વલસાડ જિલ્લામાં એસ.ટી. તંત્રની બેદરકારી: મુસાફરો રામભરોસે

On: January 15, 2025 9:55 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાના એસ.ટી. ડેપોમાં મુસાફરો માટે પ્રાથમિક સુવિધાઓનો અભાવ વલસાડ જિલ્લામાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ના વલસાડ ડિવિઝન હેઠળ વલસાડ, વાપી, અને ધરમપુર એસ.ટી. ડેપોમાં મુસાફરો માટે પુરતી સુવિધાઓની આભાવી સ્થિતિ છે. વહીવટી તંત્રમાં ભારે બેદરકારી અને વ્યવસ્થાની ખામી સ્પષ્ટ જોવા મળે છે. મુસાફરો માટે એસ.ટી. બસ પર વિશ્વાસ ઘટતો જાય છે, કારણ કે બસો સમયસર ન ચાલતી હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે.

બસની સમયસૂચિ અને વ્યવસ્થામાં ઘોર ખામીઓ વલસાડ જિલ્લામાં બસોની સમયસૂચિ માટે કોઇ સુનિશ્ચિત વ્યવસ્થા નથી. મુસાફરો સમયસર ગંતવ્ય સુધી પહોંચે તેવી કોઈ ખાતરી ન હોય છે. એસ.ટી. બસો કોઇ નિશ્ચિત સમયપત્રક વિના રવાના થાય છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરી કરતા લોકો મુશ્કેલી અનુભવતા હોય છે.

વલસાડ રેલવેના ટાઈમ મુજબ અપ ડાઉન કરતા મુસાફરો માટે એક બસની સુવિધાઓ નથી. ટ્રેન માં જવા ટાઈમ પ્રમાણે બસ પહોંચી શક્તિ નથી.ટ્રેનમાં આવતા મુસાફરોને કલાકો સુધી ડેપોમાં બેસવું પડે છે.
વલસાડ રેલ્વે સ્ટેશન કવિન,વડનગર અને ઇન્ટરસીટી સવારે અને સાંજે એસ ટી બસની સુવિધાઓ ઉપલબ્ધ જરૂરી છે.

ડ્રાઇવર-કંડક્ટર અને વહીવટી તંત્રની બેદરકારી અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારી પર સવાલ ઉઠે છે. ડ્રાઇવર અને કંડક્ટરોને ફક્ત હાજરી પુરવી મહત્વપૂર્ણ લાગે છે. બસની ક્ષમતા, મુસાફરોની જરૂરિયાતો, અને સમયસૂચિનું પાલન માટે કોઇ દીઠ ઉપક્રમો ઉપલબ્ધ નથી. અધિકારીઓ પોતાનું કામકાજ બખૂબી નિભાવતા નથી, જે ટૂંક સમયમાં સુધારવા જરૂરી છે.

મુસાફરો માટે રૂટ અને ટાઇમ મેનેજમેન્ટમાં ખામીઓ વલસાડ જિલ્લામાં ઘણા રૂટ પર બસો ફક્ત ટૂંકા લાંબા અંતર સુધી અથવા તો ખાલી જતા જોવા મળે છે. ખાસ કરીને શાળાના સમયમાં વિદ્યાર્થીઓ માટે બસની ઉપલબ્ધતાનો અભાવ છે. નોકરીયાત વર્ગ માટે પણ એસ.ટી. સેવા અનુકૂળ નથી, અને આ કારણે લોકોને ખાનગી વાહનો પર નિર્ભર રહેવું પડે છે.

અન્ય જિલ્લાઓની તુલનામાં વલસાડમાં તંત્રની ખરાબ સ્થિતિ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં મુસાફરો માટે એસ.ટી. તંત્ર સારું કામ કરે છે, પરંતુ વલસાડમાં તેની તુલનામાં વહીવટી તંત્ર યોગ્ય કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યું છે.આથી વલસાડના અધિકારીઓ સામે તાકીદે પગલા લેવાની જરૂર છે.

લોકોની ફરિયાદ અને ભવિષ્યમાં સુધારાની આવશ્યકતા મુસાફરોની ફરિયાદ છે કે ડેપો પર કયારે કઈ બસ ઉપલબ્ધ છે તે અંગે પુછપરછ કરવા છતાં નિશ્ચિત માહિતી મળી શકતી નથી. આ સમસ્યાનો ઉકેલ લાવવા તંત્ર દ્વારા એક સંકલિત વ્યવસ્થા ઉભી કરવી અનિવાર્ય છે. વલસાડ જિલ્લામાં પ્રજાના હિત માટે યોગ્ય કાયદેસર તપાસ અને બેદરકાર અધિકારીઓ સામે યોગ્ય પગલા લેવાની માગ ઉઠી છે.

વલસાડ જિલ્લાના એસ.ટી. તંત્રને તાકીદે સુધારવામાં આવી રહેવું જોઈએ. મુસાફરોના શોષણને અટકાવવા, બેદરકારી દૂર કરવા, અને સમયપત્રક તથા રૂટ મેનેજમેન્ટના સુનિશ્ચિત પાલન માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી જિલ્લાના મુસાફરો અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ માટે વહીવટી તંત્ર સાથે સંકલન સુવિધાઓ મળે એ માટે પ્રયત્ન કરવા જોઈએ.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!