
વલસાડ જિલ્લાનો તાલુકા- જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયોઃ
૦૩ જિલ્લા કક્ષાના અને ૦૭ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ અને મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું.

ભારત રત્નથી પુરસ્કૃત, મહાન શિક્ષક અને પૂર્વ રાષ્ટપતિ ર્ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના માનમાં દેશભરમાં તા. પ મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન તરીકે ઉજવણી કરાય છે. ગુજરાતમાં પણ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત આજના શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લાના તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું અને તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહના અધ્યક્ષસ્થાને સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ વલસાડ ખાતે યોજાયો હતો.

https://www.facebook.com/reel/1639013553253941?s=yWDuG2&fs=e&mibextid=Nif5oz

આ સમારોહના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહે જિલ્લાના અને તાલુકા કક્ષાએ પારિતોષક મેળવનાર શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. શ્રીમતી અલકાબેને આ પ્રસંગે જણાવ્યું હતું કે, સમાજનું અને દેશનું ઘડતર કરી દેશને સારા નાગરિકો બનાવે છે તેમને સન્માનિત કરવાનો આજે મને અવસર મળ્યો છે તે બદલ હું ગર્વ અનુભવું છું. આજના શિક્ષક દિને દેશના પૂર્વ રાષ્ટપતિ ર્ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરી તેમણે આ મહાન શિક્ષકને સ્મરણાંજલિ આપી તેમણે શિક્ષણક્ષેત્રે આપેલા પ્રદાનને ભૂલી શકાય નહિં એમ જણાવી શ્રીમતી શાહે આજના શિક્ષકોને વિદ્યાર્થીઓને સારા સંસ્કારો આપી દેશનો ઉત્તમ નાગરિક બને તેમ કરવા જણાવ્યું હતું.

વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલે આજે સન્માનિત થયેલા શિક્ષકોને અભિનંદન પાઠવી સમાજ માટે સારૂ કાર્ય કરનાર શિક્ષક કભી સાધારણ નહિં હોતા, શિક્ષક એ સમાજનો ઘડવૈયો છે અને જે સારા નાગરિકોનું ઘડતર કરે છે એટલે તેમનું સન્માન કરવું જોઇએ એમ જણાવ્યું હતું.
ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલે સન્માનિત થયેલા શિક્ષકોને અભિનંદન આપી શિક્ષકોએ તેમનામાં રહેલ કૌશલ્ય અને પ્રતિભાને ઉજાગર કરી સમાજ અને વિદ્યાર્થીઓ માટે જે શ્રેષ્ઠ કાર્ય કર્યુ છે તેમનું સન્માન કરીને આજના શિક્ષક દિને તેમનું ગૌરવ વધાર્યુ છે એમ જણાવ્યું હતું.
https://fb.watch/mTh83nM-On/?mibextid=ZbWKwL
વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ આજના શિક્ષક દિને શિષ્યે તેમના ગુરૂ પ્રત્યે કૃતજ્ઞતા વ્ય્કત કરવાનો અવસર છે એમ જણાવી જ્ઞાનના સોર્સિસ જુદા જુદા હોય છતાં ફાયનલ પ્રોડકટ પોતાની સંસ્કૃતિ અને ઇતિહાસ હોય છે. શિક્ષક તેમના બધા જ વિદ્યાર્થીઓને ભેદભાવ વગર સમાનતાથી શિક્ષણ આપી વિદ્યાર્થીને એક સારો નાગરિક બનાવે છે. આપણા દેશની પ્રાચીન સંસ્કૃતિ, મૂલ્યો જે છે તેને અવગણવા જોઇએ નહિ પરંતુ શિક્ષક તરીકે તેમનો નિષ્કર્ષ લેવો જોઇએ. વિદ્યાર્થીઓએ સાયન્ટીફીક ટેમ્પર એટલે કે વિજ્ઞાન પ્રતિ જિજ્ઞાસા કેળવવી જોઇએ.
આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન તાલુકા પંચાયત વલસાડના પ્રમુખ કમલેશભાઇ ઠાકોરે કર્યુ હતું. સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી બી. ડી. બારીયાએ જયારે આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્જુનભાઇ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક તારકેશ સોનીએ કર્યુ હતું.
https://fb.watch/mTj4P0jH01/?mibextid=vZyUwM

