
✍🏼નગીનદાસ સંઘવી
ગાંધી આશ્રમનાં અગિયાર મહાવ્રતોમાં સામેલ કરવામાં આવેલું અપરિગ્રહ-સંઘરો ન કરવાનું વ્રત-ભારતીય પરંપરાનાં પાંચ મહાવ્રતોમાં લગભગ છેલ્લે મુકાયું છે. જીવતા રહેવંુ હોય તો શ્વાસ લેવો પડે તેમ સંગ્રહ પણ કરવો જ પડે છે. ઘર, અનાજ, કપડાં, સાધન સામગ્રી વગર માનવી અને પશુના જીવતરમાં કરો તફાવત રહે નહીં અને પશુઓ પણ પોતાની શક્તિ, આવડત અનુસાર અનાજનો સંઘરો કરે છે. માળા બાંધે છે, ગુફાનો કબજો જાળવી રાખવા માટે લડે-ઝઘડે છે. છેક આદિ અનાદિકાળથી માનવી ખોરાક, શસ્ત્રો, સાધનસામગ્રીનો સંઘરો કરતો રહ્યો છે તેથી ગાંધી આશ્રમનાં મહાવ્રતોના ગુજરાતી અનુવાદમાં થોડું ઉમેરણ કરવામાં આવ્યંુ છે. ‘વણ જોઇતું નવ સંઘરવું’ ન જોઇતી, નકામી ચીજોનો સંગ્રહ કરવો નહીં તેવી શિખામણ આપવામાં આવી છે. જરૂરી અને ઉપયોગી ચીજોની યાદી ઉપર પ્રમાણે, અક્કલ પ્રમાણે, ધંધા પ્રમાણે અને મનોવૃત્તિ અનુસાર બદલાતી રહે છે.
AD..

નાના બાળક માટે હજારો રૂપિયાની નોટો કરતાં પણ પોતાના પાંચીકા, રમકડાં વધારે જરૂરી હોય. મોટી ઉંમરે અને સમજણ આવ્યા પછી આ રમકડાં અને પાંચીકા નિરર્થક અને હાસ્યાસ્પદ બની જાય છે, પણ ઉંમર કે પરિસ્થિતિ કરતાં પણ મનોવૃત્તિ તેમાં વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે.
AD..

સોક્રેટિસ વિશે એવી કથા કહેવાય છે કે એથેન્સ શહેરમાં ભરાયેલા વૈભવી પ્રદર્શનમાં ઘૂમવા માટે ગયેલા સોક્રેટિસ બહાર આવ્યા ત્યારે એકદમ ખુશખુશાલ હતા. કોઇએ તેમની ખુશીનું કારણ પૂછ્યું ત્યારે સોક્રેટિસે કહ્યું કે ‘આ પ્રદર્શન જોયા પછી મને ખ્યાલ આવ્યો કે આ દુનિયામાં અગણિત વસ્તુઓ એવી છે કે જેની મને કશી જરૂર નથી.’ વિરામી સંતોને પોતાની તૂટેલી-ફૂટેલી ઝૂંપડી બસ થઇ પડે છે, પણ બાદશાહો ને મહેલો અપૂરતા થઇ પડે છે. તદ્દન નકામી ચીજો પણ સંઘરાકારો માટે મહામૂલી થઇ પડે છે. ટપાલની વપરાયેલી ટિકિટો, છીપલાં, શંખલા કે બજારમાં ફૂટી બદામ ન મળે તેવા પ્રાચીન સિક્કાઓનો, દીવાસળીનાં ખોખાંના સંગ્રહ શોખીનો આ દુનિયામાં ઓછા નથી.
AD..

