
આગળ વધવા માટે ભણવાની આ રીત અપનાવી જુઓ
ભણવાની આમ તો ઘણી રીત હોય, પણ તેમાં સૌથી વધુ લાભદાયક પણ ઓછી વપરાતી રીત એટલે ગ્રુપ સ્ટડી. ભેગા બેસી એકસાથે ભણવાના ઘણા ફાયદા છે, પણ તેમ છતાં આપણે ત્યાં આ રીતને ખાસ મહત્વ
આપવામાં આવતું નથી. વિદ્યાર્થી અને તેમના મા-બાપ બંનેમાં એવી માન્યતા જોવા મળે છે કે, ગ્રુપ સ્ટડી કરવાથી માત્ર ટાઈમપાસ થાય અને ભણવાનો સમય વેડફાય. આ માન્યતા જોકે સાવ ખોટી પણ નથી, ગ્રુપ
સ્ટડી કરવા બેસેલા વિદ્યાર્થીઓ કોઈ અન્ય વિષયની ચર્ચાએ વળગી જાય તો સમય વેડફાવાનો જ. ઘણી મોટી કોલેજ તેમજ ઈન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓ માટે ખાસ ગ્રુપ સ્ટડી સેશન આયોજિત કરવામાં આવે છે
કારણ કે જો ધ્યાનપૂર્વક ગ્રુપ સ્ટડીમાં ભાગ લેવામાં આવે તો તેના ઘણા ફાયદા થઈ શકે છે. જેમાંથી કેટલાક આ મુજબ છે …

Ad…

વિલંબ દૂર કરે છે
ઘણીવાર વિદ્યાર્થીને એકલા હોય ત્યારે ભણવા બેસવાનું મન થતું નથી,માટે અભ્યાસ શરૂ કરવામાં વિલંબ થાય છે અને તે અભ્યાસમાંથી રસ ગુમાવે છે. જોકે ગ્રુપ સ્ટડી કરતા વિધાર્થીઓના અભ્યાસમાં વિલંબ થવાની સંભાવના ઘટે છે. કારણ કે નક્કી કરેલા સમયે હાજર થવાની અને ગ્રુપ સ્ટડીમાં યોગદાન આપવાની ઉત્સુકતા વિદ્યાર્થીને વ્યસ્ત રાખે છે. જે
લોકોનો અભ્યાસ એકલતાને કારણે પાછો ઠેલાતો હોય તેમના માટે ગ્રુપ સ્ટડી એક સુયોગ્ય વિકલ્પ સાબિત થાય તેમ છે.

Ad..

ટીમવર્ક શીખવે છે
નોકરી મેળવવા જાવ ત્યા ઈન્ટરવ્યુમાં ઘણીવાર ટીમવર્ક કરવાની આવડત જરૂરી હોય છે. આ આવડતને પ્રેક્ટિસ થકી મેળવી શકાય છે, જે માટે ગ્રુપ
સ્ટડી એક સારો વિકલ્પ છે. ગ્રુપ સ્ટડી કરવા બેસેલા વિદ્યાર્થી એકબીજા સાથે વિચારોની આપ લે કરે છે, ભણવાના ઉત્તમ વિકલ્પ વિશે ચર્ચા કરે છે, એકબીજા સાથે જોડાય છે, સમસ્યાનું સાથે મળીને નિરાકરણ લાવે છે તેમજ એકબીજાને ટેકો આપે છે. આ તમામ ગુન્ન તમારા ટીમવર્કના કૌશલ્યને નિખારવામાં પણ મદદરૂપ થશે.
AD…

ઝડપી શિક્ષણ
એક જાણીતી કહેવત છે “એક સે ભલે દો”, જે ગ્રુપ સ્ટડીમાં મહત્વને પણ ઉજાગર કરે છે. કોઈ અઘરો વિષય સમજવામાં એક વિદ્યાર્થીને જેટલો સમય લાગે, સ્વાભાવિક રીતે તેના કરતાં ઓછા સમયમાં એકથી વધુ વિદ્યાર્થી સાથે બેસી એ વિષય સમજી શકે છે. આનાથી સમય તો બચશે,ઉપરાંત સાથે બેસી એ ચોક્કસ વિષય વિશે પોતાના વિચારો રજૂ કરવાનો
મોકો પણ મળશે, વિષયની પૂર્ણરૂપે નોંધ લઈ શકાશે અને એકબીજાના સથવારે અભ્યાસક્રમ મોઢે કરવામા પણ આસાની રહેશે.
કમ્યુનિકેશન સ્કીલનો વિકાસ થશે એ બોલવું અને સમયસર બોલવું એ ખૂબ અગત્યનું છે. ઓફિસમાં કોઈ બાબત રજૂ કરવાની હોય કે પછી ઘ૨માં પરિવા૨ સાથે બેસી કોઈ રાજકીય બાબતે ચર્ચા કરી રહ્યા હોવ, દરેક વખતે તમારી કમ્યુનિકેશન સ્કીલ સારી હોવી ખૂબ જરૂરી છે. ગ્રુપ સ્ટડી કરનારા વિદ્યાર્થીઓને કમ્યુનિકેશન સ્કીલ સુધારવાનો મોકો અચૂક મળે છે. ગ્રુપ સ્ટડીમાં ભેગા બેસી વાતચીત કરતી
વખતે બોલતા શીખી શકાય, ઉપરાંત સ્કૂલ-કોલેજના મિત્રો વચ્ચેની વાતચીત હોવાને કારણે તમને ભૂલ સુધા૨વાના અને શીખવાના પણ અઢળક મોકા મળી રહેશે.
AD…

