વિધાતાની વિચિત્રતા!!

0
49

ગયા અંકમાં આપણે જોયું કે રમેશ સાવંત અને સુધીર દત્તની ચાલનો સુરેખા ભોગ બની અને સિદ્ધાર્થને માથામાં ન માર્યું હોવા છતાં, એના ગુનામાં જેલમાં ગઈ. રમેશ સાવંત ને ન ઓળખવાનું કારણ એ જ હતું, કે તે દિલીપ ચાવડાને એના જ માણસ તરીકે ગવાહી આપે, તો સરકારી વકીલને વધુ ભરોસો થાય! આ ઉપરાંત કુવાની ધાર પરથી પડતાં પાર્વતીની ચાલી ગયેલી વાંચા પાછી આવી, અને તે રણચંડી નું રૂપ લઈ સુખવંતને મારવા દોડી. આ તકનો લાભ લઇ અખિલેશ પણ સુખવંત પર ઘસી ગયો, અને ગામ લોકોએ એ બંનેને ભાગી જવા કહ્યું. અખિલેશની મોટર સાયકલ પર બંને બાકી છૂટ્યા તો કહાની ના નવા વણાંક તરીકે કિલોલ બંગલામાં શ્રીકાંતનું દેખાવું, અને મુજરો સંગીતની વાતનો પરદો ફાસ્ટ કરવાં સુધી દિલીપ ચાવડા સાથે વાત કરે છે, કે આપણે આજે રાત્રે જઈએ! પણ ભૂત બાબતે ડરી ગયેલો ઇન્સ્પેક્ટર ના પાડે છે, અને સુધીરદતની નકલી પોલીસની ટીમ કિલ્લોલ બંગલે પહોંચે છે!: પરંતુ શ્રીદેવી અને સાર્થક વિશે ગયા એપિસોડમાં કઈ સુરાગ મળ્યા નથી, તો શું એ સુરક્ષિત હશે કે કેમ? તો બીજી બાજુ સુરેખા ને લાગ્યું કે હવે કોઈપણ રીતે આ ચાર્જમાંથી હું છૂટી શકું એમ નથી! માટે તેણે પોતાના જ કપડા પોતે ખેંચ્યા પોતાના શરીરને ઈજા પહોંચાડી અને ઘેનની ગોળીઓ ખાઈને, આત્મહત્યાની કોશિશ કરી, અને સુસાઇડ નોટમાં પોલીસ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલ તેમજ સુધીર દત્ત ભળેલા છે, અને એ લોકોને કારણે મારે આત્મહત્યા કરવી પડી છે, એવું સ્પષ્ટપણે લખ્યું. સુરેખાએ 30 ગોળીની ડબ્બી માંથી માત્ર 15 ગોળી રાખી અને બાકીની ગોળી લઈ લીધી છે, એવું સાબિત કરવા બીજા હાથમાં ગોળીની ડબ્બી પણ પકડી હતી. હવે આ બધા પ્રશ્નોની ગૂંચ ઉકેલાશે કે કેમ એ જાણવા માટે વાંચો આગળ….

Ad..

