
જય આદિવાસી મહાસંઘના સભાસદ બહેનો દ્વારા મંડળીનું લોકાર્પણ તા.13મી સપ્ટેમ્બર 2023ના રોજ કાનુની સહાય અને સામાજીક વિકાસ કેન્દ્ર SBI બેંકની બાજુમાં કપરાડા રાખવામાં આવ્યું છે.

જય આદિવાસી માહા સંઘ કપરાડા તાલુકા કાર્ય વાહિક સમિતિ મહિલા કોપરેટીવ બચત મંડળ ના પ્રમુખ ભાસ્કરભાઈ શિંગાડે ના નેજા હેઠળ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિન ની ઉજવણી ને આદિવાસી મહિલા કોપરેટીવ બચત બેંક નું ઉદઘાટન ના ભાગ રૂપે આયોજન કરવામાં આવ્યું
કપરાડા તાલુકાના આદિવાસી ક્ષેત્રમાં સભાસદનો વિશ્વાસજીતીને પ્રગતિના પંથ પર
આગળ વધ્યા છે. અને તેમની સાથે દરેક સભાસદ બહેનોએ રોજિંદા બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકીને ઉપર કાપ મુકીને કરકસર કરીને માસિક બચતમાં વધારો કરીને મંડળીને કપરાડા સુધી લાવવામાં ખુબ મહેનત કરી છે.
Ad.


ગુજરાતના 7 જિલ્લાઓમાં વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર,મહીસાગર,અને દાહોદ માં 14 શાખામાં 24 તાલુકાઓમાં 1091ગામડાઓમાંથી કુલ 14,773 બહેનો છે.અને તેમની કુલ બચત 82,56,257 અને કુલ શેર ભંડોળ 14,77,300 છે. કુલ ભંડોળ (97,33,557) છે.જેમાં કપરાડા તાલુકાના 146 ગામમાં કુલ 1200 સભાસદ બહેનો અને એમની કુલ બચત 4 ,00000 લાખ છે.શ્રી આદિવાસી મહિલા વિકાસ બચત અને ધિરાણ સહકારી મંડળી લી. ના તમામ સભાસદોન દ્વારા તારીખ 13/09/2023 ના બુધવાર ના રોજ મંડળીનું ઉદ્ઘાટન સવારે ૧૦.૦૦ કલાકે કાનુની સહાય અને સામાજીક વિકાસ કેન્દ્ર SBI બેંકની બાજુમાં કપરાડા રાખવામાં આવ્યું છે.
રાજપીપળા સમાજ સેવા મંડળ સંચાલિત રજી.નં.:- REG/GNR/SE/(M)- 47716/ 2023 સ્થાપના 01/03/2023 આદિવાસી મહિલા વિકાસ બચત અને ધિરાણ સહકારી મંડળી લી.સેક્રેટરી કલ્પનાબેન જયરામભાઈ માહલા મુખ્ય પ્રયોજક ગીતાબેન ગમનભાઈ ભુંસારા દ્વારા સભાસદે સમયસર પધારવા આગ્રહ પુર્વક વિનંતી કરવામાં આવી છે.







