વલસાડ જિલ્લાના પત્રકારો એક મંચ પર ભેગા મળી આખરી નિર્ણય જ્યાં સુધી કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર ન કરે અને પત્રકારો પાસે માફી ના માંગે તો પત્રકારો આવનારા દિવસોમાં આંદોલનના માર્ગે ઉતરશે.

On: August 27, 2023 7:01 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • આખરી નિર્ણય જ્યાં સુધી કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર ન કરે અને પત્રકારો પાસે માફી ના માંગે તો પત્રકારો આવનારા દિવસોમાં આંદોલનના માર્ગે ઉતરશે.
  • વલસાડ ખાતે કોંગ્રેસ કાર્યાલય પર પત્રકારો પર થયેલ હુમલા બાબતે આજરોજ સમગ્ર વલસાડ જિલ્લાના પત્રકારો એક મંચ પર આવ્યા હતા. જેમાં ઉપસ્થિત પત્રકારોના અભિપ્રાય લઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો.

કોંગ્રેસના નેતાઓ દ્વારા વાતચીત કરવાની બદલે પત્રકારો પર ખોટી ફરિયાદો કરવાની વાતો વહેંતી મૂકી રાજકારણ રમી પત્રકારો પર ફરિયાદ પાછી લેવાનું દબાણ બનાવવાનું કામ કોંગ્રેસ કરી રહી છે

કોંગ્રેસના ગુંડાઓ દ્વારા વલસાડના પત્રકારો પર હુમલો કરાયા બાદ પત્રકારોએ ફરિયાદ નોંધાવી હતી.

વલસાડ ખાતે કોંગ્રેસ કાર્યાલય પર પત્રકારો પર થયેલ હુમલા બાબતે આજરોજ સમગ્ર વલસાડ જિલ્લાના પત્રકારો એક મંચ પર આવ્યા હતા. જેમાં ઉપસ્થિત પત્રકારોના અભિપ્રાય લઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો જ્યાં સુધી કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર ન કરે અને પત્રકારો પાસે માફી ના માંગે ત્યાં સુધી વલસાડ જિલ્લાના તમામ પત્રકારો આવનારા દિવસોમાં આંદોલનના માર્ગે ઉતરશે કોંગ્રેસના ગુંડાઓ દ્વારા વલસાડના પત્રકારો પર હુમલો કરાયા બાદ પત્રકારોએ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે વલસાડ પોલીસે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પુત્રોની ધરપકડ કરી હતી. ગુજરાત પ્રદેશ લેવલથી વલસાડ જિલ્લાના કોંગ્રેસના નેતાઓને પત્રકારો સાથે વાતચીત કરવાના આદેશો આપવા છતાં કોંગ્રેસના કહેવાતા નેતાઓ દ્વારા કોઈપણ પ્રકારનું નિવેદન કે વાતચીત ના થતાં આજરોજ મોટી સંખ્યામાં જિલ્લાના પત્રકારો ભેગા થયા હતા. કોંગ્રેસના નેતાઓ દ્વારા વાતચીત કરવાની બદલે પત્રકારો પર ખોટી ફરિયાદો કરવાની વાતો વહેંતી મૂકી રાજકારણ રમી પત્રકારો પર ફરિયાદ પાછી લેવાનું દબાણ બનાવવાનું કામ કોંગ્રેસ કરી રહી છે ત્યારે આજરોજ વલસાડ જિલ્લાના તમામ પત્રકારોએ એક થઈ એક મંચ પર આવી આવનારા દિવસોમાં વલસાડ શહેરની અંદર કોંગ્રેસની સામે જ કાર્યક્રમ કરશે જોકે આ સમગ્ર ઘટનામાં કોંગ્રેસના કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી એ ટેલીફોનિક બાંહેધરી આપી છે કે બે દિવસમાં વલસાડ કોંગ્રેસના નેતાઓ પત્રકારો સાથે બેસી સમગ્ર ઘટનાનું નિરાકરણ લાવશે જોકે એ પ્રકારનું કોઈ પણ વાતચીત આવનારા બે દિવસમાં ન થાય તો પત્રકારોએ લડી લેવાનો મૂડ બનાવી લીધો છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!