
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે સુરત ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો સાથે યોગાભ્યાસમાં જોડાઈને નાગરિકોને યોગ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.


આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાર્થક પ્રયાસોથી વિશ્વભરમાં યોગવિદ્યા પ્રચલિત બનતા ભારત માતાને અનેરું ગૌરવ મળ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ યોગને પ્રોત્સાહન આપવા રાજ્યમાં નવા 51 યોગ સ્ટુડિયોનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી.


યોગ દિવસના આ કાર્યક્રમમાં એક સાથે એક સ્થળે 1.50 લાખ નાગરિકોએ યોગાભ્યાસમાં જોડાઈ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો જેનું મુખ્યમંત્રીશ્રીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે યોગના મહત્વ અને ઇતિહાસની કોફી ટેબલ બુક ‘યોગ’નું વિમોચન તેમજ યોગ એવોર્ડ એનાયત કરાયા.
Ad..




#gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #bhupendrapatel #Yoga #YogaDay #YogaDay2023 #internationalyogaday #internationalyogaday2023 #guinnessworldrecords #GuinnessWorldRecord