જે વસ્તુઓ પોતાને કદી ઉપયોગ કે વપરાશમાં આવવાની નથી તેવી અગણિત વસ્તુઓનો પરિગ્રહ કરી રાખનારને ઉતારી પાડવાની કશી જરૂર નથી. આનાથી સામા છેડેના અપરિગ્રહીઓ પણ દુનિયામાં અજાણ્યા નથી. એથેન્સના ડાયોજીનિસ માત્ર એક ટબ રાખતા. આ પહોરમાં અપરિગ્રહનું ઉગ્ર પાલન અગ્નિહોત્રી બ્રાહ્મણોએ કરવું પડે છે. આ અગ્નિહોત્રી બ્રાહ્મણ પોતાના ઘરમાં પોતાના અને કુટુંબ માટે ત્રણ દિવસ ચાલે તેનાથી વધારે અનાજ રાખે નહીં અને ત્રણ-ચાર જોડીથી વધારે કપડાં રાખી શકે નહીં. અપરિગ્રહનો વ્રતપંચકમાં સમાવેશ કરવામાં આવ્યો છે કારણ કે જરૂરી-બિનજરૂરી વસ્તુઓનો સંઘરો કર્યા કરનારે તેની સાચવણ, સંભાળ માટે અનેક તકલીફો વેઠવી પડે છે. સંઘર્યો સાપ કામમાં આવશે તેવી કહેવતમાં અનુભવની જોડાજોડ લોભ અને લાલચની માત્ર પણ ભળેલી હોય છે અને પરિગ્રહની આદત દૃઢ થતી જાય તેમ તેમ માણસ વધારે ને વધારે લોભી અને લાલચુ બનતો જાય છે. છેવટે તે બધા પાસેથી લેવાની મેળવવાની આદતના કારણે માણસ પોતાની આઝાદી ગુમાવી બેસે છે. ગુલામને તો એક જ શેઠ હોય છે પણ લાલચું માણસે આખી દુનિયાનું દાસત્વ કરવું પડે છે. આવા લોભ અને લાલચના પરિણામે સંપત્તિ અને સમૃદ્ધિના સંઘરા માટે આંધળો બનેલો માણસ વાસ્તવિકતાનું ભાન ભૂલી જાય છે.
ad..

અરબી ભાષામાં એવી કહેવત છે કે જે માણસને પોતાના સાંધેલાં કપડાં અને ફાટેલાં જોડાંની શરમ આવતી હોય તેણે સત્યની શોધ કરવી નહીં. ગરીબાઇમાં કશાં ગુણ નથી પણ સત્યના શોધકે પરિગ્રહ કરવાની મનોવૃત્તિ છોડ્યા વગર તે વિકાસ સાધી શકતો નથી. આરામ પરસ્તી અને સમૃદ્ધિની ઉપાસના કરવાના આ યુગમાં પણ પરિગ્રહની મર્યાદા બાંધવામાં ગફલત કરનાર અનેક જગાએ ફસાઇ પડે છે. મોટાભાગનાં લોકો સમાજે પાડેલા ચીલાને વળગી રહીને ચાલે છે અને શાણા માણસ હોવાનું માન મેળવીને મહાલે છે. ચીલો ચાતરીને ચાલનાર માણસ હંમેશાં પાગલ ગણાઇને હડધૂત થાય છે પણ સમાજમાં જે કંઇ પ્રગતિ થાય છે, જે કંઇ નવાં કામ કે નવી શોધખોળ થાય છે તે બધી આવા ધૂની, અપરિગ્રહી ચક્રમ ગણાયેલા માણસોના કર્તવ્યનું પરિણામ છે. ઝાડમાંથી છૂટું પડેલું સફરજન નીચે શા માટે પડ્યું તેવો સવાલ પૂછનાર ન્યૂટન પોતાના જમાનામાં પાગલ જ ગણાયો હોય. જ્ઞાન વિજ્ઞાનની તમામ પરિશોધોમાં ગળાડૂબ રહેનાર લોકો આપોઆપ અપરિગ્રહી મનોદશાને પામે છે કારણ કે પોતાના મનમાં જામેલા કુતૂહલ કે વિસ્મયને