
વલસાડના પારડી તાલુકાના ખેરલાવ ગ્રામપંચાયત સરપંચ અને વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચા મહામંત્રી મયંક પટેલ અને સદસ્યો ગ્રામજનો અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ – અતુલ, જય જલારામ અન્નપૂર્ણા સેવા ડુમલાવ, લોક લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, નાય માને ધોડિયા પુનના સંયુકત ઉપક્રમે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.


વર્ષમાં એક વખત આવતો પોતાનો જન્મદિવસ લોકો ધામધૂમ પૂર્વક ઉજવણી કરીને, ફરવા જઈને કે પાર્ટી, નાચ-ગાન કરીને ઉજવે છે. પરંતુ ખેરલાવ ગામના સરપંચના જન્મદિન અને આજે શિક્ષક દિન હોવાથી શિક્ષકોના સન્માનમાં શિક્ષક દિન નિમિત્તે ખેરલાવ ગ્રામ પંચાયત વતી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

૫ સપ્ટેમ્બર એટલે ‘રાષ્ટ્રીય શિક્ષક દિન ‘ મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન આપણે ત્યાં શિક્ષક દિન તરીકે ઊજવાય છે. આ દિવસે જ સેવાકિય પ્રવૃતિ કરી અને યુવાનોમાં જાગરૂકતા લાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા યુવા નેતા અને ખેરલાવ ગામના સરપંચ મયંક પટેલનો પણ જન્મદિન હોઈ જેથી પોતાનો જન્મદિન અને શિક્ષક દિનની એક સાથે ઉજવી જે શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું એ શાળાના શિક્ષકોના સન્માન માટે, શાળા માંથી જ સારા સંસ્કાર લઈને આગળ વધેલા અને સેવાકિય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ખેરલાવ શાળાના ભૂતપૂર્વ વિધાર્થી અને આજે ખેરલાવ ગામના સરપંચ મયંક પટેલ – ખેરલાવ ગ્રામ પંચાયત દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં ખુબ મોટી સંખ્યામાં રક્તદાતાઓ હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ટ્રાફિક PSI ડી એમ ચૌધરીએ ૫૭ વર્ષની વયે રક્તદાન કરી યુવાનો માટે પ્રેરણસ્રોત થયા છે. સાથે યુવાનોને રક્તદાન કરવા માટે આગળ આવવા આહ્વાન કર્યું હતું. આ સાથે આવેલ કોન્સ્ટેબલ જવાનોએ પણ રક્તાદન કરી યુવાનોને પ્રેરણા રૂપ થાય છે.

આ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓને રોડ સેફ્ટીને ધ્યાનમાં રાખીને હેલ્મેટ તેમજ ટુવાલ પ્રોત્સાહન રૂપે આપવામાં આવ્યા હતા.

આ આયોજનમાં સહભાગી સંસ્થાઓ, અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ – અતુલ, જય જલારામ અન્નપૂર્ણા સેવા ડુમલાવ, પ્રકૃતિ પેટ ક્લિનિક, વેલસ્પન ફાઉન્ડેશન, ધરમપુર,લોક લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, નહી માને દોઢીયા પુનના સંયુકત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજ થયું હતું.

આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ઉષાબેન પટેલ, જિલ્લા ટ્રાફિક પોલિસ અધિકારી ડી એમ ચૌધરી સહિત પોલીસ જવાનો, શિક્ષકો ગ્રામજનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
AD..










