
વાવણી બાદ વરસાદની શરૂઆતથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદના બીજા રાઉન્ડની આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને 7 અને 8 જુલાઈ એ બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં વરસાદની બીજી ઈનિંગ શરુ, આ વિસ્તારોમાં જોવા મળી મેઘાની તોફાની બેટિંગ
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. બનાસકાંઠા વિસ્તારમાં આજે મેઘમહેર જોવા મળી રહી છે. યાત્રાધામ અંબાજીમાં ઘણા દિવસના વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે. 4 દિવસના ભારે ઉકળાટ બાદ આજે વરસાદનું આગમન થયું છે. દિવસ બાદ સાંજે અંબાજી અને આજુ બાજુના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી.
ઉત્તર ભારતમાં ફરી એકવાર મુશળધાર વરસાદ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે છુટાછવાયા વરસાદ બાદ ફરી સ્થિતિ સાનુકૂળ બની છે. આગામી દિવસોમાં ચોમાસું તેના પૂરા તેજ સાથે જોવા મળશે. IMDની આગાહી મુજબ આજે દિલ્હી-NCRમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને ગુજરાતમાં મધ્યમ વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત અમીરગઢના વિરમપુર પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે. કાનપુરા, ડાભેલી, રામપુરા, ખાટી સિતરા સહિતના આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી મહોલ જોવા મળી રહ્યો છે. બપોર બાદ વાતવરણમાં પલટો આવ્યો હતો. આ સાથે કાંકરેજ પંથકમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. કાંકરેજના થરા,ખીમાણા,શિહોરી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદની શરૂઆતથી લોકોને ગરમીથી રાહત મળી છે. વાવણી બાદ વરસાદની શરૂઆતથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
પાટણ જિલ્લામાં વરસાદી માહોલ
રાઘનપુર બાદ હારીજમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. હારીજમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. હારીજ,નવા કલાણા,અડિયા,કુરેજા, અસાલડી, બોરતવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોમાં હરખની હેલી જોવા મળી છે. અતિશય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
વડોદરાના શિનોરમાં અસહ્ય ગરમી બફારા બાદ વરસાદે બીજી ઇનિંગ કરી શરૂ છે. વડોદરાના શિનોરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. શિનોરના રોડ રસ્તા પર નદીની જેમ વરસાદી પાણી વહેતું થયું છે. શિનોર પંથકના ગામડાઓમાં સાર્વત્રિક વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે.
જામનગરના વાતાવરણમાં પલટો
જામનગરના લાલપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારથી જ સખત ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો છે. ચાર થાંબલા વિસ્તાર ઉમાધામ સોસાયટી સહકાર પાર્ક જામનગર રોડ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તરોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
પાટણમાં છવાયો વરસાદી માહોલ
રાઘનપુરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે.ભારે વરસાદને પગલે રાઘનપુર હાઇવે પર વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. રાઘનપુરમાં વરસાદી માહોલ જામતા ઠંડક પ્રસરી છે. રાઘનપુરમાં પવન સાથે વરસાદ વરસતા હાઇવે પર વિઝિબિલિટી ડાઉન થઈ છે. રાઘનપુર હાઇવે પર પસાર થતા વાહન ચાલકોને વિઝીબીલિટી ડાઉન થતા હેડ લાઈટ ચાલુ કરવાની ફરજ પડી છે. અતિશય ઉકળાટ અને લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
આગામી 24 કલાકમાં દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદની આગાહી
દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાતના ભાગો, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને મધ્ય મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ થયો છે. પૂર્વોત્તર ભારત, ગંગાના પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ થયો. કોંકણ અને ગોવા, કોસ્ટલ કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદ થયો હતો.
Ad..