સંતોષવા માટે નિકારણ મીમાંસા શોધવામાં તેમનું ધ્યાન અન્ય વસ્તુઓના સંઘરા પર ખસી જાય છે. ચીજવસ્તુઓનો સંઘરો કરનાર માણસ સમર્થ અને શક્તિમાન, પણ અપરિગ્રહી તેનાથી ઘણી ઊંચી મનોદશામાં જીવનાર મહાત્મા પદ પામે છે. ધી આશ્રમનાં અગિયાર મહાવ્રતોમાં સામેલ કરવામાં આવેલું અપરિગ્રહ-સંઘરો ન કરવાનું વ્રત-ભારતીય પરંપરાનાં પાંચ મહાવ્રતોમાં લગભગ છેલ્લે મુકાયું છે. જીવતા રહેવંુ હોય તો શ્વાસ લેવો પડે તેમ સંગ્રહ પણ કરવો જ પડે છે. ઘર, અનાજ, કપડાં, સાધન સામગ્રી વગર માનવી અને પશુના જીવતરમાં કરો તફાવત રહે નહીં અને પશુઓ પણ પોતાની શક્તિ, આવડત અનુસાર અનાજનો સંઘરો કરે છે. માળા બાંધે છે, ગુફાનો કબજો જાળવી રાખવા માટે લડે-ઝઘડે છે. છેક આદિ અનાદિકાળથી માનવી ખોરાક, શસ્ત્રો, સાધનસામગ્રીનો સંઘરો કરતો રહ્યો છે તેથી ગાંધી આશ્રમનાં મહાવ્રતોના ગુજરાતી અનુવાદમાં થોડું ઉમેરણ કરવામાં આવ્યંુ છે. ‘વણ જોઇતું નવ સંઘરવું’ ન જોઇતી, નકામી ચીજોનો સંગ્રહ કરવો નહીં તેવી શિખામણ આપવામાં આવી છે. જરૂરી અને ઉપયોગી ચીજોની યાદી ઉપર પ્રમાણે, અક્કલ પ્રમાણે, ધંધા પ્રમાણે અને મનોવૃત્તિ અનુસાર બદલાતી રહે છે. નાના બાળક માટે હજારો રૂપિયાની નોટો કરતાં પણ પોતાના પાંચીકા, રમકડાં વધારે જરૂરી હોય. મોટી ઉંમરે અને સમજણ આવ્યા પછી આ રમકડાં અને પાંચીકા નિરર્થક અને હાસ્યાસ્પદ બની જાય છે, પણ ઉંમર કે પરિસ્થિતિ કરતાં પણ મનોવૃત્તિ તેમાં વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે. સોક્રેટિસ વિશે એવી કથા કહેવાય છે કે એથેન્સ શહેરમાં ભરાયેલા વૈભવી પ્રદર્શનમાં ઘૂમવા માટે ગયેલા સોક્રેટિસ બહાર આવ્યા ત્યારે એકદમ ખુશખુશાલ હતા. કોઇએ તેમની ખુશીનું કારણ પૂછ્યું ત્યારે સોક્રેટિસે કહ્યું કે ‘આ પ્રદર્શન જોયા પછી મને ખ્યાલ આવ્યો કે આ દુનિયામાં અગણિત વસ્તુઓ એવી છે કે જેની મને કશી જરૂર નથી.’ વિરામી સંતોને પોતાની તૂટેલી-ફૂટેલી ઝૂંપડી બસ થઇ પડે છે, પણ બાદશાહો ને મહેલો અપૂરતા થઇ પડે છે. તદ્દન નકામી ચીજો પણ સંઘરાકારો માટે મહામૂલી થઇ પડે છે. ટપાલની વપરાયેલી ટિકિટો, છીપલાં, શંખલા કે બજારમાં ફૂટી બદામ ન મળે તેવા પ્રાચીન સિક્કાઓનો, દીવાસળીનાં ખોખાંના સંગ્રહ શોખીનો આ દુનિયામાં ઓછા નથી. જે વસ્તુઓ પોતાને કદી ઉપયોગ કે વપરાશમાં આવવાની નથી તેવી અગણિત વસ્તુઓનો પરિગ્રહ કરી રાખનારને