કપરાડાના સુખાલામાં ઓર્કીડના ફૂલોની ખેતીની મુલાકાત લઈ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ પણ આપ્યું

On: October 18, 2023 6:37 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • નેધરલેન્ડના ફૂલપાક નિષ્ણાંત જોસવાન મેગ્લેન્ડે વલસાડના ખેડૂતોને માર્ગદર્શન આપ્યું
  • કપરાડાના સુખાલામાં ઓર્કીડના ફૂલોની ખેતીની મુલાકાત લઈ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ પણ આપ્યું.
  • જોસવાને ફુલોની ખેતીની મુલાકાત લેવાની ઇચ્છા વ્યકત કરતા કપરાડાના સુખાલા ગામના ખેડૂત હાર્દિક જયસુખભાઇ પટેલના ઓર્કિડ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી

વલસાડ તાલુકામાં ચણવઈ ખાતે આવેલા સેન્ટર ઓફ એક્સલન્સ સેન્ટરમાં નેધરલેન્ડનાં ફુલપાક નિષ્ણાંત જોસવાન મેગ્લેન્ડ દ્વારા ઇન્ડો- ડચ પ્રોજેકટ અંતર્ગત મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સેન્ટર ઓફ એક્સલન્સ સેન્ટર ખાતે નિદર્શિત ઓર્કિડ 4 એન્થુરીયમ 4 જર્બેરા 4 એડીનીયમ 4 હેલીકોનીયા 4 સેવંતી 4 ગલગોટા 4 ગુલાબ તથા જીપસોફીલા વિગેરે પ્લાનની મુલાકાત લઇ તાંત્રીક માર્ગદર્શન આપ્યું હતું. જોસવાને જિલ્લામાં ફુલોની ખેતી કરતા ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. જેમાં ખેડૂતોના ફુલોની ખેતીને લગતા પ્રશ્નોનું નિરાકરણ જોસવાન દ્વારા કરવામાં આવ્યું હતું. જોસવાને ફુલોની ખેતીની મુલાકાત લેવાની ઇચ્છા વ્યકત કરતા કપરાડાના સુખાલા ગામના ખેડૂત હાર્દિક જયસુખભાઇ પટેલના ઓર્કિડ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી.

જે ફાર્મની મુલાકાતથી જોસવાન પ્રભાવિત થયા હતા.આ મુલાકાત દરમ્યાન સુરત વિભાગના સંયુકત બાગાયત નિયામક એચ.એમ.ચાવડા તથા વિભાગ હેઠળના તમામ સાત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહી ફુલપાકની ખેતી વિશે ઉંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેનાથી આવનારા સમયમાં ઇન્ડો ડચ પ્રોજેકટ હેઠળ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ફ્લોરીકલ્ચરની સ્થાપનાની શક્યતાની અપેક્ષા રાખી શકાય છે.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

error: Content is protected !!