અર્ધ સૈનિક કલ્યાણ બોર્ડ નું જિલ્લા મુજબ નિર્માણ કરવામાં આવે અને અન્ય જે પણ સેના આર્મી લશ્કર ના નિવૃત જવાન ને રાજ્ય સરકાર સુવિધા આપે : દીપેશભાઈ પટેલ

On: June 18, 2023 12:07 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

અમદાવાદ ના નરોડા વિસ્તારમાં અમદાવાદ અર્ધ લશ્કર સંગઠન ની મિટિંગ મા સમારંભ ના પ્રમુખ પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત અર્ધ લશ્કર સંગઠન અને વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ ની અધ્યક્ષતા મા યોજાઈ જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ હર્ષદભાઈ ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ જોઈતા ભાઈ પ્રભારી CRPF wing ગુજરાત પ્રદેશ , બળવંતભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી , દિશાંત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , પ્રભાતભાઇ ધોળકા તાલુકા પ્રમુખ તેમજ 48 વોર્ડ પ્રમુખ, મહિલા પ્રમુખ અને સંગઠન ના સદસ્યો હાજર રહ્યા હતા .

મિટિંગ નો મુખ્ય ઉદ્દેશ અર્ધ લશ્કર પરિવાર ને ગુજરાત મા સેના જેવી સુવિધા , સન્માન અને હક મળે જેમાં રાજ્ય પૂરતો એક્ષમેન નો દરજ્જો , અર્ધ સૈનિક કલ્યાણ બોર્ડ નું જિલ્લા મુજબ નિર્માણ કરવામાં આવે અને અન્ય જે પણ સેના આર્મી લશ્કર ના નિવૃત જવાન ને રાજ્ય સરકાર સુવિધા આપે છે તે આપે જેની રજૂઆત કરવા છતાં હજુ સુધી સરકાર તરફથી કોઈ પણ સંતોષકારક કે સંવેદન શીn ની વાતો કરતી સરકારે હજુ સુધી કોઈ નક્કર પગલાં આ જવાનો અને શહીદ પરિવાર માટે લીધા નથી તો હવે આગળ ની રણનીતિ નક્કી કરવા સર્વે નો મંતવ્ય લેવા કે આગળ આંદોલન કેવી રીતે કરવા અને કેવા પગલાં સંગઠન તરફથી લેવા જેનાથી આ દેશ માટે બલિદાન ત્યાગ આપનારા વીર શહીદ અને જાંબાઝ નિવૃત જવાન ને સેના જેવું સન્માન મળે .
સર્વે નો એક જ મંતવ્ય હતો કે એક વાર સરકાર મા રજૂઆત કરવામાં આવે અને માનનીય પ્રધાનમંત્રી સુધી વાત પહોંચાડવા માટે જે પણ કાર્યક્રમ કરવા પડે તે કરવા આવે કારણ આપણા પ્રધાનમંત્રી જેમણે તેમના તમામ તહેવાર જવાનો સાથે માનવી છે જો વાત પ્રધાનમંત્રી સુધી પહોંચશે તો ચોક્કસ સારું પરિણામ મળશે એવો તમામ હાજર સદસ્યો ના મંતવ્યો હતા .

દિપેશ પટેલ
ગુજરાત પ્રદેશ પ્રમુખ
ગુજરાત અર્ધ લશ્કર સંગઠન

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!