ઉતારી પાડવાની કશી જરૂર નથી. આનાથી સામા છેડેના અપરિગ્રહીઓ પણ દુનિયામાં અજાણ્યા નથી. એથેન્સના ડાયોજીનિસ માત્ર એક ટબ રાખતા. આ પહોરમાં અપરિગ્રહનું ઉગ્ર પાલન અગ્નિહોત્રી બ્રાહ્મણોએ કરવું પડે છે. આ અગ્નિહોત્રી બ્રાહ્મણ પોતાના ઘરમાં પોતાના અને કુટુંબ માટે ત્રણ દિવસ ચાલે તેનાથી વધારે અનાજ રાખે નહીં અને ત્રણ-ચાર જોડીથી વધારે કપડાં રાખી શકે નહીં. અપરિગ્રહનો વ્રતપંચકમાં સમાવેશ કરવામાં આવ્યો છે કારણ કે જરૂરી-બિનજરૂરી વસ્તુઓનો સંઘરો કર્યા કરનારે તેની સાચવણ, સંભાળ માટે અનેક તકલીફો વેઠવી પડે છે. સંઘર્યો સાપ કામમાં આવશે તેવી કહેવતમાં અનુભવની જોડાજોડ લોભ અને લાલચની માત્ર પણ ભળેલી હોય છે અને પરિગ્રહની આદત દૃઢ થતી જાય તેમ તેમ માણસ વધારે ને વધારે લોભી અને લાલચુ બનતો જાય છે. છેવટે તે બધા પાસેથી લેવાની મેળવવાની આદતના કારણે માણસ પોતાની આઝાદી ગુમાવી બેસે છે. ગુલામને તો એક જ શેઠ હોય છે પણ લાલચું માણસે આખી દુનિયાનું દાસત્વ કરવું પડે છે. આવા લોભ અને લાલચના પરિણામે સંપત્તિ અને સમૃદ્ધિના સંઘરા માટે આંધળો બનેલો માણસ વાસ્તવિકતાનું ભાન ભૂલી જાય છે. તેથી અરબી ભાષામાં એવી કહેવત છે કે જે માણસને પોતાના સાંધેલાં કપડાં અને ફાટેલાં જોડાંની શરમ આવતી હોય તેણે સત્યની શોધ કરવી નહીં. ગરીબાઇમાં કશાં ગુણ નથી પણ સત્યના શોધકે પરિગ્રહ કરવાની મનોવૃત્તિ છોડ્યા વગર તે વિકાસ સાધી શકતો નથી. આરામ પરસ્તી અને સમૃદ્ધિની ઉપાસના કરવાના આ યુગમાં પણ પરિગ્રહની મર્યાદા બાંધવામાં ગફલત કરનાર અનેક જગાએ ફસાઇ પડે છે. મોટાભાગનાં લોકો સમાજે પાડેલા ચીલાને વળગી રહીને ચાલે છે અને શાણા માણસ હોવાનું માન મેળવીને મહાલે છે. ચીલો ચાતરીને ચાલનાર માણસ હંમેશાં પાગલ ગણાઇને હડધૂત થાય છે પણ સમાજમાં જે કંઇ પ્રગતિ થાય છે, જે કંઇ નવાં કામ કે નવી શોધખોળ થાય છે તે બધી આવા ધૂની, અપરિગ્રહી ચક્રમ ગણાયેલા માણસોના કર્તવ્યનું પરિણામ છે. ઝાડમાંથી છૂટું પડેલું સફરજન નીચે શા માટે પડ્યું તેવો સવાલ પૂછનાર ન્યૂટન પોતાના જમાનામાં પાગલ જ ગણાયો હોય. જ્ઞાન વિજ્ઞાનની તમામ પરિશોધોમાં ગળાડૂબ રહેનાર લોકો આપોઆપ અપરિગ્રહી મનોદશાને પામે છે કારણ કે પોતાના મનમાં જામેલા કુતૂહલ કે વિસ્મયને સંતોષવા માટે નિકારણ મીમાંસા શોધવામાં તેમનું ધ્યાન અન્ય વસ્તુઓના સંઘરા પર ખસી જાય છે. ચીજવસ્તુઓનો