યોગેશ પટેલ (ધારાસભ્ય, માંજલપુર) ધારાસભ્યની રજૂઆત બાદ નિર્ણય રદ


(ધારાસભ્ય યોગેશ પટેલ)
ગત 2 જુલાઈના રોજ વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય યોગેશ પટેલે રજૂઆત કરી હતી. ધારાસભ્ય યોગેશ પટેલની રજૂઆત બાદ ઊર્જા મંત્રીએ નિર્ણય રદ કર્યો છે.

રાજ્યમાં વીજ ગ્રાહકોને ફટકારેલી ડિપોઝિટની નોટિસ રદ કરવામાં આવી છે. 1.55 કરોડ વીજ ગ્રાહકોને ફટકારેલી નોટિસ રદ કરવામાં આવી છે. જેથી હવે ગ્રાહકોને આશરે 850 કરોડ રૂપિયાનો ફાયદો થશે. અગાઉ વીજ વિભાગે ગ્રાહકોને ફરીથી સિક્યોરીટી ડિપોઝિટ ભરવા નોટિસ પાઠવી હતી.
સિક્યુરિટી ડિપોઝિટ ભરવાની આપી હતી નોટિસ
ગુજરાતમાં વીજ કંપનીઓએ 1.55 કરોડ જેટલા ગ્રાહકો પાસેથી 850 કરોડનું ઉઘરાણું કરવાની કવાયત હાથ ધરી હતી. વીજ કંપનીએ રહેણાંક, કોમર્શિયલ અને લઘુ ઉદ્યોગોને રૂ.500થી 70 હજાર સુધીની સિક્યુરિટી ડિપોઝિટ ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ અંતર્ગત વડોદરામાં વીજ કંપની દ્વારા 1300 લઘુ ઉદ્યોગો, 7 હજાર કોમર્શિયલ મિકલત અને 5 હજરા રહેણાંક મિકલતને નોટિસ આપવામાં આવી હતી. વીજ કંપની વડોદરામાંથી સિક્યુરિટી ડિપોઝિટ પેટે અંદાજિત 13 કરોડનો લક્ષ્યાંક હતો.
યોગેશ પટેલે ઊર્જા મંત્રી અને મુખ્યમંત્રીને કરી હતી રજૂઆત
સમગ્ર મામલે ધારાસભ્ય યોગેશ પટેલને જાણ કરવામાં આવી હતી. જે બાદ તેમણે આ મામલે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરી હતી. આ ઉપરાંત તેઓએ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ધ્યાન દોર્યું હતું.