સુધીર દત્ત પોતાની નકલી પોલીસની ટીમ સાથે જીપ લઈને કિલ્લોલ બંગલા પાસે આવી પહોંચે છે, અને બાજુવાળા કે જેમણે શ્રીકાંતને રાતમાં જોયાનો દાવો કર્યો હતો, તેમ જ બંગલામાંથી મુજરાનું સંગીત વાગે છે, એવી પણ ફરિયાદ કરી હતી. એમની જીપ કમ્પ્લેન કરવાવાળા બંગલા પાસે ઊભી રહી, અને અંદાજો લગાવ્યો કે આ બંગલામાં રહેતા વ્યક્તિને કિલ્લોલ બંગલાની હરકત ખબર પડે કે કેમ? એમને અવાજ સંભળાય કે કેમ? અને ત્યાં રહેતું માણસ આ લોકો ઓળખી શકે કે કેમ? આ બધા જ સવાલો સામે તે એક પછી એક તર્ક મુકતા હતાં અને મનોમન બધા જ તર્ક ખારીઝ થવા લાગ્યા. પરંતુ છેલ્લો તર્ક તેમના મગજની આરપાર નીકળી ગયો, એટલે કે જે તે વ્યક્તિના બંગલોની કિલ્લોલ બંગલા સામે ન કોઈ બાલકની હતી, કે ના કોઈ બારી હતી. ફ્રન્ટ ટુ ફ્રન્ટ બંગલોમાં કઈ રીતે એમણે શ્રીકાંતને જોયો? મ્યુઝિક તો હજી પણ સંભળાય, પણ કોઈ વ્યક્તિના દેખાવાનો સંદર્ભ બુદ્ધિ સ્વીકારી શકતી ન હતી. આ ઉપરાંત અત્યારે તો કિલ્લોલ બંગલામાં કોઈપણ જાતનો અવાજ પણ નહોતો. તેમજ લગાડેલું સીલ પણ એમને એમ જ હતું એટલે અંદર જવાનો તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો ન હતો. તેમજ જે પાડોશી એ આ કમ્પ્લેન લખાવી છે, એમને કહેવાનો પણ અર્થ નહોતો! બની શકે છે કે તે પોતે જ આમાં ભાગીદાર હોય, અને જો એને જાણ થાય કે અહીં પોલીસ આવી હતી, તો તેની આગળની ચાલ તે બદલી પણ શકે! અને એ રીતે ફરી પાછા પોલીસને ગુમરાહ કરવાની એ વ્યક્તિ વિચારે! પરંતુ જે કોઈ હોય એને સુધીર દત્તના મગજની કરામત વિશે ક્યાંથી ખ્યાલ હોય! એટલે એણે વિચાર્યું કે કદાચ રાત સંગીન થતા ગુનેગારો જાગૃત થાય છે, તેમ અહીં પણ કોઈ નાટકનો સીન અવશ્ય ભજવાશે આથી એમણે પાછા જવાનું નક્કી કર્યું. કારણ કે કોઈને કોઈ જાણભેદુ અવશ્ય અહીં છુપાયેલ હશે, અને એના દ્વારા આજે આ બંગલો પાસે એમના સગા આવ્યાં, છે એવી વાત પણ બહાર પડશે! પરંતુ જીપ હજી તો અડધો કિલોમીટર ગઈ હશે, ત્યાં એમને જીપ રોકી દેવાની સૂચના આપી! અને તે જીપમાંથી ઉતરી ગયાં આજુબાજુ કોઈ જોતું નથી, એ પાકુ કરી લીધા પછી એ નીચે ઉતર્યા. આમ તો એણે આજે એક સરદારનો વેશ પહેર્યો હોવાથી, એ રીતે પણ કોઈ ઓળખી ન શકે. સુધીર દત્તે વિચાર્યું જ હતું, કે કિલ્લોલ બંગલામાં 90% તો અત્યારે શાંતિ હશે, અને એટલે કંઈ જ હાથ આવશે નહીં. આથી એમને પહેલેથી જ નોર્મલ કપડા પહેર્યા હતાં. તેઓ થોડે દૂર આવેલી ચા ની કીટલી પર ગયાં, અને પોતાની માટે એક ચા ઓર્ડર કરી. બે ત્રણ જોક્સ કરી અને એમણે ચા ની કીટલી પરનું ઓડિયન્સ પોતાનું કરી લીધું, અને કિલ્લોલ બંગલો તરફ ચાલવા લાગ્યા! એટલે ચા ની કીટલી વાળો બોલ્યો, સરદારજી ઇધર તો ભૂત રહેતા હૈ, આપ મત જાના! જાણે પોતે સાચે જ ડરી ગયાં હોય, એ રીતે એકદમ દોડીને પાછા આવ્યાં અને પૂછ્યું આપકો કેસે પતા! એટલે એણે કહ્યું કે એની બાજુના બગલમાં રહેનારા એ કહ્યું. હકીકતમાં એના પાડોશી એ જ આવી હવા ફેલાવી હોવાનું સુધીર દત્ત ના મનમાં પાકું થઈ ગયું. પરંતુ હજી કોઈ પણ પ્રકારનો અવાજ આવતો નહોતો, અને છેવટે એ વાતમાં કેટલું સત્ય છે, એ જાણવા તેઓ હજી ત્યાં રોકાવા માંગતા હતાં! પણ કંઈ રીતે! થોડીવારમાં જ એક બીજો માણસ આવ્યો, અને તેણે ચાની કીટલી વાળાને ત્યાં ચા પીધી અને કિલ્લોલ બંગલામાં પોતે ગઈકાલે રાતે ત્રણવાર ભૂત જોયું છે એવી વાત કરી. ચા ના ₹10 ની બદલે એણે કીટલી વાળાને 500ની નોટ આપી દીધી, એટલે એ ત્યાં ભેગા થયેલા તમામને અહીં ભૂત છે એવું કહી ડરાવતા હતાં! સુધીર દત્ત સમજી ગયો કે એ વ્યક્તિની વિરુદ્ધમાં જવાથી કંઈ પરિણામ મળશે નહીં! આથી તેમણે એ વ્યક્તિને હાથ મેળવતાં કહ્યું અચ્છા હુઆ આપને બચા લીયા, વર્ના મેં તો આજ ગયા હી સમજો! ક્યુકી મેરે કો ઇસ પતે પે આને કો બંગલો મેં સે હી કિસીને બોલા થા, વહાં પે લાઈટ કી કોઈ ઈમરજન્સી સર્વિસ કરની હૈ એસા કહા થા! મગર‌ આપકો કૈસે પતા ચલા? એમ કરીને ધીમેકથી પુછી લીધું! પણ એણે જે ઇન્સ્પેક્ટર ને કહ્યું હતું એ જ કહ્યું! સુધીર દત્ત એ સાવ અજાણ્યા થઈ ને કહ્યું અચ્છા અચ્છા તો આપ ઈસકે બગલમે રહે તે હો! ઉસને કહા બિલકુલ પાસ હી! હવે ઈનવેસ્ટીગેશન નો રાઉન્ડ શરૂ થયો! અને એણે પુછ્યું કે ઓહ! તો તો આપ ઉનકો જાનતે હોંગે! સુના હૈ ઉસ બંગલો કે માલિક કા મર્ડર હુઆ હૈ! યકીનન ઉનકા ભૂત હોગા! આપને અચ્છા કિયા બતા દિયા! વર્ના મેરે છોટે છોટે બચ્ચે હૈ! મગર ઉનકી બીવી…. સુના હૈ ઉસકે આશિક કે સાથ ભાગ ગઈ! કયું! પુરાના યારાના!! આજકાલ કી લડકિયા બહુત ચાલાક હોતી હૈ! અપને હી પતિ કો મરવા કે અપના રાસ્તા સાફ કર દિયા!

