
2024 ની લોકસભાની ચૂંટણીની તૈયારી ભાજપે અત્યારથી શરૂ કરી દીધી છે .વલસાડ જિલ્લામાં પણ ભાજપ દ્વારા ચૂંટણીનો ધમધાટ શરૂ કર્યો છે.

ચૂંટણીલક્ષી અનેક કાર્યક્રમો અને બેઠકો યોજાઈ રહી છે. ત્યારે આજે વલસાડના પારડીમાં ભાજપનું યુવા સંમેલન યોજાયુ હતું. .વર્ષ 2024 ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જ જિલ્લાના યુવા સંગઠનના યોજાયેલા આ સંમેલન માં ભાજપ ના યુવા મોરચા ના પ્રદેશ અધ્યક્ષ ડૉ પ્રશાંત કોરાટ વલસાડ જિલ્લા ભાજપ ના પ્રમુખ હેમંત ભાઈ કંસારા, વલસાડ ડાંગ ના સાંસદ ડૉ કે સી પટેલ સહિત વલસાડ જિલ્લા ભાજપ ના ધારાસભ્યો અરવિંદ પટેલ અને ભરત પટેલ સહિત ભાજપના યુવા કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.. આ સંમેલનમાં ઉપસ્થિત યુવા કાર્યકર્તાઓ ને સંબોધતા ભાજપ અગ્રણીઓ એ આવનાર લોકસભા ની ચુંટણી ની તૈયારીમાં અત્યારથી જ લાગી જવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના નવ વર્ષની સિદ્ધિઓને ઘર ઘર સુધી પહોંચાડવા આહવાન કર્યું હતુ.આમ આ વખતની ચૂંટણીમાં ભાજપનો યુવા મોરચો પણ પૂરી તાકાતથી ચૂંટણી પ્રચાર કરશે તેવું પ્રદેશ યુવા પ્રમુખે જણાવ્યું હતું.Ad.