૧૦ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના તાલુકા અને જિલ્લાના કુલ ૧૦ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કક્ષાએ ૦૩ શ્રેષ્ઠ શિક્ષકોનું પ્રમાણપત્ર, શાલ અને રૂા. ૧૫ હજારનો ચેક આપી સન્માન કરાયું હતું. જેમાં ઉમરગામ તાલુકાની ફણસાની બી. એમ. અને બી. એફ. વાડિયા હાઇસ્કૂલના માધ્યમિક વિભાગના ઉન્નતિ ગૌરાંગ દેસાઇ, કપરાડા તાલુકાના ચાવશાળાની પ્રાથમિક શાળાના હિરલકુમારી રતિલાલ પટેલ, ઉમરગામ તાલુકાના સંઘાડીપાડા પ્રાથમિક શાળાના હેતલકુમાર ઉકાભાઇ ટંડેલ જયારે ૦૭ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું પ્રમાણપત્ર, શાલ અને રૂા. ૫ હજારનો ચેક આપી સન્માન કરાયું હતું. જેમાં વલસાડની સાંઢપોરની પ્રાથમિક શાળાના મેઘા પ્રજ્ઞેશ પાંડે, ધરમપુર તાલુકાના ઉમરમાળ પ્રાથમિક શાળાના હેંમતકુમાર ભીખુભાઇ રાઠોડ, ધરમપુરની માજીરાજબા કન્યાશાળાના નિરૂપાબેન પ્રવિણભાઇ સાપરીયા, ઉમરગામના નારગોલ પ્રાથમિક શાળાના કિંજલબેન અશ્વિનભાઇ પટેલ, વાપી તાલુકાના તુંબ પ્રાથમિક શાળાના ભરતભાઇ નાથુભાઇ પ્રજાપતિ, વાપી તાલુકાના દેગામ પ્રાથમિક શાળાના અશ્વિનકુમાર ચીમનલાલ ટંડેલ અને પ્રાથમિક શાળા ચલાના મમતાબેન ભરતભાઇ જાનીનો સમાવેશ થાય છે. જ્ઞાનસાધના સ્કોલરશીપ અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉત્તિર્ણ થયેલ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ તાલુકાની ચોબડીયા પ્રાથમિક શાળાના કિશા પ્રકાશભાઇ પટેલ, વાપી તાલુકાની ડુંગરી પ્રાથમિક શાળાના પ્રશાંત ભગવાનભાઇ ગાંવિત, ધરમપુર તાલુકાની બારોલીયા પ્રાથમિક શાળાની પૂર્વી સુમનભાઇ ગાંવિત, વલસાડ તાલુકાની જેસીયા પ્રાથમિક શાળાની વૃધ્ધિ ચંન્દકાન્ત પટેલ અને ધરમપુરની મજીરબા કન્યાશાળાની સુચિતા અમૃતભાઇ ભોયા જયારે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં પારડી તાલુકાની રોહિણા માધ્યમિક શાળાના તીર્થ જીજ્ઞેશભાઇ પટેલ, વલસાડ તાલુકાની ડુંગરી સ્ટેશન પ્રાથમિક શાળાની દિગ્વી હાર્દિક પટેલ, કપરાડાની કુકુનીયા પ્રાથમિક શાળાના રીતેશભાઇ અમૃતભાઇ વાઘેરા, પારડી તાલુકાની અરનાલા પ્રાથમિક શાળાની કૃતિક્ષા અર્જુન ભાઇ પટેલ અને વલસાડ તાલુકાના વાઘલધરા પ્રાથમિક વિદ્યામંદિરના વૃજ પ્રજ્ઞેશકુમાર પટેલનો સમાવેશ થાય છે.
વિશેષ…..
વિદ્યાદાનની સાથે સમયદાનમાં શિક્ષકનું અનોખું યોગદાન…
જામનગરમાં બેરાજા પ્રાથમિક શાળાના શિક્ષક મહાવીરસિંહ 12 વર્ષથી શાળાના સમય કરતાં એક કલાક વહેલા આવી અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને વાંચન લેખન કરાવી અન્ય શિક્ષકો માટે પણ બન્યા પ્રેરણાસ્ત્રોત…