Ad..

હાહાહાઆઆ! સુધીર એ કહ્યું, ના ના યાર!, સાયદ ઈતની ભી કમીની નહીં થી, મેં ઉનસે મિલા થા, બડી સયાની ઔર ઈજ્જતદાર લગતી થી! નહીં! મેં નહીં માનતા, આપકો જરૂર કોઈ ગલતફહેમી હુઈ હૈં! ઉસને કહા અચ્છા તો ચલો અપની આંખો સે દેખ લો! ઔર કાનો સે સુન ભી લો! સુધીર આ જ મોકા ની તલાશ માં હતો! એણે કહ્યું વૈસે મેં ઇતના ભી ડરપોક નહીં હું! ચલો આજ તો ફેંસલા કરકે હી રહેંગે! આમ કહીને બંને કિલ્લોલ બંગલો તરફ ચાલવા લાગ્યાં, લગભગ બસો મીટરની દૂરી હતી ત્યારે બંગલો સાવ સુમસામ દેખાતો હતો, અને એમાં કોઈ લાંબા સમયથી રહ્યું ન હોય એવું જ જણાતું હતું. પરંતુ એકાએક એ માણસ જાણે પડી ગયો હોય એમ લડથડ્યો અને નીચો થયો, ત્યારે એણે કંઈક કર્યું અને એ બંગલો માંથી એકાએક મુજરાનું સંગીત વાગવા લાગ્યું અને લાઈટ ચાલુ બંધ થવા લાગી! તેમજ કોઈનાં પડછાયા પડતા હોય, એવું લાગતું હતું. સુધીર દત્ત વિચારતો હતો કે એવું તે શું થયું કે એકાએક આ બધું શરું થયું? પણ અત્યારે તો ડરી ગયો હોય એમ ભાગવાની એકટીંગ કરવી બહુ જરૂરી હતી! એમને બિલકુલ શંકા પડે એ પોષાય તેમ ન્હોતું, એટલે એણે કહ્યું ચલો! ચલો! યહાં તો સચ મેં ભૂત હૈં! આપ સચ કહ રહે‌ થે! એમ કરીને એનો હાથ પકડી, ઉંધી તરફ દોડવા લાગ્યો, અને થોડેક આગળ ગયા પછી, એને ખબર ન પડે, એમ એનાં પગ આડે પગ નાખી, એને પાડ્યો! એટલે એનાં ખિસ્સાં માંથી પાકીટ ફોન વગેરે બહાર આવ્યું, અને એની સાથે સાથે કંઈક કાળા કલરનું ઈલેક્ટ્રોનિક ઈન્સ્ટ્રુમેન્ટ પણ બહાર આવ્યું! એણે બધું ઝડપથી અંદર નાખી દીધું. સુધીર દત્ત ને જે જોવું હતું એ એણે જોઈ લીધું! અને એ બાય યાર! હેપ્પી ટુ મીટ યુ..ફિર મિલેંગે કહી બહાર નીકળી ગયાં.

