
ડોનાલ્ડ ટ્રમ્પે 270નો આંકડો વટાવીને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને ચૂંટણી મતોની રેસમાં પાછળ છોડી દીધા છે. વિશ્વભરના નેતાઓ ટ્રમ્પને તેમની શાનદાર જીત બદલ અભિનંદન આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પને સાથે ટેલિફોનિક વાત કરીને અભિનંદન પાઠવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. આ અંગે વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીની માહિતી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની ચૂંટણીમાં શાનદાર જીત પર અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, મારા મિત્ર ટ્રમ્પ સાથે શાદનાર વાતચીત થઈ છે. US સાથે સંબંધો મજબૂત કરવા અંગે ડોનાલ્ડ ટ્રમ્પ સાખે વાતચીત થઈ છે. મને ફરીથી સાથે મળીને કામ કરવાની આશા છે.

PMએ ડોનાલ્ડ ટ્ર્મ્પ સાથે કરી વાતચીત
પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું, મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે શાનદાર વાતચીત થઈ. તેની શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. અમે ટેકનોલોજી, સંરક્ષણ, ઉર્જા, અવકાશ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ભારત-યુએસ સંબંધોને વધુ મજબૂત કરવા માટે ફરી એકવાર સાથે મળીને કામ કરવાની અપેક્ષા રાખીએ છીએ.

ભારત એક શાનદાર દેશ છેઃ ટ્રમ્પ
આ વાતચીતમાં બન્ને નેતાઓએ વિશ્વ શાંતિ માટે સાથે મળીને કામ કરવાની વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, આખી દુનિયા પીએમ મોદીને પ્રેમ કરે છે. ભારત એક અદ્ભુત દેશ છે. પીએમ મોદી એક અદ્ભુત વ્યક્તિ છે. ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું કે, તેઓ તેમને અને ભારતને પોતાના સાચા મિત્ર માને છે. તેમણે કહ્યું કે, પીએમ મોદી વિશ્વના પહેલા નેતાઓમાંના એક હતા જેમની સાથે તેમણે જીત બાદ વાત કરી.
વિશ્વ હિન્દુ પરિષદે પણ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા હતા
વિશ્વ હિન્દુ પરિષદે પણ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ આશા વ્યક્ત કરી હતી કે તેમના નેતૃત્વમાં ભારત-અમેરિકાના સંબંધો લોકશાહીના સહિયારા વારસા અને મૂલ્યો સાથે વધુ મજબૂત બનશે. VHPના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે, અમેરિકન નેતાએ હિન્દુ સમાજની સુરક્ષાની વાત કરી. તેમણે ખાતરી આપી હતી કે તેમના નેતૃત્વમાં હિન્દુઓ પર ક્યાંય પણ હુમલો કરવામાં આવશે નહીં. અમે તેમને અભિનંદન આપીએ છીએ અને તેમની ઐતિહાસિક જીત માટે શુભેચ્છા પાઠવીએ છીએ.
Ad..















