અંબાલાલ પટેલની આગાહી : 21 દિવસના બ્રેક બાદ આજથી ગુજરાતમાં વરસાદ આવશે

0
136

અંબાલાલ પટેલની આગાહી : 21 દિવસના બ્રેક બાદ ગુજરાતમાં આજથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી

સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી
સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટાઉદેપુર, ભરૂચમાં ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદમાં ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી ગુજરાત માટે ફરી એકવાર ખુશીના સમાચાર લઈને આવી છે. ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પશ્ચિમ પ્રશાંત મહાસાગર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા દેખાઈ રહી છે. જેના કારણે બંગળાના ઉપસાગરમાં ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં મજબૂત વરસાદી સિસ્ટમ લાવવાની શક્યતા છે. આ કારણે મધ્યપ્રદેશના ભાગો સુધી વરસાદ લાવી શકવાની શક્યતા છે. જેની અસર ગુજરાત ઉપર પણ થશે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની છે,એના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. આજે અને આવતીકાલે રાજ્યભરમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. રાજ્યના અમુક જિલ્લાના ભાગોમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે.મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીનગર,અમદાવાદ,આણંદ,પંચમહાલ,દાહોદ,મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં થંડર સ્ટોમ એક્ટિવિટી થશે.20 ઓગસ્ટના ડાંગ, નર્મદા, છોટાઉદેપુર,નવસારી,વલસાડ,દમણ,દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.21 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આજથી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. લો પ્રેશર સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસટર્બન્સ સર્જાતા વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં આજે અમદાવાદ, ખેડા, અરવલ્લી, પંચમહાલ, આણંદ અને મહીસાગરમાં આગાહી છે. તો સૌરાષ્ટ્રનાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં પણ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચમાં આગાહી છે.

આજથી ગુજરાતભરમાં વરસાદનું જોર વધેલું જોવા મળશે. આવતીકાલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મેહસાણા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટા ઉદપુર, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ માં ભારે વરસાદની આગાહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here