કપરાડા તાલુકમાંંથી 7 જેટલા સી આર સી કો ઓર્ડીનેટર બદલી પૈકી માત્ર બે સી આર સીનો વિશેષ સન્માન કેમ ?

On: August 6, 2023 5:53 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડા તાલુકમાંંથી સીઆરસી કો-ઓર્ડીનેટર બદલી થતાં બે સીઆરસીનો ચાલુ શૈક્ષણિક સમય દરમિયાન વિશેષ સન્માન સમારંભ

વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શિક્ષણ વિભાગના કપરાડા બી.આર.સી. સંજયભાઈ દરજી દ્વારા ચાલુ દિવસો દરમિયાન સી.આર.સી. બદલીનો વિદાય સન્માન સમારંભ યોજવાની મંજૂરી કોણે આપી ?

કપરાડા તાલુકમાંંથી 7 જેટલા સી આર સી કો ઓર્ડીનેટર બદલી કરી અન્ય તાલુકા જિલ્લામાં થઇ છે. જે પૈકી માત્ર બે સી આર સીનો ચાલુ શૈક્ષણિક સમય દરમિયાન વિશેષ સન્માન બી આર સી ભવનમાં સમારંભ કોના ઈશારે યોજાયો ?
કપરાડા તાલુકામાં શિક્ષણ ગુણવત્તા વધે તે માટે આપણા તાલુકા પંચાયતના પ્રમુખ અને ટી.ડી.ઓ. ખુબજ ચિંતન કરી રહ્યા છે.તે માટે અવાર નવાર શિક્ષકોની મુલાકાત કરી રહ્યા છે. શિક્ષકોની સમસ્યા પણ સાંભળી રહ્યા હોવાનું જાણવા મળે છે.

કપરાડા તાલુકમાં કોઈ શિક્ષક 30 થી 38 વર્ષ સેવા બજાવી નિવૃત થાય તો એમને શૈક્ષણિક ચાલુ દિવસોમાં પોતાની શાળામાં સન્માન સમારંભ રાખવા મંજૂરી આપતા નથી. ત્યારે કપરાડા બી.આર.સી.મહાશયને ચાલુ દિવસો દરમિયાન સી.આર.સી. બદલીનો વિદાય સન્માન સમારંભ યોજવાની મંજૂરી કોણે આપી ? કપરાડા તાલુકમાંંથી 7 જેટલા સી આર સી કો ઓર્ડીનેટર બદલી કરી અન્ય તાલુકા જિલ્લામાં થઇ છે તે પૈકી માત્ર બે સીઆરસીનો ચાલુ શૈક્ષણિક સમય દરમિયાન વિશેષ સન્માન સમારંભ કોના ઈશારે યોજવામાં આવ્યો ? પ્રાપ્ત વિગતો મુજબ એજ દિવસ દરમિયાન તારીખ 4 થી ઓગસ્ટથી શાળાનો ગુણોત્સવ જુદી જુદી શાળામાં એસ.આઈ. દ્વારા થઈ રહ્યો હતો. કપરાડા નો બી.આર. સી.કો. સંજયભાઈ દરજી ને વિશેષ સત્તા કોણે આપી.કપરાડામાં કેટલાક સી.આર.સી. બન્યા પહેલા ગુલ્લી બાજ શિક્ષકની છાપ ધરાવે છે. જે સ્થાનિક લોકો જાણવા મળીયું છે કે જેમાં કેટલાક સી.આર.સી.કો. તો 3 થી 4 મહિને શાળામાં વિઝીટ લેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. છતાં પણ પોતાની ખોટી ખોટી વાહ વાહી કરવા દરબાર ભરી પોતે તાલુકાનો ઉપરી અધિકારી હોય એવું વર્તન કરી વિદાય સન્માન સમારંભ યોજી તાયફા કરી રહ્યો છે. જે શાળામાં ગુણોત્સવ થઈ રહ્યો હોય એ આચાર્યને યોગ્ય માર્ગદર્શન આપવાનું હોય જેતે શાળાના સ્ટાફને પણ માર્ગદર્શન આપવાનું હોય તે સમયે ઝીરો ને હીરો બનાવવા હવાતિયાં કરી રહ્યા છે.એવા બી.આર.સી.કો. ને વલસાડ જિલ્લાના નિષ્ઠાવાન અને કર્તવ્યનિષ્ટ ડી.પી. ઇ.ઓ. કોઈ યોગ્ય પગલાં ભરશે ખરા ?

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!