મર્યાદાઓ સાથે જીવનનો સ્વીકાર એ જીવન જીવવાની ચાવી છે. : મોરારીબાપુ

On: March 13, 2024 10:15 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • મંદિરમાં જે પૂજારી બને છે તેને તો ટ્રસ્ટીઓ પગાર આપે છે, પણ જે જીવનના પૂજારી બની જાય છે તેને અસ્તિત્વ પગાર આપે છે.
  • વિજ્ઞાનવાન થવાનો અર્થ છે શોધ કરનારા. વ્યક્તિ આંતરખોજ કરે. આ સંસારનું જે વિજ્ઞાન છે એ માત્ર બહારની શોધ કરે છે કે એક તારાથી બીજો તારો કેટલો દૂર છે, સૂર્ય કેટલો ઠંડો થઈ રહ્યો છે અને ચંદ્ર હવે કેટલો નજીક આવ્યો. સંસાર આ બધાનું માપ કાઢે છે.

જે મોહગ્રસ્ત થઈ જાય છે, વિષાદગ્રસ્ત થઈ જાય છે એવા અનેક અર્જુનોને યોગ અને વિયોગનો આ નિનાદ જગાડતો રહે છે. એક વાત યાદ રાખજો કે ભગવદ્ગીતા ઘંટડી છે અને રામાયણ આરતી છે. રામાયણના સાત કાંડ એ એની આરતીની સાત જ્યોતિઓ છે. જેને નિત્ય પૂજારી બનવાનું છે, કોઈ મંદિરના નહીં પોતાના જીવનના પૂજારી બનવાનું છે, જે રામાયણની ઘંટડી લઈ ફરતું રહે તો પોતાના જીવનના પૂજારી બની શકે છે.

મંદિરમાં જે પૂજારી બને છે તેને તો ટ્રસ્ટીઓ પગાર આપે છે, પણ જે જીવનના પૂજારી બની જાય છે તેને અસ્તિત્વ પગાર આપે છે. એ વ્યક્તિ જીવનની ઝોળીમાં સંપૂર્ણ ખુશીઓ નાખી દે છે.

મર્યાદાઓ સાથે જીવનનો સ્વીકાર એ જીવન જીવવાની ચાવી છે. એક વાત જીવનમાં યાદ રાખવી કે તમારે તુલના કરવી હોય તો પોતાથી મોટાઓ સાથે ન કરવી, નીચેનાઓ સાથે કરવી; નહીં તો તમે ક્યારે સુખી નહીં થાવ. જો તુલના તમારાથી નીચેનાઓ સાથે કરી તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ. ઊલટાનું વિજ્ઞાનવાન બનવાની દિશા ખૂલી જશે.

વિજ્ઞાનવાન થવાનો અર્થ છે શોધ કરનારા. વ્યક્તિ આંતરખોજ કરે. આ સંસારનું જે વિજ્ઞાન છે એ માત્ર બહારની શોધ કરે છે કે એક તારાથી બીજો તારો કેટલો દૂર છે, સૂર્ય કેટલો ઠંડો થઈ રહ્યો છે અને ચંદ્ર હવે કેટલો નજીક આવ્યો. સંસાર આ બધાનું માપ કાઢે છે. આ બહારી ઉડાન છે. ભારતીય વિજ્ઞાન એ છે જે આંતરિક ગહેરાઈઓમાં જાય છે. વિજ્ઞાનવાનનો અર્થ એ થાય છે જે આંતરખોજમાં વ્યસ્ત રહે છે. વિજ્ઞાનીને ગુલાબનું ફૂલ આપશો તો તે અન્વેષણ કરશે કે એમાં કયાં-કયાં આ કેમિકલ્સ છે. આ ફૂલનો રંગ લાલ કેમ છે? પીળો કેમ છે? એ ખૂલે તો એમાંથી સુગંધ કેમ આવે છે? આ અને આવા બીજા અનેક સવાલના જવાબ શોધવાનું કામ વિજ્ઞાનીઓ કરશે. ભારતીય ઋષિ હશે તો તે એમ વિચારશે કે આ ફૂલ જેણે બનાવ્યું છે તે કૃષ્ણ કેવા હશે? ભારતીય ઋષિ હશે તો એ એમ વિચારશે કે આ ફુલમાં સુગંધ ભરનારા રામની હાજરીમાત્રથી કેવી સુગંધ પ્રસરી જતી હશે? ભારતીય ઋષિ આ અને આ પ્રકારના બીજા સવાલો અને એ સવાલોમાંથી ઊભા થતા બીજા પ્રશ્નોના જવાબોની શોધમાં આગળ વધશે. જ્ઞાન ક્રિયાત્મક હોય, જ્ઞાન પ્રયોગાત્મક હોય, જ્ઞાન પરિણામાત્મક હોય. જેમ વિજ્ઞાનનું કોઈ સૂત્ર તમે વાંચી લીધું અને પછી પ્રયોગશાળામાં જઈને એ સૂત્રનો પ્રયોગ કરો તો એ સૂત્ર સિદ્ધ થઈ જાય છે એવી જ રીતે જીવનનું કોઈ સૂત્ર તમે વાંચીને પ્રયોગમાં લીધું તો એ સૂત્ર પણ સિદ્ધ થઈ જાય છે.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

આહીર યુથ ફોર્સ દ્વારા ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા – કથાકાર પ્રફુલભાઈ શુક્લાના આશીર્વાદ !

error: Content is protected !!