
યોગ દિવસ ની ઉજવણી . યોગ દિવસ -2023 “વસુધૈવ કુટુંબકમ” ની થીમ સાથે

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આવધા પ્રા. શાળામાં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી. સમગ્ર વિશ્વ એક પરિવાર છે.આ થીમ પૃથ્વી પરના તમામ લોકોના સ્વાસ્થ્ય માટે યોગની ઉપયોગિતાનો ઉલ્લેખ કરે છે.વિદ્યાર્થીઓને યોગ નું મહત્વ સમજાવવામાં આવ્યું .

ભારતને યોગ ગુરુ કહેવાય છે.ત્યારે વિદ્યાર્થીઓ ને પશ્ચિમ ની સંસ્કૃતિ નું આંધળું અનુકરણ ન કરી ભારતીય સઁસ્કૃતિ ને અપનાવી તંદુરસ્ત રહેવા માટે દૈનિક જીવન માં યોગ કરવાની સમજ આપી.શાળા પરિવાર દ્વારા યોગ થકી શારીરિક & માનસિક સ્વાસ્થ્ય જાળવવા નો પ્રણ લેવામાં આવ્યો. શાળાના 350 વિદ્યાર્થીઓ, smc સભ્યો, શિક્ષકો,આંગણવાડી કાર્યકર તેમજ આવધા સબ સેન્ટર ના કાર્યકરો એ પણ યોગ દિવસ ની ઉજવણી માં ભાગ લીધો હતો.