સંઘરો કરનાર માણસ સમર્થ અને શક્તિમાન, પણ અપરિગ્રહી તેનાથી ઘણી ઊંચી મનોદશામાં જીવનાર મહાત્મા પદ પામે છે. ધી આશ્રમનાં અગિયાર મહાવ્રતોમાં સામેલ કરવામાં આવેલું અપરિગ્રહ-સંઘરો ન કરવાનું વ્રત-ભારતીય પરંપરાનાં પાંચ મહાવ્રતોમાં લગભગ છેલ્લે મુકાયું છે. જીવતા રહેવંુ હોય તો શ્વાસ લેવો પડે તેમ સંગ્રહ પણ કરવો જ પડે છે. ઘર, અનાજ, કપડાં, સાધન સામગ્રી વગર માનવી અને પશુના જીવતરમાં કરો તફાવત રહે નહીં અને પશુઓ પણ પોતાની શક્તિ, આવડત અનુસાર અનાજનો સંઘરો કરે છે. માળા બાંધે છે, ગુફાનો કબજો જાળવી રાખવા માટે લડે-ઝઘડે છે. છેક આદિ અનાદિકાળથી માનવી ખોરાક, શસ્ત્રો, સાધનસામગ્રીનો સંઘરો કરતો રહ્યો છે તેથી ગાંધી આશ્રમનાં મહાવ્રતોના ગુજરાતી અનુવાદમાં થોડું ઉમેરણ કરવામાં આવ્યંુ છે. ‘વણ જોઇતું નવ સંઘરવું’ ન જોઇતી, નકામી ચીજોનો સંગ્રહ કરવો નહીં તેવી શિખામણ આપવામાં આવી છે. જરૂરી અને ઉપયોગી ચીજોની યાદી ઉપર પ્રમાણે, અક્કલ પ્રમાણે, ધંધા પ્રમાણે અને મનોવૃત્તિ અનુસાર બદલાતી રહે છે. નાના બાળક માટે હજારો રૂપિયાની નોટો કરતાં પણ પોતાના પાંચીકા, રમકડાં વધારે જરૂરી હોય. મોટી ઉંમરે અને સમજણ આવ્યા પછી આ રમકડાં અને પાંચીકા નિરર્થક અને હાસ્યાસ્પદ બની જાય છે, પણ ઉંમર કે પરિસ્થિતિ કરતાં પણ મનોવૃત્તિ તેમાં વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે. સોક્રેટિસ વિશે એવી કથા કહેવાય છે કે એથેન્સ શહેરમાં ભરાયેલા વૈભવી પ્રદર્શનમાં ઘૂમવા માટે ગયેલા સોક્રેટિસ બહાર આવ્યા ત્યારે એકદમ ખુશખુશાલ હતા. કોઇએ તેમની ખુશીનું કારણ પૂછ્યું ત્યારે સોક્રેટિસે કહ્યું કે ‘આ પ્રદર્શન જોયા પછી મને ખ્યાલ આવ્યો કે આ દુનિયામાં અગણિત વસ્તુઓ એવી છે કે જેની મને કશી જરૂર નથી.’ વિરામી સંતોને પોતાની તૂટેલી-ફૂટેલી ઝૂંપડી બસ થઇ પડે છે, પણ બાદશાહો ને મહેલો અપૂરતા થઇ પડે છે. તદ્દન નકામી ચીજો પણ સંઘરાકારો માટે મહામૂલી થઇ પડે છે. ટપાલની વપરાયેલી ટિકિટો, છીપલાં, શંખલા કે બજારમાં ફૂટી બદામ ન મળે તેવા પ્રાચીન સિક્કાઓનો, દીવાસળીનાં ખોખાંના સંગ્રહ શોખીનો આ દુનિયામાં ઓછા નથી. જે વસ્તુઓ પોતાને કદી ઉપયોગ કે વપરાશમાં આવવાની નથી તેવી અગણિત વસ્તુઓનો પરિગ્રહ કરી રાખનારને ઉતારી પાડવાની કશી જરૂર નથી. આનાથી સામા છેડેના અપરિગ્રહીઓ પણ દુનિયામાં અજાણ્યા