Ad..


સુરેખા ને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી, અને ડોક્ટર એને તપાસીને ટ્રીટમેન્ટ શરૂ કરી! થોડીવારમાં એ ભાનમાં આવી. ડોક્ટર એ છૂટ આપતા પોલીસ ઇન્સ્પેક્ટર અનંત ભાટિયા સ્ટેટમેન્ટ લેવાં આવ્યાં અને સુરેખા એ કહ્યું કે મેં સ્યુસાઈડ નોટમાં જે લખ્યું છે એ જ સત્ય હકીકત છે! એ પોલીસ સ્ટેશનમાં આરોપી સાથે બહુ એરેસમેન્ટ થાય છે! તમને વિશ્વાસ ન આવતો હોય તો આ જ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ સિદ્ધાર્થનો કેસ સ્ટડી કરજો!: ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડા એ સુરેખા વિશે જાણ કરતાં તરત જ સુધીર દત્ત એ ઇન્સ્પેક્ટર અનંત ભાટિયાને ફોન કર્યો, અને કહ્યું કે આરોપી બહુ ચાલાક છે, અને મારા ઘરમાં ઘૂસવાનો ચાર્જ લાગ્યો હોવાથી, આ રીતે છટકવા માંગે છે! આ ઉપરાંત શ્રીકાંત મર્ડર કેસમાં મહત્વની ભૂમિકા ભજવી છે, અને શહેરમાં હોટેલ‌ બીઝનેસને નામે કેસિનો પણ ચલાવે છે અને દુબઈ પોલીસને પણ ચકમો દઈ ત્યાંથી છટકી આવી છે! સિદ્ધાર્થ એનો સાગરિત છે, અને એનાં દરેક ગુના વિશે સરકારી ગવાહ બનવા તૈયાર થયો એટલે એને પણ જાનથી મારી નાખવાની કોશિશ કરી!: ઇન્સ્પેકટર અનંત ભાટિયા એ કહ્યું ઓહ આઈ સી! હવે તો સાચે આત્મ હત્યા કરે એવું કંઈક કરવું પડશે!

