહેવાય કે બાંધકામ સમયે કોઈ દુર્ઘટના નથી બની. આવનારા સમયમાં પણ આવું ન થાય એ માટે સલામતીનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઇમારતમાં કદાચ આગ લાગે તો સલામતીથી બહાર નીકળવાની પણ વ્યવસ્થા છે. કોઈ દુર્ઘટના બને તો લોકો સરળતાથી ગાર્ડન એરિયામાં પહોંચી શકે છે.’સાબરમતી સ્ટેશનથી માત્ર 7 કિલોમીટર દૂર અમદાવાદ રેલવે સ્ટેશન આવેલું છે. અહીં શહેરના મુખ્ય રેલવે સ્ટેશન કાલુપુરના પ્લેટફોર્મ નંબર 11 અને 12ની જગ્યાએ બુલેટ ટ્રેન માટે સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. અહીં કન્સ્ટ્રક્શનનું કામ ઈરકોન-DRA ઈમ્ફ્રોકોન(JV) પાસે છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ કામદારો સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોરની કામગીરી કરી રહ્યા છે. અહીં પાર્કિંગ વિસ્તાર બનશે. કેટલાક પિલર પણ અડધાથી વધુ બની ચૂક્યા હતા.પ્રોજેક્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અહીં 20થી 25% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અમે કન્સ્ટ્રકશન કંપનીના સ્ટાફ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ લોકો કોઈપણ માહિતી આપવા માટે તૈયાર ન થયા. સ્ટેશન પતંગની થીમ પર તૈયાર કરવામાં આવશે. અમદાવાદ મેટ્રો અને રેલવે જંક્શન (કાલુપુર સ્ટેશન)ને ફૂટ-ઓવર બ્રિજના માધ્યમથી જોડવામાં આવશે.જાપાનની જેમ સિગ્નલ સિસ્ટમ, ગેસથી ભરેલા કેબલનો ઉપયોગ થશે
હાઈ સ્પીડ ટ્રેનના સિગ્નલ કંટ્રોલનું કામ ગેસથી ભરેલા કેબલથી થશે. આ જ ટેક્નોલોજીથી જાપાનની બુલેટ ટ્રેન ચાલે છે. ભારતની ટ્રેનમાં એનો ઉપયોગ પહેલીવાર કરવામાં આવશે. આ કેબલની દેખરેખ માટે ગેસ પ્રેશર મોનિટરિંગ સિસ્ટમથી કરવામાં આવશે. એનાથી ફાયદો એ થશે કે કેબલ તૂટવાની તેમજ અન્ય કોઈ નુકસાન થવાની જાણકારી પણ તરત જ મળી જશે. આ કેબલ પર ભેજની પણ કોઈ અસર નથી થતી.દરેક સ્ટેશનનો કંટ્રોલરૂમ સાબરમતીમાં
હાઈ સ્પીડ ટ્રેનની ટેલિકૉમ્યુનિકેશન સિસ્ટમમાં ઓપ્ટિકલ ફાઈબર કેબલનો ઉપયોગ કરાશે. એનો કંટ્રોલ રૂમ સાબરમતીમાં હશે. અહીંથી આગળનાં તમામ સ્ટેશનના ડિસ્પલે બોર્ડ કન્ટ્રોલ કરાશે. મુસાફરોને તમામ અપડેટ કંટ્રોલ રૂમથી આપવામાં આવશે.ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કેટલું કામ થયું?
NHSRCL પ્રમાણે, 14 મે 2023 સુધી 352 કિલોમીટરના રૂટ પર બનનારા એલિવેટર ટ્રેક, બ્રિજ, સ્ટેશન અને ટ્રેક માટે સિવિલ વર્કનો કોન્ટ્રેક્ટ આપી દેવામાં આવ્યો છે. આ ભાગ ગુજરાતના 8 જિલ્લા સિવાય કેન્દ્ર-શાસિત પ્રદેશ દાદરા અને નગર-હવેલીમાં આવે છે. પહેલો સિવિલ કોન્ટ્રેક્ટ 28 ઓક્ટોબર 2020માં સી-4 પેકેટ, એટલે કે વલસાડ માટે આપવામાં આવ્યો હતો.