નથી. એથેન્સના ડાયોજીનિસ માત્ર એક ટબ રાખતા. આ પહોરમાં અપરિગ્રહનું ઉગ્ર પાલન અગ્નિહોત્રી બ્રાહ્મણોએ કરવું પડે છે. આ અગ્નિહોત્રી બ્રાહ્મણ પોતાના ઘરમાં પોતાના અને કુટુંબ માટે ત્રણ દિવસ ચાલે તેનાથી વધારે અનાજ રાખે નહીં અને ત્રણ-ચાર જોડીથી વધારે કપડાં રાખી શકે નહીં. અપરિગ્રહનો વ્રતપંચકમાં સમાવેશ કરવામાં આવ્યો છે કારણ કે જરૂરી-બિનજરૂરી વસ્તુઓનો સંઘરો કર્યા કરનારે તેની સાચવણ, સંભાળ માટે અનેક તકલીફો વેઠવી પડે છે. સંઘર્યો સાપ કામમાં આવશે તેવી કહેવતમાં અનુભવની જોડાજોડ લોભ અને લાલચની માત્ર પણ ભળેલી હોય છે અને પરિગ્રહની આદત દૃઢ થતી જાય તેમ તેમ માણસ વધારે ને વધારે લોભી અને લાલચુ બનતો જાય છે. છેવટે તે બધા પાસેથી લેવાની મેળવવાની આદતના કારણે માણસ પોતાની આઝાદી ગુમાવી બેસે છે. ગુલામને તો એક જ શેઠ હોય છે પણ લાલચું માણસે આખી દુનિયાનું દાસત્વ કરવું પડે છે. આવા લોભ અને લાલચના પરિણામે સંપત્તિ અને સમૃદ્ધિના સંઘરા માટે આંધળો બનેલો માણસ વાસ્તવિકતાનું ભાન ભૂલી જાય છે. તેથી અરબી ભાષામાં એવી કહેવત છે કે જે માણસને પોતાના સાંધેલાં કપડાં અને ફાટેલાં જોડાંની શરમ આવતી હોય તેણે સત્યની શોધ કરવી નહીં. ગરીબાઇમાં કશાં ગુણ નથી પણ સત્યના શોધકે પરિગ્રહ કરવાની મનોવૃત્તિ છોડ્યા વગર તે વિકાસ સાધી શકતો નથી. આરામ પરસ્તી અને સમૃદ્ધિની ઉપાસના કરવાના આ યુગમાં પણ પરિગ્રહની મર્યાદા બાંધવામાં ગફલત કરનાર અનેક જગાએ ફસાઇ પડે છે. મોટાભાગનાં લોકો સમાજે પાડેલા ચીલાને વળગી રહીને ચાલે છે અને શાણા માણસ હોવાનું માન મેળવીને મહાલે છે. ચીલો ચાતરીને ચાલનાર માણસ હંમેશાં પાગલ ગણાઇને હડધૂત થાય છે પણ સમાજમાં જે કંઇ પ્રગતિ થાય છે, જે કંઇ નવાં કામ કે નવી શોધખોળ થાય છે તે બધી આવા ધૂની, અપરિગ્રહી ચક્રમ ગણાયેલા માણસોના કર્તવ્યનું પરિણામ છે. ઝાડમાંથી છૂટું પડેલું સફરજન નીચે શા માટે પડ્યું તેવો સવાલ પૂછનાર ન્યૂટન પોતાના જમાનામાં પાગલ જ ગણાયો હોય. જ્ઞાન વિજ્ઞાનની તમામ પરિશોધોમાં ગળાડૂબ રહેનાર લોકો આપોઆપ અપરિગ્રહી મનોદશાને પામે છે કારણ કે પોતાના મનમાં જામેલા કુતૂહલ કે વિસ્મયને સંતોષવા માટે નિકારણ મીમાંસા શોધવામાં તેમનું ધ્યાન અન્ય વસ્તુઓના સંઘરા પર ખસી જાય છે. ચીજવસ્તુઓનો સંઘરો કરનાર માણસ સમર્થ અને શક્તિમાન, પણ અપરિગ્રહી તેનાથી ઘણી ઊંચી મનોદશામાં જીવનાર