પાર્વતી અને અખિલેશ બંને હાઈવેથી ડાબી બાજુએ આવેલ એક ગામમાં ઘુસી ગયા અને ત્યાં એક ઘરમાં આશરો લીધો ઘરમાં એક વૃદ્ધ ડોશી અને એનો દિકરો બંને એકલા જ રહેતા હતાં. સુખવંત ભોંયરા આસપાસ ચક્કર લગાવતો રહ્યો અને કંટાળીને પોતાની જીપ લઈને હાઈવે ની જમણી તરફના ગામમાં એ બંને ને શોધવા ગયો, કે જ્યાં પાર્વતી અને અખિલેશ તો નહોતાં પણ શ્રીદેવી અને સાર્થક હતાં! આમ પણ પાર્વતી જાણતી હતી કે સુખવંતની જાળમાંથી આટલું આસાનીથી છટકી શકાય એમ નથી, છતાં જેટલું બચી શકાય એટલો પ્રયત્ન તો કરવો જ પડે! એણે પોતાના ભાઈ સુધીર દત્ત ને ફોન કર્યો અને સુધીર ને તો વિશ્વાસ જ નહોતો આવતો કે પાર્વતી બોલે છે! અખિલેશે આખી વાત ટૂંકમાં કહી ત્યારે એણે સાચું માન્યું! એણે કહ્યું કે તમે જરાય ચિંતા કરશો નહીં, હવે હું બધે પહોંચી વળીશ! પાર્વતી અને અખિલેશ ને ઉપરનો ઓરડો રહેવા આપ્યો હતો. બંને જણાં ઓરડાના ઝરુખા માંથી બહાર જોતા હતાં. દિવસ ઢળવા આવ્યો અને એ વૃદ્ધાના ઘરમાં એક પછી એક તાંત્રિક આવવા લાગ્યા! પાર્વતી એ અખિલેશ સામે જોયું કે આ શું માજરો છે? એણે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું. થોડીવારમાં નીચેથી વિચિત્ર અટ્ટહાસ્યના અવાજો આવવા લાગ્યાં,અને એમને થયું કે આ જગ્યા જોખમી છે! એ બંને જણા ત્યાંથી ભાગવા માટે ઓરડાનું બારણું ખોલ્યું તો ઓરડો બહારથી બંધ હતો! એમણે એ લોકોની વાત સાંભળી તો વૃદ્ધાનો દીકરો કુંવારો હતો અને એની ગ્રહ દશા પ્રમાણે તાંત્રિકોએ તેને કહ્યું હતું કે કોઈ યુવાન સ્ત્રીની બલી ચઢાવવામાં આવે તો એના પણ કોઈ સુંદર સ્ત્રી સાથે લગ્ન થાય! અને એ મરે પણ નહીં! પાર્વતી અને અખિલેશને સમજાઈ ગયું કે આ કોઈ મોટું કાવતરું રચાઇ રહ્યું છે, અને તેણે પાર્વતીને ચૂપ રહેવા તેમજ અવાજ ન કરવાં માટે જણાવ્યું એ વગડાની પાછળની બાજુએ એક નાનકડી એવી બારી હતી ત્યાંથી બંને જણાએ ભાગી જવાનું નક્કી કર્યું, અને પાર્વતી સાડીનો છેડો પકડી ધીરે ધીરે નીચે ઉતરી ગઈ, ત્યારબાદ અખિલેશ બારી સાથે સાડી બાંધીને નીચે ઉતરી ગયો. પરંતુ મોટર બાઈક આગલા ફળિયામાં પડી હોવાથી, એને લેવા જઈ શકાય તેમ નહોતું હવે શું કરવું એની તજવીજમાં હતાં, અને ત્યાંથી એક માણસ નીકળ્યો એટલે તેને આગલા ફળિયામાંથી મોટરસાયકલ લઈ આવવા કહ્યું, એણે કહ્યું કે એ તો ચોરી કહેવાય! પરંતું અખિલેશ એ કહ્યું કે એ મોટર બાઈક મારી જ છે, એ ચોરી નથી. તેમ છતાં એણે માન્યું નહીં, એટલે આખી લેશે થોડા રૂપિયાની થપ્પી એના ખિસ્સામાં મૂકી દીધી, અને એ માણસ ધીરેથી ફળિયામાં જઈ મોટરસાયકલ ચાલુ કરી, અને બહાર આવ્યો! મોટર બાઈકનો અવાજ આવતાં વૃદ્ધાનો દીકરો કે જેણે આટલાં બધાં તાંત્રિકોને ભેગા કર્યા હતાં, તે એકદમ બહાર આવ્યો, અને બાઈકની પાછળ દોડ્યો. પરંતુ એ પહેલા મોટર બાઈક બહુ દૂર નીકળી ગઈ, અને પાર્વતી તથા અખિલેશ એની પર ત્યાંથી પણ ભાગી ગયાં. વૃદ્ધાનાં દીકરાને આવતો જોયો એમાં પાર્વતીની સાડી પણ ત્યાં લટકતી રહી ગઈ, અને સામાનનો થેલો પણ ત્યાં જ રહી ગયો! અને પાર્વતી ચણીયો બ્લાઉઝ પહેરેલી જ હતી.અખિલેશે પોતાનો કોટ એને પહેરાવી દીધો અને આગળ જઈ એક સાડી લઈ લેશું એમ પણ કહ્યું.

