આલિયા ભટ્ટ આગામી ફિલ્મમાં રોમાન્સ કરશે

On: September 21, 2024 9:44 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સ્પેશિયલ કેમેસ્ટ્રી માટે હીરોની શોધ શરૂ

મુંબઇ : આલિયા ભટ્ટ હાલ પોતાની રિલીઝ થનારી ફિલ્મ જિગરા માટે ચર્ચામાં છે. આ પછી તે લવ એન્ડ વોરનું શૂટિંગ શરૂ કરશે અને એ પુરુ કર્યા પછી અભિનેત્રી એક રોમેન્ટિક ફિલ્મમાં કામ કરવાની છે. આલિયાને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી છે જોકે આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૫ના અંતમાં શરૂ કરવામાં આવશે. હાલ તો તેની સાથે રોમાન્સ કરવા માટે હીરોની શોધ થઇ રહી છે. તેમજ દિગ્દર્શક વિશે પણ વિચાર કરવામાં આવી રહ્યા છે. જો બધું સમૂસુથરું પાર પડશે તો આલિયાની આ ફિલ્મ ૨૦૨૬મા ંરિલીઝ થશે.

સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, આલિયાને રોમેન્ટિક ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી ગઇ છે. તે આ ફિલ્મનું નિર્માણ અને તેમાં અભિનય કરવા એમ બન્ને બાજુ વિચારી રહી છે. જોકે આ ફિલ્મને ૨૦૨૫ના અંતમાં શરૂ થાય તેવી શક્યતા છે. આલિયા આ ફિલ્મ લવ એન્ડ વોરનું શૂટિંગ પુરુ થયા ંપછી શરૂ કરશે.

સોશિયલ મીડિયાના પોર્ટલ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, જોકે આલિયાની આ નવી ફિલ્મના શૂટિંગ એક વરસથી વધુ સમય પછી શરૂ થવાનું હોવાથી અભિનેત્રીનો વિચાર બદલાઇ પણ શકે છે. હજી તો આ ફિલ્મ માટે ઘણી મિટીંગો તેમજ વાતચીત થશે પછી જ ફિલ્મ વિશે અંતિમ નિર્મય લેવાશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!