
મહારાષ્ટ્ર ના પુણે જિલ્લાના પંચગની ખાતે યોજાયેલ TLP “ટ્રાઈબલ લીડરશિપ પ્રોગ્રામ – 2023” માં સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના 2 યુવાઓની પસંદગી થઈ.
ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા આયજિત ટ્રાઈબલ લીડરશિપ પ્રોગ્રામ પંચગની ખાતે યોજાયેલ જેનો મુખ્ય હેતુ “Initiative of Change” એટલે કે પરિવર્તનની પહેલ હતો. જેમાં દેશના 20 અલગ અલગ રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 50 જેટલી અલગ-અલગ Tribe એટલે કે આદિજાતિના કુલ 95 યુવા ટ્રાઈબલ લીડર લોકો એ ભાગ લીધો હતો.

આદિવાસી સમાજ ના આ યુવા લિડરોને આદિવાસી સમાજના મૂળભૂત અધિકારો સહિત અન્ય રાજ્યોમાં આદિવાસીઓની પરિસ્થિતિ, તેમની રહેણી કરણી, સંસ્કૃતિ, સભ્યતા, પહેરવેશ, અને સાથે સાથે સમગ્ર દેશના આદિવાસીઓની એકબીજા સાથે ઓળખની આપલે થાય, અને નવા યુવા લીડરોને નેતૃત્વ અને જાગૃતતા હેતુ થી TLP પ્રોગ્રામ નું આયોજન છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં દાદરા અને નગર હવેલી, સેલવાસના બાલદેવી ગામથી શ્રી રીતેશકુમાર નાનજીભાઈ પટેલ તથા ખાનવેલના ખૂટલી ગામેથી કુમારી ભાગ્યશ્રી રમેશભાઈ વાડું પસંદગી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં દાદરા અને નગર હવેલી સહિત ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, માંડવી (સુરત) નાં કુલ 13 જેટલા આદિવાસી યુવા લિડરોએ ભાગ લીધો હતો.


Ad…