વીણા માસીનાં ફાર્મ હાઉસમાં શ્રીદેવી અને સાર્થક આરામથી દિવસો વિતાવતા હતાં, પરંતુ સાર્થક કેટલાય દિવસ સુધી પુરાયેલો રહ્યો હોવાથી, ખુલ્લાં મેદાનમાં દોડાદોડ કરતો હતો, અને આજે પડી જતા તેને માથામાં જોરદાર પથ્થર વાગ્યો,એના માથામાંથી ધક ધક કરતું લોહી નીકળતું હતું. શ્રીદેવીને તો એ જોઈને ચક્કર આવી ગયાં, પરંતુ વીણા માસી ઉંમરમાં પાકટ હોવાથી એમણે તાત્કાલિક એમ્બ્યુલન્સ ને ફોન કર્યો અને તે દરમિયાન સાર્થકની પ્રાથમિક સારવાર માટે ગામના એમબીબીએસ ડોક્ટર જયેશ ઠક્કરને, પણ બોલાવી લીધા જયેશ ઠક્કરે તાત્કાલિક ટીટાનસનું, ઇન્જેક્શન આપ્યું, અને મલમપટ્ટી કરી લોહી બંધ કરવા માટે પાટો બાંધી દીધો. પરંતુ ઘણું વાગ્યું હોવાથી પાટો બાંધ્યો હોવા છતાં, ધીમું ધીમું લોહી નીકળતું હતું. થોડીવારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ, અને વીણા માસી તથા શ્રીદેવી સાર્થક ને લઈને એમ્બ્યુલન્સમાં બેસી શહેરની સિવિલ હોસ્પિટલ તરફ જવા રવાના થયાં. ગામમાંથી એમની એમ્બ્યુલન્સ બહાર તરફ જતી હતી, બરાબર ત્યારે જ સુખવંતની જીપ ગામમાં પ્રવેશી એમ્બ્યુલન્સ તરફ સુખવંત નું ધ્યાન ન્હોતું તેમજ એ તરફ શ્રીદેવીનું પણ ધ્યાન ન્હોતું. કારણ કે સાર્થકમાં જ તેનો જીવ ચોટેલો હતો! પણ અખિલેશની મોટર બાઈક એ સુખવંતની જીપને ગામમાં જતાં જોઈ! અને તેણે ગામ તરફ વાળેલી બાઈકને જોરથી બ્રેક મારી! બાઈકનું ટાયર રોડ સાથે ઘસતાં જોરથી કર્કશ અવાજ આવ્યો! જાણે કે મોટર બાઈક પણ કહેતી હોય કે સુખવંત રુપે એક શેતાન ગામમાં પ્રવેશી ગયો છે. અખિલેશે માટે હવે આગળ કૂવો ને પાછળ ખાઈ એવી સ્થિતિ હતી, પેલી વૃદ્ધાનો દીકરો પણ એમની પાછળ પડ્યો હતો! પાર્વતી બોલી હે ભગવાન સુખવંત એક ઓછો હતો, તે આ બીજો દુશ્મન ઉભો કર્યો! અખિલેશે ભગવાનનું સ્મરણ કરીને મોટર બાઈક આગળ ચલાવી.

શું સુરેખાની ચાલ કામિયાબ નીવડશે? સાર્થક ને લઈને એમ્બ્યુલન્સ સમયસર સિવિલ હોસ્પિટલ પહોંચી જશે? અખિલેશ અને પાર્વતી સુખવંતની નજરથી બચી શકશે કે કેમ! અને કિલ્લોલ બંગલોમાં વાગતા મૂજરા ના સંગીત અને શ્રીકાંત નાં ભૂત માટે આખરે કોનું ષડયંત્ર હશે? અને શું આ બધી સમસ્યા ને સુધીર દત્ત સુલઝાવી શકશે કે કેમ? એ જાણવા માટે હજી થોડું થોભો અને રાહ જુઓ વધુ આવતા અંકે….

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here