મહાત્મા પદ પામે છે. ધી આશ્રમનાં અગિયાર મહાવ્રતોમાં સામેલ કરવામાં આવેલું અપરિગ્રહ-સંઘરો ન કરવાનું વ્રત-ભારતીય પરંપરાનાં પાંચ મહાવ્રતોમાં લગભગ છેલ્લે મુકાયું છે. જીવતા રહેવંુ હોય તો શ્વાસ લેવો પડે તેમ સંગ્રહ પણ કરવો જ પડે છે. ઘર, અનાજ, કપડાં, સાધન સામગ્રી વગર માનવી અને પશુના જીવતરમાં કરો તફાવત રહે નહીં અને પશુઓ પણ પોતાની શક્તિ, આવડત અનુસાર અનાજનો સંઘરો કરે છે. માળા બાંધે છે, ગુફાનો કબજો જાળવી રાખવા માટે લડે-ઝઘડે છે. છેક આદિ અનાદિકાળથી માનવી ખોરાક, શસ્ત્રો, સાધનસામગ્રીનો સંઘરો કરતો રહ્યો છે તેથી ગાંધી આશ્રમનાં મહાવ્રતોના ગુજરાતી અનુવાદમાં થોડું ઉમેરણ કરવામાં આવ્યંુ છે. ‘વણ જોઇતું નવ સંઘરવું’ ન જોઇતી, નકામી ચીજોનો સંગ્રહ કરવો નહીં તેવી શિખામણ આપવામાં આવી છે. જરૂરી અને ઉપયોગી ચીજોની યાદી ઉપર પ્રમાણે, અક્કલ પ્રમાણે, ધંધા પ્રમાણે અને મનોવૃત્તિ અનુસાર બદલાતી રહે છે. નાના બાળક માટે હજારો રૂપિયાની નોટો કરતાં પણ પોતાના પાંચીકા, રમકડાં વધારે જરૂરી હોય. મોટી ઉંમરે અને સમજણ આવ્યા પછી આ રમકડાં અને પાંચીકા નિરર્થક અને હાસ્યાસ્પદ બની જાય છે, પણ ઉંમર કે પરિસ્થિતિ કરતાં પણ મનોવૃત્તિ તેમાં વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે. સોક્રેટિસ વિશે એવી કથા કહેવાય છે કે એથેન્સ શહેરમાં ભરાયેલા વૈભવી પ્રદર્શનમાં ઘૂમવા માટે ગયેલા સોક્રેટિસ બહાર આવ્યા ત્યારે એકદમ ખુશખુશાલ હતા. કોઇએ તેમની ખુશીનું કારણ પૂછ્યું ત્યારે સોક્રેટિસે કહ્યું કે ‘આ પ્રદર્શન જોયા પછી મને ખ્યાલ આવ્યો કે આ દુનિયામાં અગણિત વસ્તુઓ એવી છે કે જેની મને કશી જરૂર નથી.’ વિરામી સંતોને પોતાની તૂટેલી-ફૂટેલી ઝૂંપડી બસ થઇ પડે છે, પણ બાદશાહો ને મહેલો અપૂરતા થઇ પડે છે. તદ્દન નકામી ચીજો પણ સંઘરાકારો માટે મહામૂલી થઇ પડે છે. ટપાલની વપરાયેલી ટિકિટો, છીપલાં, શંખલા કે બજારમાં ફૂટી બદામ ન મળે તેવા પ્રાચીન સિક્કાઓનો, દીવાસળીનાં ખોખાંના સંગ્રહ શોખીનો આ દુનિયામાં ઓછા નથી. જે વસ્તુઓ પોતાને કદી ઉપયોગ કે વપરાશમાં આવવાની નથી તેવી અગણિત વસ્તુઓનો પરિગ્રહ કરી રાખનારને ઉતારી પાડવાની કશી જરૂર નથી. આનાથી સામા છેડેના અપરિગ્રહીઓ પણ દુનિયામાં અજાણ્યા નથી. એથેન્સના ડાયોજીનિસ માત્ર એક ટબ રાખતા. આ પહોરમાં અપરિગ્રહનું ઉગ્ર પાલન અગ્નિહોત્રી બ્રાહ્મણોએ કરવું પડે છે. આ અગ્નિહોત્રી બ્રાહ્મણ પોતાના ઘરમાં પોતાના અને કુટુંબ માટે ત્રણ દિવસ ચાલે તેનાથી વધારે અનાજ રાખે નહીં અને ત્રણ-ચાર જોડીથી વધારે કપડાં રાખી શકે નહીં. અપરિગ્રહનો વ્રતપંચકમાં સમાવેશ કરવામાં આવ્યો છે કારણ કે જરૂરી-બિનજરૂરી વસ્તુઓનો સંઘરો કર્યા કરનારે તેની સાચવણ, સંભાળ માટે અનેક તકલીફો વેઠવી પડે છે. સંઘર્યો સાપ કામમાં આવશે તેવી કહેવતમાં અનુભવની જોડાજોડ લોભ અને લાલચની માત્ર પણ ભળેલી હોય છે અને પરિગ્રહની આદત દૃઢ થતી જાય તેમ તેમ માણસ વધારે ને વધારે લોભી અને લાલચુ બનતો જાય છે. છેવટે તે બધા પાસેથી લેવાની મેળવવાની આદતના કારણે માણસ પોતાની આઝાદી ગુમાવી બેસે છે. ગુલામને તો એક જ શેઠ હોય છે પણ લાલચું માણસે આખી દુનિયાનું દાસત્વ કરવું પડે છે. આવા લોભ અને લાલચના પરિણામે સંપત્તિ અને સમૃદ્ધિના સંઘરા માટે આંધળો બનેલો માણસ વાસ્તવિકતાનું ભાન ભૂલી જાય છે. તેથી અરબી ભાષામાં એવી કહેવત છે કે જે માણસને પોતાના સાંધેલાં કપડાં અને ફાટેલાં જોડાંની શરમ આવતી હોય તેણે સત્યની શોધ કરવી નહીં. ગરીબાઇમાં કશાં ગુણ નથી પણ સત્યના શોધકે પરિગ્રહ કરવાની મનોવૃત્તિ છોડ્યા વગર તે વિકાસ સાધી શકતો નથી. આરામ પરસ્તી અને સમૃદ્ધિની ઉપાસના કરવાના આ યુગમાં પણ પરિગ્રહની મર્યાદા બાંધવામાં ગફલત કરનાર અનેક જગાએ ફસાઇ પડે છે. મોટાભાગનાં લોકો સમાજે પાડેલા ચીલાને વળગી રહીને ચાલે છે અને શાણા માણસ હોવાનું માન મેળવીને મહાલે છે. ચીલો ચાતરીને ચાલનાર માણસ હંમેશાં પાગલ ગણાઇને હડધૂત થાય છે પણ સમાજમાં જે કંઇ પ્રગતિ થાય છે, જે કંઇ નવાં કામ કે નવી શોધખોળ થાય છે તે બધી આવા ધૂની, અપરિગ્રહી ચક્રમ ગણાયેલા માણસોના કર્તવ્યનું પરિણામ છે. ઝાડમાંથી છૂટું પડેલું સફરજન નીચે શા માટે પડ્યું તેવો સવાલ પૂછનાર ન્યૂટન પોતાના જમાનામાં પાગલ જ ગણાયો હોય. જ્ઞાન વિજ્ઞાનની તમામ પરિશોધોમાં ગળાડૂબ રહેનાર લોકો આપોઆપ અપરિગ્રહી મનોદશાને પામે છે કારણ કે પોતાના મનમાં જામેલા કુતૂહલ કે વિસ્મયને સંતોષવા માટે નિકારણ મીમાંસા શોધવામાં તેમનું ધ્યાન અન્ય વસ્તુઓના સંઘરા પર ખસી જાય છે. ચીજવસ્તુઓનો સંઘરો કરનાર માણસ સમર્થ અને શક્તિમાન, પણ અપરિગ્રહી તેનાથી ઘણી ઊંચી મનોદશામાં જીવનાર મહાત્મા પદ પામે છે.
કહેવતનું પોસ્ટમોર્ટમ : પોથીમાંનાં રીંગણાં પોથીના ભારથી અધમૂઆ