ભૂલો સુધરશે
વાંચન કરતી વેળા આપણે ઘણી વસ્તુ ચૂકી જતા હોઈએ છે. રસ ખાત૨ વાંચતા હોય તો વાત જુદી છે, પણ અભ્યાસ કરતી વખતે આ પ્રકારની ચૂક ભારી પડી શકે છે. ગ્રુપ સ્ટડીમાં આ રીતે તેમ જે ચૂકી ગયા હોવ તે
પણ કવર થઈ શકે છે. તમારા કરતાં વધુ એકાગ્ર વ્યક્તિ ગ્રુપમાં હોય એટલે એની સાથેની ચર્ચા તમારી ઘણી ભૂલો સુધારી આપશે અને તમારો ફાયદો કરાવશે.
Ad…

અભ્યાસ કરવાના નવા દ્રષ્ટિકોણનો અને નવી રીતનો વિકાસ થશે
અભ્યાસ કરવાની સેંકડો રીત હોય શકે છે. તમે જે રીતથી ભણતા હોવ,તે સાચી જ છે એવું શક્ય નથી. ઉપરાંત ઘણી વાર તમારો ભણતર પ્રત્યેનો દ્રષ્ટિકોણ પણ ખોટો હોય શકે. ગ્રુપ સ્ટડીનો એક અન્ય ફાયદો આ પણ છે કે તમારી રીત અને દ્રષ્ટિકોણ બંને સુધારવાનો મોકો તમને મળે છે. ગ્રુપમાં સાથે
બેસીને ભણતી વખતે તમારા વિચારોને બદલી આપે એવી ઘણી વાતો જાણવા મળે છે, જે તમારા દ્રષ્ટિકોણનો વિકાસ કરશે, ઉપરાંત ગ્રુપ સ્ટડી કરતી વખતે સચોટ યાદ કરવાની ઘણી નવી રીત શીખવાનો મોકો પણ મળશે.આ ઉપરાંત ગ્રુપ સ્ટડી કરતી વખતે નીચે જણાવેલ બાબતોનું પણ ધ્યાન રાખવું….
- તમારા ગ્રુપના સભ્યોની સંખ્યા પાંચથી વધુ ન હોવી જોઈએ
- ગ્રુપનો એક લિડર નક્કી કરી સંચાલનની જવાબદારી તેને સોંપો
- અઠવાડિયે ઓછામાં ઓછા બે વખત ગ્રુપ સ્ટડી માટે મળો
- પ્રશ્નો પૂછો, ગ્રુપ સ્ટડીમાં પ્રશ્નો પૂછવાથી પૂછનારને તો ફાયદો થાય જ છે, સાથે અન્ય સભ્યોને પણ કઈક નવું જાણવા મળશે
- ગ્રુપનો દરેક વ્યક્તિ વિષયની સમીક્ષાઓ, મુશ્કેલ પ્રશ્નો અને શંકાઓ દૂર કરવામાં સંકળાય એ બાબતને સુનિશ્ચિત કરો
- ચર્ચા પૂરી થયા બાદ દર વખતે કોઈ એક વિદ્યાર્થી પસંદ કરી તેની પાસે સમગ્ર ચર્ચાનો સારાંશ બોલાવો
- ગ્રુપ સ્ટડીમાં શ્રેષ્ઠ ટેકનોલોજી અને ઓનલાઈન સંસાધનનો ઉપયોગ કરો
- ગ્રુપના તમામ વ્યક્તિએ એકબીજાને મદદરૂપ થવું જોઈએ. ગ્રુપમાં પક્ષપાત માટે કોઈ જગ્યા ન હોય એ વાત ગ્રુપના લિડરે સુનિશ્ચિત કરવી જોઈએ
- “ યાદ રાખો કે તમે વર્ગમાં નથી, માટે ક્યારેક વચ્ચે હળવી ક્ષણો માણવી,






