
13 વર્ષની ફૂલ જેવી દીકરી ઉપર નરાધમ પિતાએ પ્રથમ વખત દુષ્કર્મ આચરીને હવસ સંતોષી હતી અને દીકરીને ઘટનાની જાણ કોઈને ન કહેવા સૂચના આપી હતી. ત્યાર બાદથી નરાધમ પિતાને સમય મળે ત્યારે તેની દીકરી ઉપર હવસ છિપાવતો રહેતો હતો.

( દીકરી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમ પિતાની વાપી ટાઉન પોલીસે ધરપકડ કરી )

- હવસ સંતોષવા માટે માસૂમને શિકાર બનાવતા હવસખોરોને ઝડપીને પોલીસ જેલના સળિયા પાછળ પણ ધકેલી દે છે, પણ જે માસૂમની ઇજ્જત લૂંટાય તેનું દુ:ખ તેને કાયમ રહે છે અને જિંદગી મરી મરીને જીવવા જેવી નર્ક સમાન બની જાય છે. કેટલીક ઘટનાઓ એવી હોય છે, જે સાંભળીને જ ભલભલાનું લોહીં ઊકળી ઊઠે…
- ઉદ્યોગપતિ પિતાએ પોતાની સગી દીકરી પર છ વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે. દીકરી સગીરામાંથી યુવતી થઇ ત્યાં સુધી પાપી પિતા તેને ચૂંથતો રહ્યો હતો.
- વાપીમાં ઉદ્યોગપતિ પિતાનું સગી દીકરી પર દુષ્કર્મ પિતાની ધમકીઓથી ડરીને સતત છ વર્ષ દીકરીએ સહન કર્યું, અંતે… કંટાળીને માતાને વાત કરતાં ભાંડો ફૂટ્યો
હવસખોરોના લીધે અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે. પોતાની હવસ સંતોષવા માટે માસૂમને શિકાર બનાવતા હવસખોરોને ઝડપીને પોલીસ જેલના સળિયા પાછળ પણ ધકેલી દે છે, પણ જે માસૂમની ઇજ્જત લૂંટાય તેનું દુ:ખ તેને કાયમ રહે છે અને જિંદગી મરી મરીને જીવવા જેવી નર્ક સમાન બની જાય છે. કેટલીક ઘટનાઓ એવી હોય છે, જે સાંભળીને જ ભલભલાનું લોહીં ઊકળી ઊઠે… આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
વલસાડ જિલ્લાના વાપીમાંથી… જ્યાં માસૂમને ચૂંથનાર બીજો કોઇ નહીં, પણ સગો બાપ જ છે.. સતત છ વર્ષ સુધી નરાધમ પિતાના હવસનો શિકાર બનેલી માસૂમ દીકરી જ્યારે સગીરવયમાંથી યુવતી બનીને સહન ન થયું તો માતાને વાત કરી. માતાએ તરત જ નરાધમ પતિ અને દીકરીના બાપ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેને જેલના સળિયા પછળ ધકેલી દીધો છે.
- દીકરીની વાત સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ.
સમાજમાં બાપ અને દીકરીના પ્રેમને લાંછન લગાવતો કિસ્સો વાપીમાંથી પ્રકાશમાં આવ્યો છે.
ઉદ્યોગપતિ પિતાએ પોતાની સગી દીકરી પર છ વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે. દીકરી સગીરામાંથી યુવતી થઇ ત્યાં સુધી પાપી પિતા તેને ચૂંથતો રહ્યો હતો. જોકે દીકરીએ હિંમત કરીને તેની માતાને તમામ હકીકત જણાવતાં હવસખોર પિતાનો ભાંડો ફૂટી ગયો છે. દીકરીના વાત સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને દીકરીને લઇને માતા પોલીસ મથકે પહોંચી હતી. દીકરી ઉપર દુષ્કર્મ આચરનાર પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી નરાધમ પિતાની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
દીકરી 13 વર્ષની હતી ત્યારથી દુષ્કર્મ આચરતો
ઘટનાની વિગતે વાત કરીએ તો વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રહેતા અને સંઘ પ્રદેશમાં ફેક્ટરી ચલાવતા ઉદ્યોગપતિએ વર્ષ 2016માં 13 વર્ષની સગીર વયની દીકરી ઉપર પ્રથમ વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ વારંવાર પિતા દ્વારા તેની સગી દીકરી ઉપર દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવતો રહ્યો હતો, જેનાથી કંટાળેલી દીકરીએ હિંમત કરીને તેની માતાને તમામ હકીકત જણાવી હતી. યુવતીની માતાના પગ નીચેથી જમીન સરી ગઈ હતી. યુવતીની માતાએ વાપી પોલીસ મથકમાં દીકરી ઉપર દુષ્કર્મ આચરનાર દીકરીના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
કોઈને ન કહેવા માસૂમને ધમકી આપતો
વલસાડ જિલ્લાના વાપી ખાતે રાજસ્થાની પરિવારના ઉદ્યોગપતિએ નજીકમાં આવેલા સંઘ પ્રદેશમાં ઉદ્યોગની શરૂઆત કરી હતી. વર્ષ 2013માં રાજસ્થાની પરિવારના ઉદ્યોગપતિએ તેની 13 વર્ષની સગીરા ઉપર નજર બગાડી હતી. તેના જ ઘરમાં વર્ષ 2016માં તેની જ 13 વર્ષની ફૂલ જેવી દીકરી ઉપર નરાધમ પિતાએ પ્રથમ વખત દુષ્કર્મ આચરીને હવસ સંતોષી હતી અને દીકરીને ઘટનાની જાણ કોઈને ન કહેવા સૂચના આપી હતી. ત્યાર બાદથી નરાધમ પિતાને સમય મળે ત્યારે તેની દીકરી ઉપર હવસ છિપાવતો રહેતો હતો.
કંટાળીને દીકરીએ માતાને વાત કરતાં ભાંડો ફૂટ્યો
પિતા વારંવાર દુષ્કર્મ આચારતાં દીકરી પિતાની હરકતોથી કંટાળી ચૂકી હતી. તાજેતરમાં દીકરીએ હિંમત ભેગી કરીને નરાધમ પિતાની તમામ હરકતો તેની માતાને જણાવી હતી. યુવતીના મુખે તેના પિતાએ કરેલા અત્યાચાર અંગે માહિતી મળતાં યુવતીની માતા ચિંતામાં મુકાઈ હતી. પતિની હરકતો સામે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વાપી પોલીસે યુવતીનું નિવેદન નોંધીને યુવતીનું મેડિકલ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી. દીકરી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમ પિતાની વાપી ટાઉન પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.






