
ગોઇમા ગામે જિલ્લા પંચાયત વલસાડની પંદરમાં નાણાપંચ ની રુ.પાંચ લાખ અને તાલુકા પંચાયત પારડી ની રૂપિયાબે લાખ એમ કુલ રુ.સાત લાખ ની ગ્રાન્ટ ગોઇમા જિ.પંચાયત સભ્ય અને શાસક પક્ષના નેતા શૈલેશકુમાર આર પટેલ અને તાલુકા પંચાયત સભ્ય ભારતીબેન જયેશભાઈ પટેલના પ્રયત્નોથી મંજુર થયેલ જેનુ લોકાર્પણ શાસક પક્ષ ના નેતા શૈલેશકુમાર પટેલ ગોઇમા ગામ પંચાયત ના ડેપ્યુટી સરપંચ મિતેશભાઈ પટેલના હસ્તે કરવામા આવ્યુ .

સી સી ટી વી કેમેરા લાગવાથી ગામમાં ચોરી થતી અટકશે.ચિવલ થી ઉદવાડા નો મુખ્ય માર્ગ હોવાથી અકસ્માત કરી ભાગી જતા વાહનો ઝડપાશે. મંદિર પ્રાથમિક શાળા. ગ્રામ પંચાયત સસ્તા અનાજની દુકાન દુધ મંડળી આંગણવાડી અને દુકાનો ને ફાયદો થશે.શાસક પક્ષના નેતાએ ગોઈમા ગામમાં બાકી રહેલ મુખ્ય રોડ પર સીસીટીવી કેમેરો માટે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ માથી વધુ બે લાખ રુપિયા ફાળવી આપવાની જાહેરાત કરી હતી. જેથી બરઈ થી અરનાલા ગામ ની સરહદ સુધી સી સી ટી વી કેમેરા લાગી જશે.ગોઈમા ગામને સ્ટ્રીટ લાઇટ પંચાયતમા સોલર રુફટોપ કમ્પ્યુટર પ્રાથમિક શાળામા સાંસ્કૃતિક હોલ લાયબ્રેરી પાણીની ટાંકી કમ્પાઉન્ડ વોલ ટોયલેટ બાથરૂમ આર ઓ પ્લાન્ટ મુખ્ય શાળામા ગોઈમા જલારામ મંદિર પંચાયત ઘરમાં લગાવી પીવાના શુદ્ધ પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે અને ગોઈમા ગામ નો એકપણ રસ્તો બાકી ન રહે અને તમામ સુવિધાઓથી સજ્જ કરવાની ખાતરી આપી સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ અને સોના પ્રયાસ ના સુત્રને સફળ બનાવવા અપીલ કરી હતી
ગોઈમા ગામે સી સી ટી વી કેમેરા નુ લોકાર્પણમાં તલાટી કમ મંત્રી યોગેશભાઇ ગામનાં અગ્રણી મિતેશભાઈ પટેલ સભ્ય શંભુભાઈ ભાજપના અગ્રણી વનેશભાઈ ,દિપકભાઇ,દિનેશભાઈ વિગેરે હાજર રહ્યા હતા.






