પર્યટકોના ધસારાને પહોંચી વળવાધરમપુર-કપરાડામાં એસ.ટી.ની પ્રવાસન બસને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ, આગામી બંને રવિવારનું બુકિંગ ફૂલ

On: July 13, 2023 8:55 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર-કપરાડામાં એસ.ટી.ની પ્રવાસન બસને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ, આગામી બંને રવિવારનું બુકિંગ ફૂલ

પર્યટકોના ધસારાને પહોંચી વળવા તા. ૨૩ જુલાઈના રોજ વધારાની બસનું આયોજન કરાયુ
હવે તા. ૩૦ જુલાઈ થી આ બસો વલસાડથી સુલીયા ડુંગરના રૂટ પર ચારેય સ્થળે ૩૦ મીનિટનો હોલ્ટ કરશે
એક જ ટ્રીપમાં સહેલાણીઓને પીપરોળ (વેલીવ્યું), વિલ્સન હીલ, શંકરધોધ અને સુલીયા ડુંગરનો રોમાંચ માણવા મળશે

ચોમાસા દરમિયાન વલસાડ જિલ્લાના વિવિધ ધાર્મિક અને કુદરતી પર્યટન સ્થળો ભરપૂર સૌંદર્ય સાથે ખીલી ઉઠે છે. જેને ખુશનુમા માહોલમાં માણવાનો એક લ્હાવો હોય છે.

Ad..

વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના પ્રવાસન સ્થળોને વધુ વેગ મળે અને પર્યટકો રજાના દિવસોમાં સરળતાથી પહોંચી શકે તે માટે વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ વલસાડ એસટીના વિભાગીય નિયામક એન.એસ. પટેલ દ્વારા નવી પહેલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ધરમપુર- કપરાડાના પર્યટન સ્થળો માટે દર રવિવારે વલસાડ એસટી ડેપોથી લોકલ ભાડાના દરે બે નવી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.
ખાસ કરીને સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી સહેલાણીઓ ધરમપુર-કપરાડાના આ સ્વર્ગસમા સ્થળોને માણવા માટે ઓનલાઈન બુકિંગનો લાભ લઈ રહ્યા હોવાથી આગામી તા. ૧૬ જુલાઈ અને તા. ૨૩ જુલાઈ ૨૦૨૩ને બંને રવિવારની બંને બસો ઓનલાઈન રીઝર્વેશનમાં ફૂલ થઈ ગઈ છે. જેથી મુસાફરોના ધસારાને ધ્યાને લઈ આ બે બસો સિવાય તા. ૨૩ જુલાઈ ૨૦૨૩ના રોજ વધારાની એક બસનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૮.૧૫ કલાકે વલસાડથી ઉપડી અને ૧૨.૨૫ કલાકે સુલીયા ડુંગરથી પરત આજ રૂટ ઉપર દોડાવવાનો નિર્ણય વલસાડ એસ.ટી. વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. ૩૩ સીટ ધરાવતી આ પર્યટન બસો નવી નક્કોર છે.
મુસાફરોના પ્રવાસન પ્રત્યેના લગાવ અને નિગમને ઓનલાઈન/ઓફલાઇન મળેલા સૂચનો ધ્યાને લેતા આગામી તા.૩૦ જુલાઈ ૨૦૨૩થી આ બસો વલસાડ થી મોટી કોરવડ – સુલીયા ડુંગર અને ત્યાંથી પરત વલસાડના રૂટ ઉપર ચાલશે જે બસમાં ઓનલાઈન બુકિંગ માટે નિગમની વેબ સાઇટ- www.gsrtc.in ઉપર સીધુ વલસાડથી સુલીયા ડુંગરનું બુકિંગ કરી શકાશે. જેમાં પીપરોળ (વેલીવ્યું), વિલ્સન હીલ, શંકરધોધ અને સુલીયા ડુંગર ખાતેના તમામ સ્થળોએ મહત્તમ 30 મીનિટનો હોલ્ટ કરશે જેથી પ્રવાસીઓને એક જ ટ્રીપમાં દરેક સ્થળોનો રોમાંચ માણવા મળી શકશે.

વિશેષ:

ધરમપુર માં ટુરિઝમ વિકસે એનાં માટે સરકાર , તથા અહીના સ્થાનકો નાગરીકો , તથા સામાજિક સંસ્થાઓ પ્રયત્ન કરે છે. એનાં ફળ સ્વરૂપે વિલ્સન હીલ, સુલીયા ડૂંગર (ટેબલ પોઇન્ટ) મોટી કોરવડ , શંકર ધોધ વઘવાડ ગામ , માવાલી ધોધ, બીલપુડી, જેવા ઘણાં સ્થળો એ નોંધપાત્ર સંખ્યા મા વિવિધ વિસ્તારોમાથી , શહેરોમાથી નાગરીકો ચોમાસા દરમ્યાન ઉમટી રહિયા છે. પણ આ બધી જગ્યાઓ ઇકો ટુરિઝમ વિકસે એ પર્યાવરણ માટે જરૂરી છે જેથી ત્યાં ગંદકી ન કરવી જોઈએ. તથા યુવાનો ટોળેટોળા માં બાઈક લઈને આવે છે જેથી અવાજ પ્રદૂષણ ખૂબ જ થાય છે. તથા વિલ્સન હીલ ઉપર ઠેર ઠેર દારુ ની બોટલો પડેલી જોવા મળે છે. તો સરકારી તંત્ર એ આ બધી પ્રવૃત્તિઓ બંધ કરવવા પોલીસ બંદોબસ્ત મુકવા અને આ સ્થળો ઉપર નિયમિત સફાઇ કરાવવા અને ધોધ ઉપર સ્ત્રીઓ માંટે કપડા બદલવા હંગામી રૂમો કે મંડપો ઊભા અયોજન કરવું જરૂરી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવની ભવ્ય તૈયારી : શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ બનશે

કપરાડા નવી મામલતદાર તથા સબ-રજીસ્ટ્રાર કચેરીનું ખાતમુહૂર્ત – રૂ. ૧૧ કરોડના વિકાસ કાર્યથી તાલુકાને નવી દિશા : ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી

ધરમપુરના ઓઝરપાડામાં વડીલોના ચરિત્રની ઝાંખી કરાવતુ ” આમણે બાહાયો વડલો ‘ પુસ્તકનું વિમોચન કરાયુ

“ડાંગમાં પૂરગ્રસ્તો સહાયે ધરમપુરના શિક્ષકો આગળ આવ્યા, Rainbow Warrior’s ગ્રુપે રાશન કીટો–તાડપત્રી વિતરણ કરી માનવસેવા કરી”

સુથારપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી !

મહુડાના દારૂને કાયદેસર માન્યતા આપવાની માગ: આદિવાસી બોર્ડર વિસ્તારોમાં વિકાસથી વંચિત સમુદાય માટે જીવનરક્ષક પગલું બની શકે !

error: Content is protected !!